
Friday, 15 July 2016
મેડિકલ પ્રવેશ પરીક્ષા માટે કોચિંગ
મેડિકલ પ્રવેશ પરીક્ષા માટે કોચિંગ
- વિહંગાવલોકન | અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને તબીબી શિક્ષણ માટે તાલીમ આપવાની જરૂરિયાતને અનુલક્ષીને અમે તે પ્રકારે તબીબી કોલેજોમાં અનુસૂચિત જનજાતિની બેઠકો ખાલી ન રહે તે માટે ગુજસેટ કોચીંગ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત આદિવાસી વિદ્યાર્થીઓને ગુજસેટ ની તાલીમ આપીને તેમને તબીબી શિક્ષણ માટે પ્રોત્સાહિત કરાશે.
- ઉદ્દેશ | તબીબી અભ્યાસક્રમની પ્રવેશ પરીક્ષાઓમાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે બહેતર તક ઉપલબ્ધ કરવી.
- પ્રારંભ | ૨૦૧૩-૨૦૧૪
- ભાગીદાર સંસ્થા | એમટી એડ્યુ કેર (MT એડ્યુકેર)
- ભૌગોલિક ભૂમિભાગ | ૧૪ આદિવાસી જિલ્લાઓમાં આવેલા ૧૬ કેન્દ્રો
- અપેક્ષિત લાભાર્થીઓ | તબીબી શિક્ષણમાં પ્રવેશ માટે રસ ધરાવતા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ
- પ્રવેશ માટેની પાત્રતા | વિદ્યાર્થીઓને મળવાપાત્ર વિવિધ પ્રકારના પ્રોત્સાહનો અને ભથ્થાંઓમાં ફી, નિભાવ ભથ્થું, ભોજન બીલની ચૂકવણી, પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ માટે આવશ્યક સાધનોની ખરીદી માટે વધારાની રકમ વગેરે.
- યોજના નીચે મળતા લાભ | માળખાકીય સુવિધાઓનું નિર્માણ, માર્ગોનું બાંધકામ, શૈક્ષણિક સુવિધાઓ, પીવાના પાણીની સુવિધાઓ, આરોગ્ય સુવિધાઓ, કૃષિ વિકાસ, જમીન વિહોણાને જમીનની વહેંચણી, આવક પેદા કરવા માટેની પ્રવૃતિઓ, પરંપરાઓની જાળવણી વગેરે.
- ૨૦૧૪-૧૫ દરમિયાન મુખ્ય સિધ્ધિ | ૨૦૧૪-૧૫ દરમિયાન, ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે મંજૂર કરવામાં આવેલી ૩૫૪ બેઠકોમાંથી ૩૨૩ બેઠકો(૯૧%) ભરી શકાઈ. આમ આગળના વર્ષમાં આવી માત્ર ૬૦% બેઠકો જ ભરી શકાઈ હતી.
સંલગ્ન સંગઠનો/સંસ્થાઓ
સંલગ્ન સંગઠનો/સંસ્થાઓ
આદિજાતિ વિકાસ કમિશ્નરની કચેરી

આદિજાતિ વિકાસ કમિશ્નરની કચેરી દ્વારા આદિજાતિ પેટા યોજના હેઠળના વિવિધ કાર્યક્રમોનો અમલ કરવામાં સહાયતા આપવામાં આવે છે. નાયબ આદિજાતિ વિકાસ કમિશ્નર અનુસૂચિત જનજાતિઓમાં રહેલ આદિમજાતિ સમુદાયોના વિકાસની કામગીરી સંભાળે છે. અને આદિજાતિ વિકાસ કમિશ્નરને વિકાસ સંબધિત પ્રવૃતિઓના વહીવટી સંચાલન અને સંકલનમાં સહાય કરે છે.
એકલવ્ય સ્કૂલ સોસાયટી - GSTES

ગૂજરાત રાજ્ય આદિજાતિ વિકાસ નિવાસી શૈક્ષણિક સંસ્થા સોસાયટી (GSTDREIS) અથવા જેને ટૂંકમાં એકલવ્ય આદર્શ નિવાસી શાળા (EMRS) સોસાયટી પણ કહેવાય છે. તે ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગની જ એક સ્વાયત્ત સંસ્થા છે. જેનો પ્રારંભ 3 જાન્યુઆરી, 2000ના રોજ થયો. તેનો ઉદ્દેશ પ્રતિભાશાળી અને ગુણવત્તાયુક્ત અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે ઉત્તમ કક્ષાની શાળાઓ શરૂ કરવાનો નિભાવવાનો, નિયંત્રણ કરવાનો અને તેનું વ્યવસ્થાપન કરવાનો હતો. આ સોસાયટી હાલ નીચેની ત્રણ પ્રકારની શાળાઓનું રાજ્યમાં સંચાલન કરે છે
ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત (ડિ-સેગ)

ગુજરાત સરકાર દ્વારા ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત (ડિ-સેગ) ની સ્થાપના એક સ્વાયત્ત સંસ્થા તરીકે સોસાયટીઝ રજિસ્ટ્રેશન અધિનિયમ 1860 તથી બોમ્બે પબ્લિક ટ્રસ્ટ અધિનિયમ 1950 નીચે કરવામાં આવી હતી. ગુજરાત સરકારના મુખ્ય સચિવ આ સોસાયટીના અધ્યક્ષ છે. ડિ-સેગનું મુખ્ય કર્તવ્ય મુખ્યમંત્રીશ્રીના દસ મુદ્દાના કાર્યક્રમ x(વનબંધુ કલ્યાણ યોજના) નો સફળતાપૂર્વક અમલ એક મિશન સ્વરૂપે થાય તે જોવાનું છે.
Read More | Visit http://dsag.gujarat.gov.in/
ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ – GTDC

ગુજરાત આદિજાતિ વિકાસ નિગમની રચના ઓક્ટોબર, 1972માં થઈ હતી. તેનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતની અનુસૂચિત જનજાતિના સમુદાયના સામાજિક-આર્થિક દરજ્જાના વિકાસ સંબંધિત તમામ કાર્યક્રમો હાથ ધરવાનો છે. આ ઉપરાંત, ગુજરાત આદિજાતિ વિકસા નિગમ (GTDC) એ આદિજાતિ વસતિના વિકાસ માટે ડેરી/પશુપાલન વિકાસ કાર્યક્રમ કૃષિવિકાસ કાર્યક્રમ, નાના પાકના બજાર માટેના તેમજ પાકના સંગ્રહ માટેના કાર્યક્રમ, નાના પાયાપરના ઉપયોગો આવાસોનુ નિર્માણ તેમજ આદિજાતિ વસતિના કલ્યાણ માટેની અન્ય કોઈપણ આર્થીક પ્રાયોજનાઓ આગળ ધપાવવાનુ કાર્ય હાથ ધરવાનું છે.
Tribal Research and Training Institute - TRTI
આદિવાસી
કુલ વસ્તી
89.17 Lacs
કુલ રાજ્ય બજેટ જોગવાઇ
14.75%
આદિવાસી જિલ્લાઓ
14
અનુસૂચિત જનજાતિ
25
આદિમ જુથો
5
સાક્ષરતા
દર
દર
62%
આઈ.ટી.ડી.પી
કચેરીઓ
કચેરીઓ
14
ભારતના બંધારણની કલમ ૨૭૫ (૧) હેઠળ અનુદાન
ભારતના બંધારણની કલમ ૨૭૫ (૧) હેઠળ અનુદાન
દરેક વર્ષે રાજ્યની મહેસૂલી આવકના સંદર્ભે સંસદ કાયદા દ્વારા ઠરાવે તે અનુરુપ ભારતના એકત્રિત ભંડોળમાંથી જેને સહાયની જરૂર હોય તેવાં રાજ્યોને સંસદ નક્કી કરે તે અનુસાર સહાયક ગ્રાન્ટ તરીક ચૂકવાય છે. જુદાં જુદાં રાજ્યો માટે આ રકમ અલગ-અલગ હોઈ શકે છે.
પરંતુ, ભારત સરકારના એકત્રિત ભંડોળમાંથી રાજ્યની મહેસૂલી આવકમાં સહાયક ગ્રાન્ટ તરીકે એવી મૂડીરૂપ કે આવર્તક રકમ ચૂકવાશે જે રકમ તે રાજ્યોને, તે રાજ્યો ભારત સરકારની મંજૂરીથી પોતાના રાજ્યમાં અનુસૂચિત જનજાતિઓના કલ્યાણને આગળ ધપાવવા માટે અથવા પોતાના રાજ્યમાં અનુસૂચિત જનજાતિઓની કક્ષા ઊંચી લાવવા માટે અથવા અનુસૂચિત વિસ્તારોમાં વહીવટની કક્ષા રાજ્યના અન્ય વિસ્તારોમાં રહેલી વહીવટની કક્ષાની સમકક્ષ બનાવવાના હેતુથી ઊંચી લાવવા માટે, સહાયક બનવાના હેતુથી ચૂકવવામાં આવશે.
(અ) પરંતુ, બંધારણની અનુસૂચિ ૬ ના ફકરા નં.૨૦ ની સાથે જોડેલા ટેબલના ભાગ-૧ માં નિર્દિષ્ટ કરેલા આદિવાસી વિસ્તારોના વહીવટ સંબંધિત, આ બંધારણનો અમલ શરૂ થયો તેની તરત પહેલાંના બે વરસ દરમિયાન આસામ રાજ્યની અંદર મહેસૂલી આવક કરતાં સરેરાશ ખર્ચ જેટલો વધુ થયો હોય તેની બરાબરના મૂડીખર્ચ અને આવર્તક ખર્ચ જેટલી રકમ ભારતના એકત્રિત ભંડોળમાંથી આસામની મહેસૂલી આવક તરીકે સહાયક ગ્રાન્ટ તરીકે ચૂકવાશે.
(બ) તે રાજ્ય દ્વારા ભારત સરકારની મંજૂરીથી તે રાજ્યના સંબંધિત વિસ્તારોના વહીવટની કક્ષાને ઊંચી લાવી રાજ્યના અન્ય વિસ્તારોના વહીવટની સમકક્ષ બનાવવા માટે વિકાસની જે યોજનાઓ સંબંધિત ખર્ચ થયો હશે તે તમામ ખર્ચ સહાયક ગ્રાન્ટ તરીકે ચૂકવાશે.
(૧-અ) બંધારણની કલમ ૨૪૪-A નીચે સ્વાયત રાજ્યની રચના હાથ ધરાતાં અને તે પછી
જો તે સ્વાયત્ત રાજ્ય તેમાં નિર્દિષ્ટ કરેલ તમામ આદિવાસી વિસ્તારોનું જ બનેલું હોય તો પેટા કલમ(૧)ની બીજા પરંતુકની પેટા કલમ(અ) નીચે ચૂકવવાપાત્ર કોઈપણ રકમ તે સ્વાયત રાજ્યને ચૂકવવી અને જો તે સ્વાયત રાજ્યમાં માત્ર અમુક જ આદિવાસી વિસ્તારોનો સમાવેશ થયેલો હોય તો રાષ્ટ્રપતિ પોતાના હુકમ દ્વારા જે સૂચવે છે તે પ્રમાણે આસામ રાજ્ય અને તે સ્વાયત રાજ્ય વચ્ચે ફાળવવા.
સ્વાયત રાજ્યની મહેસૂલી આવકમાં, તે સ્વાયત રાજ્ય ભારત સરકારની મંજૂરીથી, આસામ રાજ્યના અન્ય વિસ્તારોની સાથે તેના વહીવટની કક્ષા સમકક્ષ બનાવવા માટે, જે યોજનાઓનો અમલ કરે તેના મૂડી ખર્ચ અને આવર્તક ખર્ચ જેટલી પૂરેપૂરી રકમ, સહાયક ગ્રાન્ટ તરીકે ભારતના એકત્રિત ભંડોળમાંથી ચૂકવવી.
પેટા કલમ(૧) નીચે જ્યાં સુધી સંસદ દ્વારા જોગવાઈ કરવામાં ન આવે ત્યાં સુધી, તે પેટા કલમ નીચે સંસદને આપવામાં આવેલી સત્તાનો રાષ્ટ્રપતિ દ્વારા કરાતા હુકમથી ઉપયોગ કરાશે અને આ પેટા કલમ નીચે રાષ્ટ્રપતિ દ્વારા જારી કરાયેલ કોઈપણ હુકમ સંસદ દ્વારા કરાતી કોઈપણ જોગવાઈને આધીન રહીને અમલી બનશે.
પરંતુ જ્યારે નાણાંપંચની રચના કરાશે તે પછી નાણાંપંચની ભલામણની ઉપર વિચારણા કર્યા વિના, આ કલમ નીચે રાષ્ટ્રપતિ કોઈ હુકમ જારી કરશે નહિ.
કેન્દ્રીય પુરસ્કૃત યોજનાઓ
કેન્દ્રીય પુરસ્કૃત યોજનાઓ
વિશેષ કેન્દ્રીય સહાય (SCA)
રાજ્યની આદિવાસી પેટા યોજના ઉપરાંત કેન્દ્ર સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલય તરફથી રાજ્ય સરકારોને વિશેષ કેન્દ્રીય સહાય (SCA) પણ ઉપલબ્ધ કરવામાં આવે છે. વિશેષ કેન્દ્રીય સહાયનો હેતુ કૃષિ, બાગાયત, રેશમ ઉદ્યોગ, પશુપાલનનાં ક્ષેત્રોમાં પરિવારલક્ષી આવક ઊભી કરવા અને સહકાર માટેની યોજનાઓ માટે હોય છે.
બંધારણની કલમ ૨૭૫ (૧) હેઠળ અનુદાન
દરેક વર્ષે રાજ્યની મહેસુલી આવકના સંદર્ભે સંસદ કાયદા દ્વારા ઠરાવે તે અનુસાર ભારતના એકત્રિત ભંડોળમાંથી, જેને સહાયની જરૂર હોય તેવાં રાજ્યોને સંસદ નક્કી કરે તે અનુસાર સહાયક ગ્રાન્ટ તરીકે ચૂકવાય છે. જુદાં જુદાં રાજ્યો માટે આ રકમ અલગ-અલગ હોઈ શકે છે.
છત્રરૂપ યોજનાઓ નીચે ગ્રાન્ટ (ગ્રાન્ટસ અંડર અંબ્રેલા સ્કીમ્સ)
છત્રરૂપ યોજનાઓ નીચે ગ્રાન્ટ...
સંરક્ષક-સહ-વિકાસ (CCD) યોજનાઓ
દેશના ૧૭ રાજ્યો અને એક કેન્દ્રશાસિત વિસ્તારમાં પ્રાગ્ કૃષિ ટેકનોલોજીની કક્ષા, સાક્ષરતાનો નીચો દર, ઘટતી જતી અથવા સ્થગિત થઈ ગયેલી આદિવાસી વસતિનો દર વગેરે બાબતોના આધાર પર ૭૫ આદિવાસી સમુદાયોને વિશેષ અસરગ્રસ્ત આદિજાતિ સમુદાયો (PVTGs) તરીકે નક્કી કરવામાં આવેલ છે. આ જૂથોની અસરગ્રસ્તતા (Vulnerability) ધ્યાનમાં લઈને તે સમુદાયોના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય ક્ષેત્રની યોજના શરૂ કરવામાં આવી હતી.
ભારત સરકારે ગૌણ જંગલ પેદાશને (MFP) માટે ન્યૂનત્તમ ટેકારૂપ ભાવો (MSP) નક્કી કરેલ છે
ભારત સરકારે ગૌણ જંગલ પેદાશને (MFP) માટે ન્યૂનત્તમ ટેકારૂપ ભાવો (MSP) નક્કી કરેલ છે...
ગુજરાતની આદિજાતિ વસતિ
ગુજરાતની આદિજાતિ વસતિ
ગુજરાતનું અર્થતંત્ર મજબૂત વિશાળ પાયો ધરાવે છે. અને અગિયારમી પંચવર્ષીય યોજનાની રાજ્યની સિધ્ધિ સરાહનીય છે. આની અસર આદિવાસી વિસ્તારો પર પણ પડી છે અને તે વિસ્તારોનો વિકાસ ઝડપી બન્યો છે. અલબત્ત, આ વિકાસગાથામાં કેટલીક નબળાઈઓ પણ રહેલી છે, જેનો ઉપચાર કરવાની જરૂર છે. કેટલાક નવા પડકારો પણ ઝીલવાના રહે છે. આદિવાસી વિસ્તારોના વિકાસનું માપ કાઢવું કંઈક મુશ્કેલ છે. કારણ કે આ વિભાવનાનાં વિવિધ પાસાંઓ જોવાનાં રહે છે.
દેશની આદિવાસી વસતિનો ૮.૧% ભાગ ગુજરાતમાં વસે છે. ગુજરાતમાં આદિવાસીઓની એકંદર વસતિ ૮૯.૧૭ લાખ છે. જે ગુજરાતની કુલ વસતિનો ૧૪.૮% હિસ્સો છે. આદિવાસી વસતિ રાજ્યની પૂર્વપટ્ટીમાં રાજસ્થાનની ઉત્તર સરહદે માઉન્ટ આબુ થી દક્ષિણમાં મહારાષ્ટ્રના દહાણું જિલ્લાને અડીને આવેલા વિસ્તારોમાં વસે છે. આદિજાતિ પેટા યોજના હેઠળનો વિસ્તાર રાજ્યના ભૌગોલિક વિસ્તારનો ૧૮% હિસ્સો રોકે છે. રાજ્યમાં આદિવાસીઓની ૧૧ મુખ્ય જાતિઓ છે, જેમાં ભીલ જાતિની વસતિ સૌથી વધુ છે અને તે રાજ્યની કુલ આદિવાસી વસતિના ૪૭.૮૯% થાય છે. હાલની વસતિ ગણતરી અનુસાર, રાજ્યમાં જે પાંચ અતિ પછાત આદિમ જાતિ સમુદાયો છે તેની વસતિ ૧,૪૪,૫૯૩ છે.
આકૃતિ - ૧ ગુજરાતમાં આદિવાસી વિસ્તારો

૨૦૧૧ ની વસતિ ગણતરી અનુસાર અનુસૂચિત જનજાતિઓમાં અસરકારક સાક્ષરતા દર ૬૨.૫% હતો. જે ૨૦૦૧ ની તુલનાએ ૧૪.૮% વધારે હતો. વળી, મહિલા સાક્ષરતા દરમાં તો ખૂબ જ પ્રભાવક સુધારો જોવા મળ્યો, જે ૨૦૦૧ ની તુલનાએ ૧૭.૨% વધુ હતો. ખૂબ જ ટૂંકા સમયગાળામાં સાક્ષરતા દર વચ્ચે જે ખાઈ ૨૧% હતી તે ઘટીને ૧૫% થઈ.
આકૃતિ - ૨ રાજ્યની અન્ય વસતિની સરખામણીમાં અનુસૂચિત જનજાતિમાં સાક્ષરતા દર

Subscribe to:
Posts (Atom)
मनोविज्ञान के 40 रोचक तथ्य
मनोविज्ञान के 40 रोचक तथ्य 1. यदि आप चाहते हो कि कोई आपकी बात ध्यान से सुनें तो बात की शुरूआत इस वाक्य से करो: “ मैं आपको यह बताना तो ...
-
સંસ્કૃતિ અને ઉત્સવ ભાંગુરિયા મહિનો | માર્ચ સ્થળ | કવાંટ - છોટાઉદેપુર, વડોદરા વર્ણન | આ તહેવારની ઉજવણી હોળી પૂર્વે રાઠવા જનજાતિ...
-
[23/01 11:00 PM] Vivek chaudhary: 🍒🍇 Q1. Niche Aapel Bandh nu Name & River nu Name ma kai Pair wrong 6e? A. Mukteshwar = Sarswati ...
-
સામાજિક વનીકરણ રાષ્ટ્રીય વન નીતિ-1988 મુજબ રાજ્યના એક તૃત્યાંશ ભાગ ભૌગોલિક વિસ્તારને જંગલ અને વૃક્ષ આવરણ તરીકે રાખવો જોઇએ. રાજ્યના ફોરેસ...