થોડા દિવસ પહેલાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા ક્રેડીટ પોલીસીની જાહેરાત કરવામાં આવી છે...* *👁🗨👉ત્યારે સ્વાભાવીક બને છે કે આ મહત્વનાં મુદ્દા ને ધ્યાનમાં રાખી ઘણા પ્રશ્નો પૂછાવાની સંભાવના રહે છે.. કયારેય એવું ન પૂછાય કે ક્રેડીટ પોલીસી શું છે? કોણ રજૂ કરે.....* *👉આ રીતના પ્રશ્નો પૂછવાની સંભાવના વધુ રહે👇* *👉રેપો રેટ અને રિવર્સ રેપો રેટ શું છે ?* *👉રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં વધારો કે ઘટાડો થવાથી અર્થતંત્રમાં શું ફેરફાર આવે છે.* *👉કેશ રિઝર્વ રેશિયો (CRR) એટલે શું ?* *👉ફુગાવો એટલે શું?* *👉મોંઘવારી એટલે શું તેના કારણોની ચર્ચા કરો.* 〰〰〰〰〰〰〰〰 *🎯♻️🎯🔰રેપોરેટ અને રિવર્સ રેપોરેટ એટલે શું ?& 💠👉રિઝર્વ બેંક અન્ય બેંકો અને ફાઈનાન્સિયલ સંસ્થાઓને જે વ્યાજદરે નાણા આપે છે, તેને રેપોરેટ કહેવામાં આવે છે. કૉમર્શિયલ બેંકને જ્યારે ફંડની જરૂર પડે છે, અને શોર્ટ ટર્મ માટે નાણાંની જરૂર હોય ત્યારે તેઓ રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા પાસેથી નાણાં ઉધાર લે છે. રિઝર્વ બેંક જ્યારે આ બેંકોને નાણાં આપે છે, ત્યારે સિક્યોરિટી માંગે છે. જેથી ભવિષ્યમાં કોઇ જોખમ સામે રક્ષણ મળી શકે. ત્યારે બેંક કેટલીક સિક્યોરિટી (જેમાં મુખ્યત્વે બૉન્ડ ) આરબીઆઇને વેચી દે છે. અને શરત મુજબ પહેલાથી નક્કી કરવામાં આવેલા સમય પર તે પોતાની સિક્યોરિટી પરત લઇ લેશે. 👉કૉમર્શિયલ બેંક આરબીઆઇ પાસેથી નાણાં લે છે ત્યારે વ્યાજ પણ વસૂલ કરે છે. અને જે દરે વ્યાજ વસૂલવામાં આવે છે, તેને રેપોરેટ કહે છે. જ્યારે રિઝર્વ બેંક રેપોરેટમાં ઘટાડો કરે છે ત્યારે અન્ય બેંકોને રિઝર્વ બેંક માટે ઉધાર નાણાં લેવામાં આસાની રહે છે. અને જ્યારે રેપોરેટ વધારવામાં આવે છે ત્યારે આરબીઆઇ દ્વારા આપવામાં આવતાં નાણાં પર વધારે વ્યાજ ચૂકવવાનું રહે છે. *🎯👁🗨રિવર્સ રેપોરેટ* જ્યારે અન્ય બેંકો રિઝર્વ બેંકને જે દરે નાણાં આપે છે, તેને રિવર્સ રેપોરેટ કહે છે. જ્યારે બેંકિંગ સિસ્ટમમાં કેશ ફ્લો વધે છે, ત્યારે કૉમર્શિયલ બેંકો રિઝર્વ બેંકને નાણાં ઉધાર આપે છે. અને રિઝર્વ બેંક તેના પર વ્યાજ ચૂકવે છે. જે દરે આરબીઆઇ વ્યાજ ચૂકવે તેને રિવર્સ રેપોરેટ કહેવામાં આવે છે. 💠👉ટૂંકમાં કહું તો રેપો રેટ એ દર છે જે દરે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભારતની અન્ય બેંકોને નાણા આપે છે. જ્યારે આરબીઆઇ ઇન્ટરેસ્ટ રેટ કે રેપો રેટમાં ઘટાડો કરે છે ત્યારે દેશમાં વિવિધ વ્યાજ દરોમાં પણ ઘટાડો થાય છે. દેશમાં અન્ય બેંકો એટલા માટે વ્યાજદર ઘટાડે છે કારણ કે તેને નાણા સસ્તા દરે મળે છે. જો કે દર વખતે આમ થાય એ જરૂરી નથી. દરેક બેંક વ્યાજ દર નક્કી કરતા પહેલા પોતાની મિલકતો, જવાબદારીઓને ધ્યાનમાં લે છે. જો કે સામાન્ય રીતે રેપો રેટ ઘટતા દેશમાં વ્યાજદર ઘટે છે. *🎯🔰💢🚫રેપો રેટ અને રિવર્સ રેપો રેટ એટલે શું ?* *રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કોમર્શિયલ બેંકોને ધિરાણ આપે છે. આ ધિરાણના બદલામાં આરબીઆઈ બેન્કો પાસેથી જે દરે વ્યાજ વસૂલે છે તેને રેપો રેટ કહે છે.* 👉રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કોમર્શિયલ બેંકો પાસેથી ઉછીના નાણા લે છે. આ નાણા પર કોમર્શિયલ બેંકો આરબીઆઈ પાસેથી જે દરે વ્યાજ વસૂલે છે તેને રિવર્સ રેપો રેટ કહે છે. *(રેપો રેટ એટલે કે બેન્કો દ્વારા આરબીઆઈ પાસેથી ટુંકા ગાળા માટે જે દરે ભંડોળ મેળવાય તે દર)* ✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏 *🎯👉રિવર્સ રેપોરેટ એટલે શું?❓❔❓* રઝિર્વ બેંક જે દરે વાણજિય બેંકો પાસેથી નાણા લે તેને રિવર્સ રેપોરેટ કહે છે.આથી સિસ્ટમમાં નાણાની તંગી સર્જાય છે. 💢⭕️રિવર્સ રેપોરેટ એટલે કે વ્યાજના જે દરે આરબીઆઈ વેપારી બેન્કો પાસેથી ધિરાણ મેળવે છે *🎯👉સીઆરઆર એટલે શું ?* ⭕️💢સીઆરઆર એટલે કે કેશ રિઝર્વ રેશિયો પ્રમાણે બેન્કોએ આરબીઆઇ પાસે રિઝર્વ સ્વરૂપે કેશ જમા રાખવી પડે છે.હાલ સીઆરઆર 4 ટકા છે.♻️સીઆરઆર(બેન્કોએ આરબીઆઇ સમક્ષ જે રકમ જમા રાખવી પડે છે તે) *♻️🔰🎯🎯👉રેપો રેટ ઘટવાથી શું લાભ થશે❓❔❓* આરબીઆઈ દ્વારા નાણાકીય નીતિમાં મુખ્ય વ્યાજદર એટલે કે રેપો રેટમાં ઘટાડો થવાથી તેની સીધી જ અસર બેંકના વ્યાજદરો પર પડશે.તેમનો બેઝ રેટ નીચો આવશે,જેના કારણે બેંકોથી લઈને ઉદ્યોગ જગત અને આમ આદમી એમ તમામ માટે લોનો સસ્તી થઈ જશે.લોકો માટે હોમ લોન,ઓટો લોન સહિતની કન્ઝયુમર લોન્સ સસ્તી થાય.તેથી લોકો વધુ ખર્ચ કરશે,વપરાશ વધે અને તેના કારણે ઉદ્યોગજગત અને અર્થતંત્રને ફાયદો થાય.કંપનીઓને પણ ધિરાણ સસ્તું થવાથી તેઓ નીચા દરે લોન લઇને તેમની વિસ્તરણ સહિતની યોજનાઓ અમલમાં મૂકી શકશે.આમ,ઉદ્યોગજગત માટે પણ આ રાહતરૂપ સમાચાર છે. *🛡⭕️👉રેપો રેટના ઓછા થવાની સાથે જ લોન સસ્તી થવાનો માર્ગ મોકળો બન્યો છે. રેપો રેટમાં કાપને પગલે બેન્કો જો ધિરાણ દરમાં ઘટાડો કરે તો હોમલોન, વાહન લોન, પર્સનલ લોન અને બિઝનેસ લોન જેવી લોન્સના ઈએમઆઈમાં ઘટાડો થાય તેમ છે.* *🔰🎯⭕️💢વ્યાજના દર જો નીચા રાખવામાં આવે તો લોકોની ફુગાવાના દર અંગેની અપેક્ષાઓ પણ નીચી જાય છે* 👉રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ફુગાવો વધવાનું જોખમ ઓછું થવાનું કારણ આપીને પ્રમુખ નીતિગત દરમાં આજે ૦.૨૫ ટકાનો ઘટાડો કરે મધ્યસ્થ બેન્કના આ નિર્ણયથી હોમ, ઓટો અને પર્સનલ લોન સસ્તી થવાની શક્યતા છે. ઓક્ટોબર, ૨૦૧૬ પછી પ્રથમ વખત વ્યાજ દરમાં ઘટાડો કર્યો હતો. આ ઘટાડા પછી રેપોરેટ ઘટીને ૬ ટકા થઇ ગયો છે. *👁🗨⭕️આરબીઆઇએ કન્ઝયૂમર પ્રાઇસ ઇન્ડેક્ષ(સીપીઆઇ) આધારિત ફુગાવો ૪ ટકા રાખવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આરબીઆઇએ ખાનગી રોકાણ વધારવા, ઇન્ફ્રાસ્ટ્રકચર સંબધી અવરોધો દૂર કરવા અને પ્રધાનમંત્રી આવાસ યોજના પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું છે.* *🔰🎯આગામી સમયમાં ફુગાવા અંગે અનિશ્ચિતતા કાયમ છે. તેમણે પરોક્ષ રીતે ખેડૂતોની લોન માફી સામે પણ પ્રશ્રો ઉઠાવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ખેડૂતોની લોન માફ કરવાથી નાણાકીય ખાધ વધવાની શક્યતા છે. જીએસટી અને રાજ્યો દ્વારા કર્મચારીઓના પગાર વધારાને કારણે મોંઘવારી વધી શકે છે. એમપીસી સતત મોંઘવારી પર નજર રાખી રહી છે.* *🎯રિઝર્વ બેન્કે જાહેર કરેલા આંકડા પ્રમાણે ગયા વર્ષથી વ્યાજદર ગણવાની નવી પદ્ધતિ અમલી બન્યા પછી માર્ચ મહિનામાં બેન્કોના સરેરાશ બેન્ચમાર્ક ધિરાણદર (જે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ-બેઝ્ડ લેન્ડિંગ રેટ કે MCLR તરીકે ઓળખાય છે.)માં સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. માર્ચમાં શિડ્યુલ્ડ કોમર્શિયલ બેન્કોની લોનનો સરેરાશ MCLR ૦.૧૬ ટકા ઘટીને 10.8 ટકા નોંધાયો હતો, જે ફેબ્રુઆરી 2017માં 10.96 ટકા હતો.**🎯વર્તમાન સ્વપ્નદૃષ્ટા પ્રધાનમંત્રી દ્વારા ભારતના ભાવિને ઉજ્જ્વળ બનાવવા સારુ અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. ભારતના યુવાધનને તથા કાર્યરત નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના હેતુથી શ‚રૂ કરાયેલી મુદ્રા બેંકનું પૂરું નામ છે, 🎯માઈક્રો યુનિટ્સ ડેવલપમેન્ટ એન્ડ રીફાઈનાન્સ એજન્સી (Mudra). જે પ્રધાન મંત્રી મુદ્રા યોજના અંતર્ગત શરૂ‚ કરવામાં આવી છે. 🎯વર્ષ ૨૦૧૬ના બજેટ સત્ર દરમિયાન સામાન્ય બજેટ રજૂ કરતી વખતે નાણા મંત્રી અરુણ જેટલી એ મુદ્રા બેન્કની અનિવાર્યતા સમજવાતાં કહ્યું હતું કે, વિકાસ મારફતે જ સમાવેશી વૃદ્ધિનું નિર્માણ કરી શકાય છે. આ દિશામાં વિશાળ કદની કોર્પોરેટ તથા કારોબારી કંપનીઓ ચાવીરૂ‚પ ભૂમિકા ભજવશે ત્યારે અનૌપચારિક ક્ષેત્રનાં સાહસો ખૂટતી ભૂમિકાને પૂરી કરશે, જેથી એકંદરે મહત્તમ રોજગારીનું સર્જન કરી શકાશે. 💠👉વ્યક્તિગત માલિકી ધરાવતા આશરે ૫.૭૭ કરોડ લઘુ વેપારી એકમો છે જે લઘુ ઉત્પાદન, ટ્રેડિંગ અથવા સેવાકીય કારોબાર સાથે સંકળાયેલ છે. આ પ્રકારના વેપારી એકમો પાયાની અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવે છે. અલબત સખત પરિશ્રમ કરી રહેલા ઉદ્યોગ સાહસિકોને ધિરાણની વિધિવત્ વ્યવસ્થામાંથી જો યોગ્ય મદદ ન મળે તો તેમણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. માટે હું રૂ‚પિયા ૨૦,૦૦,૦૦૦ કરોડના મૂડીભંડોળ તથા રૂ‚પિયા ૩,૦૦૦ કરોડના ધિરાણની બાંહેધરી આપતા ભંડોળ સાથે માઈક્રો યુનિટ્સ ડેવલપમેન્ટ રિફાયનાન્સ એજન્સી (મુદ્રા) બેંકની રચના કરવાની દરખાસ્ત કરું છું.* *💠🎯👉નાણામંત્રી અરુણ જેટલીએ કરેલી આ જાહેરાતને સાકાર કરતાં ૮ એપ્રિલ, 👉૨૦૧૫ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦ હજાર કરોડ રૂ‚પિયાના કોર્પસ ફંડ સાથે આ યોજનાનું લોન્ચિંગ કર્યું. આ યોજનામાં નાના એકમોને આર્થિક સહાય આપવાની ખાસ યોજના છે. એક અંદાજ મુજબ આપણા દેશમાં ૫.૭૭ કરોડ લઘુ વેપારી એકમો છે, જે અંદાજે ૧૨ કરોડથી વધુ લોકોને રોજગારી આપે છે. એટલે આ એકમોને આર્થિક સુરક્ષા મળી રહે તે જ‚રૂરી છે.* *🎯🔰યોજનાની જરૂરિયાત શા માટે🔰* ઔપચારિક બેન્કિંગ પ્રણાલી ભારતના ગ્રામીણ અને દૂરસ્થ ક્ષેત્રોના લોકોની પહોંચની બહાર છે. આ કારણે જ્યારે આવા લોકોએ કોઈ નાના ઉદ્યોગો, વ્યવસાય શ‚ કરવાના હોય છે, ત્યારે તેઓ સ્થાનિક શાહુકારો પાસેથી વ્યાજે નાણાં લે છે અને પછી વ્યાજના વિષચક્રમાં ફસાઈને પોતાના વ્યવસાયની તો ઉન્નતિ નથી જ કરી શકતા, પરંતુ ઊલટાના તેઓ પોતે પણ ગરીબીના ચક્કરમાં સપડાઈ જાય છે. તો બીજી બાજુ આપણા યુવાનોમાં અનેક મહત્ત્વાકાંક્ષાઓ અને કૌશલ્યો રહેલાં છે. પરંતુ નાણાંના અભાવે તેઓ પોતાનાં કૌશલ્યો થકી આવા કોઈ ઉદ્યોગો શ‚ કરતાં ખચકાય છે. આ પરિસ્થિતિનો અસરકારક ઉકેલ આપવા સારુ મુદ્રા બેન્કની શ‚આત કરવામાં આવી, જેથી નાણાંના અભાવે નાના એકમો આગળ વધતાં ન અટકે. *👉🎯યોજનાનું સ્વરૂપ💠🎯👇* 💠🎯આ યોજનાને મુખ્ય ત્રણ પાસામાં વહેચવામાં આવી છે : ૧) શિશુ જેમાં ૫૦ હજારની લોન મળી શકે છે. ૨) કિશોર જેમાં ૫૦ હજારથી પાંચ લાખ ‚પિયા સુધીની લોન મળી શકે છે. ૩) તરુણ જેમાં પ લાખથી ૧૦ લાખ સુધીની લોન મળી શકે છે.કોઈ પણ ભારતીય નાગરિક જે ઉત્પાદન, પ્રોસેસિંગ, વ્યાપાર, સેવા જેવા વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલ હોય તેને ઉપર વર્ણવેલાં ત્રણ પાસાં અંતર્ગત લોન મળી શકે છે. *🎯🔰મુદ્રા બેંકના ઉદ્દેશ્યો :🔰🎯* ૧) સૂક્ષ્મ લોન દ્વારા નાના રોકાણકારો, ઉદ્યોગકારોને સ્થિરતા આપવી. ૨) માઈક્રો ફાઈનાન્સ ઇન્સ્ટિટ્યૂટ્સ અને નાના વેપારીઓ, રીટેલર્સ, સ્વસહાય સમૂહો-વ્યક્તિઓને ઉધાર-લોન આપનારી એજન્સીઓને સહાય‚પ થવું. ૩) તમામ માઈક્રો ફાઈનાન્સ ઇન્સ્ટિટ્યૂટ્સને રજિસ્ટર કરવી તથા પરફોર્મન્સ રેટિંગ (પ્રદર્શન મૂલ્યાંકન)ની પ્રથા શ‚ કરવી, જેથી આવી સંસ્થાઓની કાર્યક્ષમતા સુધરે અને તેમની વચ્ચે સ્વસ્થ સ્પર્ધાની તકો ઊભી થાય, જેનો સીધો લાભ લોન લેનારાઓને થાય. ૪) લોન લેનાર વ્યક્તિઓ, એકમો, સંસ્થાઓને યોગ્ય પદ્ધતિસરનું દિશાનિદશન કરાવવું, જેથી તેઓ વ્યાપારમાં નિષ્ફળતાથી બચી શકે અને ડિફોલ્ટર થતાં અટકે. ૫) માનાંકયુક્ત નિયમન પત્રો તૈયાર કરવાં, જે ભવિષ્યમાં નાના વ્યવસાયો માટે અતિ મહત્ત્વનું પગલું સાબિત થશે. *🔰🔰ભવિષ્યના કાર્યક્રમ🔰🔰🔰* મુદ્રા કાર્ડ પોર્ટફોલિયો ક્રેડિટ ગેરંટી ક્રેડિટ એનહાન્સમેન્ટ *🔰🔰મૂલ્યાંકન🔰🔰* *🎯👉અત્યારે આ યોજના અંતર્ગત જમીન, પરિવહન, સામુદાયિક, સામાજિક તથા વ્યક્તિગત સેવાઓ, ખાદ્ય ઉત્પાદન, ટેક્સટાઈલ જેવાં ક્ષેત્રોને જ સમાવવામાં આવ્યાં છે, આગળ જતાં હજુ આમાં બીજાં અનેક નવાં ક્ષેત્રોને સાંકળવામાં આવશે, જેના કારણે નવા ઉદ્યોગોને ખૂબ જ ઊજળી તકો છે. નાના વેપારીઓ, વ્યવસાયકારીઓ આ યોજનાનો લાભ લઈને સફળતાનાં શિખરો સર કરશે.* 🗣🗣મુદ્રા યોજના થકી વર્ષ ૨૦૧૫-૧૬માં ૩.૩૨ કરોડ ગરીબ લોકોને લાભ મળ્યો છે. ચાલુ વર્ષમાં અમે આ યોજના માટેનું બજેટ ડબલ કરવાના છીએ. મુદ્રા યોજનાનો લાભ લેનારા લોકોમાં સૌથી વધુ મહિલાઓ, દલિતો અને અલ્પસંખ્યક સમાજના લોકો છે. - અ‚રૂણ જેટલી (નાણામંત્રી, ભારત સરકાર)
Monday, 15 January 2018
અર્થવ્યવસ્થા --- અર્થતંત્ર
Subscribe to:
Post Comments (Atom)
मनोविज्ञान के 40 रोचक तथ्य
मनोविज्ञान के 40 रोचक तथ्य 1. यदि आप चाहते हो कि कोई आपकी बात ध्यान से सुनें तो बात की शुरूआत इस वाक्य से करो: “ मैं आपको यह बताना तो ...
-
પરિચય વન અધિકાર અધિનિયમ, ૨૦૦૬ એ ભારત સરકારના આદિજાતિ મંત્રાલયે બનાવેલો કાનૂન છે અને ગુજરાત રાજયમાં તેનો અમલ થઈ રહ્યો છે. આ કા...
-
સંસ્કૃતિ અને ઉત્સવ ભાંગુરિયા મહિનો | માર્ચ સ્થળ | કવાંટ - છોટાઉદેપુર, વડોદરા વર્ણન | આ તહેવારની ઉજવણી હોળી પૂર્વે રાઠવા જનજાતિ...
-
સામાજિક વનીકરણ રાષ્ટ્રીય વન નીતિ-1988 મુજબ રાજ્યના એક તૃત્યાંશ ભાગ ભૌગોલિક વિસ્તારને જંગલ અને વૃક્ષ આવરણ તરીકે રાખવો જોઇએ. રાજ્યના ફોરેસ...
No comments:
Post a Comment