*1) ઘર્ઘર, ગોધા અને પિંગા વાદ્યોનો પ્રકાર જણાવો.* અ) રણવાદ્યો બ) ધનવાદ્યો ક) સુષીર વાદ્યો ડ) તંતુ વાદ્યો *2) નીચે આપેલા વાદ્યો પૈકી, કયા વાદ્યનો સમાવેશ સુષીર – વાદ્ય અંતર્ગત થાય છે?* અ) સુરંદો બ) શંખ ક) ભેરી ડ) જયઘંટા *3) નીચે દર્શાવેલ વાદ્યોને તેના પ્રકાર અંતર્ગત જોડો.* ક) એકતંત્રી વીણા, પિનાકી, ચિત્રા, આલપીની — આનદ્ધ વાદ્ય ખ) મૃદંગ, દુંદુભી, ભેરી, ડમરુ, તુમ્બડી — તંતુ વાદ્ય ગ) જયઘંટા, કસ્ત્રા, શુક્તિ, પટ્ટ, ક્સુદ્ર — ધન વાદ્ય ઘ) વેણુ, મુરલી, મધુકરી, તંડુકિની, ચુકડા, તુરી — સુષિર વાદ્ય અ) ક – 1, ખ – 2 , ગ – 3 , ઘ- 4 બ) ક – 2, ખ – 1 , ગ – 3 , ઘ- 4 ક) ક – 1, ખ – 4 , ગ – 3 , ઘ- 2 ડ) ક – 1, ખ – 3 , ગ – 4 , ઘ- 2 *4) વ્રજભાષાનો ખૂબજ જાણીતો ગ્રંથ કયો છે?* અ) પ્રવીણસાગર બ) મૃચ્છ-કટીકમ ક) કાદંબરી ડ) વિકર્મોવર્ષિયમ *5) ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરતું પુસ્તક ‘ગુજરાતના સાંસ્કૃતિક પ્રવાહો’ ના લેખન નામ શું છે?* અ) હરજીવન દાફડા બ) કુન્દનિકા કાપડિયા ક) દોલત ભટ્ટ ડ) હરકાન્ત શુક્લ *6) ગુજરાતના ‘જત’ જ્ઞાતિના કલાકારો કયું વાદ્ય સુપેરે વગાડી જાણે છે?* અ) સુરંદો, જોડિયો પાવો બ) ઢોલક ક) મોરલી ડ) કરતાલ *7) ગુજરાતમાં પ્રચલિત લોકવાદ્યો, તેની બનાવવાની રીત, વગાડવા માટેના નિયમોની જાણકારી આપતું પુસ્તક ” ગુજરાતના લોકવાદ્યો” ના રચનાકારનું નામ શોધો.* અ) શ્રી મોરારી બાપુ બ) શ્રી ઈન્દ્રશંકર રાવળ ક) શ્રી મકરંદ મેહતા ડ) શ્રી હરકિશન મહેતા *8) સૌરાષ્ટ્ર વિસ્તારના “ચારણ ” જ્ઞાતિનું લોકવાદ્ય નીચેના પૈકી કયું છે?* અ) રાવણહથ્થો બ) જંતર ક) ભેરી ડ) મૃદંગ *9) અહીં આપેલ વાદ્ય અને તેની બનાવવાની રીત એકબીજા સાથે જોડો.* ક) સુષિર વાદ્ય – 1) ચામડું મઢી બનાવવામાં આવતું વાદ્ય જેમ કે તબલા, ઢોલક, ખંજરી ખ) તંતુ વાદ્ય – 2) ફૂંક મારીને વગાડવામાં આવતું વાદ્ય જેમ કે શંખ, પાવો ગ) અવનદ્ધ વાદ્ય – 3) તાર દ્વારા સુર રેલાવતું વાદ્ય જેમકે વીણા ઘ) ઘન વાદ્ય – 4) અથડાવીને વગાડાતું વાદ્ય જેમકે ઝાલર અ) ક – 2 , ખ – 1 , ગ – 4 , ઘ – 3 બ) ક – 1 , ખ – 2 , ગ – 4 , ઘ – 3 ક) ક – 2 , ખ – 3 , ગ – 1 , ઘ – 4 ડ) ક – 1 , ખ – 3 , ગ – 2 , ઘ – 4 *10) ‘ડાહ્યાભાઈ ભાટ’ અને ‘ગણેશ ભરથરી’ જેવા કલાકારોનું નામ કયા વાદ્ય સાથે જોડાયેલું છે?* અ) તબલા બ) જોડિયો પાવો ક) રાવણ હથ્થો ડ) મંજીરા *11) ‘બૂંગિયો’ , ‘ટીંટોડી’ અને ‘મટકી’ જેવા શબ્દોની વ્યુત્પતિ સાથે કયું વાજીંત્ર જોડાયેલું છે?* અ) ઢોલ વાગવાના પ્રકાર બ) કરતાલની ગોઠવણી સાથે ક) તબલાના ઢાળ ડ) જલતરંગના દ્વારા ઉતપન્ન સંગીત *12) ગુજરાતમાં ‘સુલેમાન જુમા’ નામ કયા વાદ્ય સાથે લેવામાં આવે છે?* અ) સુરંદો બ) ડફ ક) નોબત ડ) શરણાઈ *13) પ્રાચીન ભારતમાં ‘નગારું’ અન્ય કયા નામ સાથે પ્રચલિત હતું?* અ) નોબત બ) દુંદુભિ ક) શિરસ્ત્રાણ ડ) નિર્ગુન્ડી *14) ‘ડફ’ એટલેકે ‘ડફલી’ સંસ્કૃતમાં અન્ય કયા નામે ઓળખાય છે?* અ) ઝલ્લરી બ) તંડુકીની ક) તુમ્બકી ડ) તુમ્બડીયા *15) ‘ખંજરી’ કયા નામે ઓળખાતી હતી ?* અ) પિનાકી બ) મધુકરી ક) તુરી ડ) કંજીરા 16) નીચેના પૈકી કયા વાદ્યનો ઉપયોગ ભવાઈના વેષમાં પ્રચુર માત્રામાં કરવામાં આવે છે? અ) ભૂંગળ બ) ખંજરી ક) પટ્ટ ડ) આલાપિની 17) યુદ્ધના સમયે વગાડવામાં આવતા વાજીંત્રોમાંથી ઓળખી બતાવો. અ) તંડુકીની , તૂરી બ) શંખ , ભેરી ક) ચિત્રા , વેણુ ડ) ચુકડા , તુંબડી 18) વિજય સરઘસમાં વગાડાતું વાદ્ય ગોતી બતાવો. અ) ઝાલર , જયઘંટા, કસ્ત્રા બ) પિનાકી, નાળ, પખવાજ ક) ભુંગળ, નિશાન -ડંકો , જયઢક્ક ડ) ડુગ્ગી, ડંકો, ડમરુ 19) ગુજરાતમાં ‘મંજીરાના માણીગર’ તરીકે કયું નામ જાણીતું છે? અ) સાધુ વીરદાસજી બ) હાજી રમકડુ ક) બીરજુ બારોટ ડ) જીગ્નેશ કવિરાજ 20) શંખ અને મહાભારતના પાત્રોને એકબીજા સાથે જોડો. ક) અર્જુન 1) અનંત વિજય ખ) કૃષ્ણ 2) સુઘોષ ગ) યુધિષ્ઠિર 3) મણિપુષ્પ ઘ) નકુળ 4) દેવદત્ત ચ) સહદેવ 5) પંચજન્ય અ) ક-4, ખ – 5, ગ- 1, ઘ-2, ચ-3 બ) ક-5, ખ – 3, ગ- 1, ઘ-2, ચ-4 ક) ક-3, ખ – 5, ગ- 2, ઘ-1, ચ-4 ડ) ક-5, ખ – 3, ગ- 4, ઘ-1, ચ-2 21) અકબરના સમયમાં સેના સાથે રાખવામાં આવતા વાજીંત્રો; જેવા કે ‘કરણા’ , ‘નફીર’ , ‘ઝાંઝ’ , ‘દમ્મામાં’ વગેરેની માહિતી આપતું પુસ્તક કયું છે? અ) આઈને અકબરી બ) અકબરે દરબારી ક) દિને ઇલાહી ડ) તુઝુકે બાબરી 22) ગુજરાતની આદિવાસી સંસ્કૃતિ સાથે જોડાયેલું વાદ્ય પીછાણો. અ) તાડપુ બ) નરઘું ક) બિજોરું ડ) કરતાળીયું 23) ચતુર્મુખ મૃદંગનું શિલ્પ કયાં આવેલું છે? અ) પાટણ; રાણકી-વાવના સ્થાપત્યોમાં બ) ધૂમલીમાંથી મળી આવેલા પ્રાચીન અવષેશોમાં ક) સોમનાથ મંદિરના સ્થાપત્યોમાં ડ) મોઢેરાના સૂર્યમંદિરના સ્થાપત્યોમાં 24) કઈ જાતક કથામાં ગુજરાતના ‘મદારીના ખેલ’ નું વર્ણન જોવા મળે છે? અ) ભૂરિદત્ત જાતકકથા બ) વિચરતા સમુદાયોની જાતકકથા ક) નૃપ કથાઓ ડ) સૃપ દંતકથાઓ 25) વિકલ્પોમાં દર્શાવેલી વિભિન્ન બાબતોમાંથી કઈ બાબતનો સમાવેશ ‘મદારીના ખેલ’ અંતર્ગત થતો નથી? અ) પ્રાદેશિક સ્પર્શવાળી શબ્દોની રમત બ) હાથની ચાલાકી ક) શરીર સૌષ્ટવનો ખેલ ડ) હાકલા , પડકારા અને તળપદા શબ્દોની રમૂજ 26) સમુદ્રમાં પણ તરી શકે તેવી વિશિષ્ઠ પ્રજાતિના ઊંટ, કે જે માત્ર ગુજરાતમાં ; કચ્છ પ્રદેશના બન્ની વિસ્તારમાં વિચરતા જોવા મળે છે તેને દર્શાવો. અ) ખરાઈ ઊંટ બ) બેકટેરિયન પ્રજાતિના ઊંટ ક) હાઈબ્રીડ ઊંટ ડ) લામા પ્રજાતિના ઊંટ 27) કચ્છના કયા ટાપુ પરથી,ધોળાવીરા નગરને ઉત્તખાણિત કરવામાં આવ્યું હતું? અ) બેલા ટાપુ બ) ખાવડા ટાપુ ક) ખડીર બેટ ડ) ધોરડો ટાપુ 28) અહીં દર્શાવેલા વિકલ્પમાંથી ક્યા વિકલ્પનો સમાવેશ,ધોળાવીરામાંથી મળેલા લખાણ-પાટિયામાં થતો નથી? અ) આરાવાળું વર્તુળ બ) સમબાજુ ચતુષ્કોણ ક) ગુણાકારનું ચિહ્ન ડ) ભાગાકારનું ચિહ્ન 29) શિલ્પીઓ માટે કામ કરતી કઈ સંસ્થા કચ્છમાં આવેલી છે? અ) કચ્છ વિકાસ ટ્રસ્ટ બ) ખમીર ક) હુડકો ડ) પાંજી – ધી 30) સંત શિરોમણી ‘ડાડા મેકરણ ‘ નો ઉત્સવ , કચ્છમાં કઈ જગ્યાએ ઉજવવામાં આવે છે? અ) ઘ્રન્ગ બ) લખપત ક) મોડસર ડ) રુદ્રાણી 31) મધુસુદન ઢાંકી રચિત પુસ્તક કયું? તાજેતરમાં જેનું વિમોચન એલ.ડી. ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડોલોજી ખાતે કરવામાં આવ્યું? અ) મારુ-ગુર્જર ટેમ્પલ આર્કિટેક્ચર બ) પ્રસાદા ઓફ કૉસ્મૉસ ક) ફૂટ- પ્રિન્ટ્સ ઓફ વિશ્વ-કર્મા ડ) પ્રનાલા ઈન ઈન્ડિયા 32) વિભિન્ન રાગ અને તેને ગાવા માટેના ઉચિત સમય સાથે સરખાવો. ક) ભૈરવ ( ખયાલ ગાયકીને બાદ કરતાં ) 1) મધ્ય રાત્રી ખ) બાગેશ્રી 2) સવાર ગ) યમન 3) બપોર પછી ઘ) ભીમપલાસી 4) કોઈપણ સમયે ચ) પીલુ 5) સાંજ અ) ક – 2 , ખ – 1, ગ – 5, ઘ – 3, ચ – 4 બ) ક – 1 , ખ – 2, ગ – 5, ઘ – 3, ચ – 4 ક) ક – 3 , ખ – 1, ગ – 2, ઘ – 5, ચ – 4 ડ) ક – 3 , ખ – 5, ગ – 4, ઘ – 2, ચ – 1 ઈ) ક – 2 , ખ – 3, ગ – 1, ઘ – 5, ચ – 4 33) ગુજરાતમાં ગવાતા જુદા-જુદા રાગોને ઋતુ આધારિત જોડો. લ) હિંડોલ 1) વસંત વ) માલકૌંસ 2) શિશીર સ) ભૈરવ 3) શરદ શ) શ્રી 4) હેમંત અ) લ – 2
, વ – 4 , સ – 3 , શ – 1 બ) લ – 2 , વ – 1 , સ – 4 , શ – 3 ક) લ – 3 , વ – 1 , સ – 4 , શ – 2 ડ) લ – 1, વ – 3 , સ – 2 , શ -4 34) ગુજરાતમાં પુષ્ટીમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયમાં શ્રી કૃષ્ણના ગુણકીર્તન સ્વરૂપે ભજવાતી ‘ ઢાઢીલીલા’ ની ઉત્તપત્તિ કયા પ્રદેશમાં થઇ હતી? ક) વ્રજભૂમિ ખ) દ્વારીકા નગરી ગ) વટપદ્ર ભૂમિ ઘ) સારસ્વત પ્રદેશ 35) ‘લોટી ઉત્સવ’ કયા સંપ્રદાય સાથે જોડાયેલ છે? ચ) સિંધી સંપ્રદાય છ) વૈષ્ણવ સંપ્રદાય જ) બહાઈ સંપ્રદાય ઝ) ખોજા સંપ્રદાય 36) કયા સૂફીનો સમાવેશ ગુજરાત અંતર્ગત થતો નથી? ટ) મખદૂમ -એ – જહાંનીયાં ઠ) મોઈનુદીન ચિસ્તી s) બુરહાનુદ્દીન -કુત્તુબ- એ – આલમ ઢ) સૈયદ – મોહમ્મદ -શાહ -આલમ 37) ભવાઈ સાથે કઈ બાબત સંકળાયેલ નથી? ણ) અસાઈત ઠાકર રચિત ગ્રંથ ‘હંસાઉંલી’માં ભવાઈ શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે ત) ભવાઈ ; સંગીત, નૃત્ય, સંવાદ, રસ તેમજ લોકકથાના મિશ્રણ દ્વારા સંદેશ આપે છે થ) હિન્દુ સ્ત્રી અને મુસ્લિમ પુરુષના પ્રેમની વાર્તા; ‘જૂઠણ’ના વેશમાં ભજવવામાં આવેલ છે દ) અસાઈત ના પુત્ર માંડણ નાયક દ્વારા ભજવાયેલ ‘ઝંડા ઝૂલણ નો વેશ’ ; દોહા, ગઝલ, કુંડળીયા, સવૈયા, ઝૂલણા સાથેની સંગીતબદ્ધ અને લોકઢાળ યુક્ત રચના છે 38) ઉત્તરપ્રદેશનું કયું નૃત્ય ગુજરાતના નૃત્ય ‘ફૂલોના ગરબા’ સાથે સામ્યતા ધરાવે છે? ધ) સ્વાંગ ન) રામલીલા પ) ચરકુલા ફ) ખ્યાલ 39) ભારતના વિભિન્ન રાજ્ય – નૃત્ય જોડકામાં યોગ્ય રીતે જોડો. બ) રાઈ 1) ગુજરાત ભ) ધમાલ 2) બુંદેલખંડ મ) નૂપા પાલા 3) મણિપુર ય) છાઉ નૃત્ય 4) સિક્કિમ ર) ભૂતિયા નૃત્ય 5) ઓરિસ્સા અ) બ – 2, ભ – 1, મ – 3, ય – 5, ર – 4 આ) બ – 4, ભ – 3, મ – 1, ય – 4, ર – 2 ઇ) બ – 5, ભ – 1, મ – 3, ય – 2, ર – 4 ઈ) બ – 3, ભ – 1, મ – 4, ય – 2, ર – 5 40) નીચેના પૈકી કયો રાગ ઠુમરી સાથે સુસંગત નથી? લ) કાફી વ) સિંદૂરા શ) ધાની સ) માલકૌંસ *41) ગાનશૈલીને પ્રદેશ સાથે સંકળાવો.* ષ) નાટી 1) રાજસ્થાન હ) માંડ 2) હિમાચલ ળ)ધમાઈલ 3) બંગાળ ક્ષ) હીર 4) પંજાબ જ્ઞ) કાફી 5) કચ્છ અ) ષ -2, હ – 5, ળ – 1, ક્ષ – 3, જ્ઞ – 4 બ) ષ -2, હ – 1, ળ – 3, ક્ષ – 4, જ્ઞ – 5 ક) ષ -2, હ – 1, ળ – 5, ક્ષ – 4, જ્ઞ – 3 ડ) ષ -1, હ – 4, ળ – 5, ક્ષ – 3, જ્ઞ – 2 *42) નીચેનામાંથી કઈ બાબત લોકનૃત્યો સાથે સુ-સંગત નથી?* ચ) લોકનૃત્ય નિયમ , કાયદા અને સિદ્ધાંતોથી બદ્ધ ; રાજ્યાશ્રિત હોય છે છ) લોકનૃત્ય મોટેભાગે સામુહિક રીતે થાય છે પરંતુ તેમાં વ્યક્તિગત નૃત્ય માટેનો પણ અવકાશ હોય છે જ) લોકનૃત્ય ઉત્સવ સાથે વણાયેલ ; સરળ પરંતુ તાલ-લય સાથે સાંસ્કૃતિક દર્શન કરાવે છે ઝ) લોકનૃત્ય અભિનય, અંગચલન, જોમ, સ્ફૂર્તિ દ્વારા મનુષ્ય જીવનને પ્રવાહિત કરે છે *43) નીચેના ગુજરાતી નૃત્યો પૈકી કયું નૃત્ય ધીર ગંભીર પ્રકારનું છે?* ટ) હુડો ઠ) મેરાયો ડ) ટિપ્પણી ઢ) ચાળો 44) નમન, મંડળ, ભેટિયા, સોળંગા અને દોઢિયાં શાનો પ્રકાર છે? ણ) ગરબા ત) રાસ થ) ટીંટોડો દ) ટીમલી *45) માંડવા નૃત્ય સાથે સંકળાયેલ ન હોય તેવા તથ્યને ઓળખી બતાવો.* ધ) માંડવા નૃત્ય ‘હોળી’ અને ‘ડાંગ દરબાર’ જેવા પ્રસંગોએ રમવામાં આવે છે જે ‘કહાડિયા’ તરીકે પણ પ્રચલિત છે ન) માંડવા નૃત્યમાં ગીતની વિવિધતા સાથે 28 થી 30 પ્રકારના પક્ષીઓની નકલ એટલેકે ‘ચાળો’ કરવામાં આવે છે પ) માંડવા નૃત્યમાં સ્ત્રીઓ ; પુરુષોના ખભા પર ઉભા રહી ચાર માળનો માંડવો બનાવી નૃત્યરૂપે ફરે છે ફ) માંડવા નૃત્યમાં માદળ, ઢાંક, પાવરી, શરણાઈ, ઢોલકી વગેરે લોકવાદ્યોનો ઉપયોગ થાય છે *46) આદિવાસીના ‘ડુંગરદેવના મેળા’ સાથે કઈ બાબત ગોઠ ધરાવતી નથી?* બ) ડુંગરદેવનો મેળો દર પાંચ વર્ષે ભરાય છે જેમાં હાટ, જંગલી પેદાશોનું વેચાણ, આદિવાસી કલાકૃતિઓનું પ્રદર્શન, નૃત્ય , ગાન અને સામુહિકતાની ભાવના પ્રદર્શિત થાય છે. ભ) ‘પાવરી વાદ્ય’ કે જે દૂધીના ખોખા, મોરના પીંછા અને પ્રાણીઓના શીંગડામાંથી બને છે તેનો વ્યાપક ઉપયોગ નાચ-ગાન વખતે કરવામાં આવે છે મ) ડાંગ દરબાર આ દિવસે ડુંગર પર ભરાય છે ય) ડુંગર પાર રહેતી, નભતી અને વિચારતી પ્રજા આ દિવસે તેની પૂજા – અર્ચના કરી પ્રકૃતિ સાથેના પોતાના તાદાત્મયને સાર્થક કરે છે *47) અરવલ્લીના પહાડી પ્રદેશમાં ઉજવાતા ‘ ગવરી ઉત્સવ ‘ સાથે કઈ બાબત જોડાયેલી નથી?* ર) ગૌરી ઉત્સવ વિભિન્ન જાતિઓ વચ્ચે ભાવનાત્મક, સામાજિક અને સાંસ્કૃતિક એકતા સ્થાપિત કરતો લોકઉત્સવ છે લ) પ્રકૃતિ સાથે જોડાયેલા સમાજની ધબકતી સંસ્કૃતિ તેમજ જનમાનસના વિસ્તૃત સામાજિકીકરણના દર્શન કરાવે છે વ) ગીત-સંગીત-સમૂહનૃત્ય – કથા- નાટકનું સંમિશ્રિત સ્વરૂપ છે શ) વર્ષઋતુમાં શ્રાવણી પૂનમ થી કાર્તિક આઠમ સુધી ચાલતો ઉત્સવ છે *48) હઠીસિંહ અને તેમના પત્ની હરકુંવર દ્વારા નિર્માણ કરાવેલ જૈન દેરાસરનું વર્ણન એચ.જી. બ્રિગ્સના કયા પુસ્તકમાં વૈવિધ્યપૂર્ણ રીતે વાંચવા મળે છે?* ષ) ધ સિટિસ ઓફ ગુર્જરાષ્ટ્ર સ) ગૌરવ ભૂમિ ગુજરાત હ) ગુજરાતનો સમૃદ્ધ વાડ્મય વારસો ળ) મરમી શબદનો મેળો *49) પુસ્તક ‘પોળોનો ઈતિહાસ’ ના લેખકનું નામ જણાવો.* હ) ચંદ્રવદન ચી.મહેતા ળ) નંદશંકર મહેતા ક્ષ) મકરંદ મહેતા જ્ઞ) ચંદ્રકાન્ત મહેતા *50) પુસ્તક ‘ અમદાવાદ નો ઇતિહાસ ‘ ના લેખકનું નામ જણાવો.* ક) પ્રાણલાલ એદલજી ડોસા ખ) મગનલાલ વખતચંદ ગ) ઈસ્ટર ડેવિડ ઘ) અચ્યુત યાજ્ઞિક *✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩* 07/01/2018, 10:33 PM - +91 90994 09723: Yuvirajsinh Jadeja: (પ્રશ્નપત્ર 2) 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 *મિત્રો દિવસે દિવસે સ્પર્ધાત્મક પરીક્ષા ના પ્રશ્નો પૂછવાનું સ્તર ઊંચુ જઈ રહ્યું છે....* *આ હરિફાઈમાં ટકી રહેવા માટે મારા ગુરુજી 🇮👑🙏અશોકસિંહ પરમાર સર🙏🇮🇳👑 ના શબ્દ મા કહું તો વાંચન મા 🦁સિંહાવલોકન અને વિહંગાવલોકન ની ખાસ જરૂર છે... હેવ ગોખણ પટ્ટી કે વન લાઈનર પ્રશ્નનો પૂછવાનો ટ્રેન્ડ ઓછો થઈ રહ્યો છે...* 👁🗨👁🗨👁🗨👁🗨👁🗨👁🗨👁🗨👁🗨👁🗨👁🗨👁🗨 *આજરોજ હું એક 100 પ્રશ્નનો આપ સમક્ષ મૂકી રહ્યો છું.. જે આપને આગામી પરીક્ષા મા ઉપયોગી થાય એ આશા સાથે....* *(આ પ્રશ્નો ના જવાબ આવતીકાલે હું આપીશ)* *હવે આ રીતે ના પ્રશ્નો પરીક્ષા મા આવી શકે છે.....* *મિત્રો મારી એક ઓપન ચેલેન્જ પણ છે કે જો તમે કોઈ પ્રાઇવેટ ક્લાસીસમાં જતા હોય તો એમની પાસે આ પ્રશ્નોનું નિરાકરણ પુછ જો. જો એ આપને 40 પ્રશ્નો ના પણ સાચા જવાબ આપી શકે તો સમજવું કે આપ યોગ્ય કલાસીસ માં કલાસીસ કરો છો* *✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩* *51) હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રતીક સમો દીવો ‘ લૅમ્પ ઓફ યુનિટી’ અમદાવાદમાં છેલ્લા ત્રણસો વર્ષથી પ્રજ્વલિત છે; તે ક્યાં આવેલો છે?* ચ) સરખેજ રોઝા છ) વસંત-રજ્જબ કબર જ) ત્રણ દરવાજા ઝ) માણેક ચોક *52) અમદાવાદની મોટાભાગની પોળો કઈ સદીમાં બાંધવામાં આવી હતી?* ણ) ચોથી- પાંચમી સદી ત) ચોથી- પાંચમી સદી (ઈસુ પૂર્વે) થ) સત્તરમી – અઢારમી સદી દ) નવમી સદી *53) અમદાવાદમાં ‘ભારત – હોલેન્ડ’ સ્થાપત્યનો નમૂનો ક્યાં જોવા મળે છે?* ધ) ડચ કબ્રસ્તાન ન) નગીનાવાડી પ) સરખેજ રોઝા ફ) સિદ્દી બશીરની મસ્જિદ *54) ‘ચબુતરો’ , ‘ચોક’ અને ‘ ચાખણું’ ક્યાંના પ્રખ્યાત છે?* બ) વડોદરા ભ) સુરત મ) અમદાવાદ ય) બાલાસિનોર *55) નીચે જણાવેલ બાબતો પૈકી કઈ બાબત યુનેસ્કો (UNESCO)ને લાગુ પડતી નથી?* ર) મનુષ્યોમાં શિક્ષણ દ્વારા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવવાનું તેમજ વૈશ્વિક સંસ્કૃતિને સામુહિક ચેતનાના માનદંડ તરીકે જાળવી રાખવાનું કાર્ય કરે છે લ) તેનું મુખ્ય મથક પોલેન્ડના ‘કર્કવો’ શહેરમાં છે ષ)’ સ્ત્રી – પુરુષના મનમાં શાંતિનું નિર્માણ કરવું’ યુનેસ્કોની કેચ-લાઈન છે સ) નેપાળનું ‘ભક્તપુર’ અને શ્રીલંકાનું ‘ગાલે’ શહેર વિશ્વ ધરોહર શહેરમાં સમાવિષ્ઠ કરવામાં આવેલ છે *56) અમદાવાદ શહેરને ‘વિશ્વ ધરોહર શહેર’ તરીકે જાહેર કરતી વખતે કઈ કઈ બાબતોને યુનેસ્કો દ્વારા ધ્યાનમાં લેવામાં આવી નથી?* હ ) અમદાવાદમાં આવેલ સાયન્સ સીટી, હિમાલયા મોલ અને રીવર ફ્રન્ટ ળ) અમદાવાદની લગભગ 600 જેટલી પોળોમાં આવેલ લાકડાની કોતરણીવાળા મકાનો, લાકડાની હવેલીઓ, ચબુતરા, વરસાદી પાણી સંગ્રહણપદ્ધતિ, કુદરતી પ્રકાશ માટેના જાળીયા અને ઝરુખા ક્ષ) હિન્દુ – કાષ્ટ કોતરણી , ઈન્ડો- ઇસ્લામિક સ્થાપત્ય , જૈન દહેરાસર જ્ઞ) અમદાવાદના સામાન્યજન કે જે અંહિંસક આંદોલનનો ભવ્ય ઇતિહાસ ધરાવે છે, ચબુતરા, ચાટ અને પાંજરાપોળના નિર્માણ દર્શાવે છે કે અહીંના લોકો સહઅસ્તિત્વમાં મને છે *57) ગુજરાત સરકારના ‘ ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત’ અંતર્ગત ચાલતા પ્રોજેક્ટ ‘હેરિટેજ વૉક’માં નીચેના પૈકી કયા સ્થળને સમાવાયેલ નથી?* ક) લખપત ખ) વડોદરા ગ) જૂનાગઢ ઘ) શંખલપુર *58) અમદાવાદમાં બનતી કઈ સાડી વિશ્વવિખ્યાત છે?* ચ) પટોળા છ) આશાવલી જ) પૈથની ઝ) કસાવુ *59) સિકંદર શાહનો મકબરો કયાં આવેલો છે?* ટ) હાલોલ ઠ) ગોધરા ડ) મહેમદાવાદ ઢ) અમદાવાદ *60) ગુજરાતના ‘કલચરલ કેપીટલ’ તરીકે કયું શહેર ઓળખાય છે?* ણ) અમદાવાદ ત) રાજકોટ થ) જામનગર દ) વડોદરા *61) યુવાનો દ્વારા હેરિટેજ વૉક માટે બનાવાયેલો કોનસેપ્ટ કયો છે?* ધ) હેરિટેજ વૉક ન) મીટ મી એટ ખાડીયા પ) હેપ્પી સ્ટ્રીટ ફ) દાદીમાનો ઓટલો *62) માણભટ્ટ દ્વારા વગાડવામાં આવતી ‘માણ’ અન્ય કયા નામે ઓળખાય છે? નીચે આપેલા બે વિકલ્પમાંથી ઓળખી બતાવો.* બ) ઘટમ ભ) મૃદંગ *63) પ્રાચીન ગુજરાતીઓ નીચે દર્શાવેલ વાજિંત્રો પૈકી કયા વાજીંત્રથી પરિચીત ન હતા?* મ) પખવાજ ય) નાલ ર) ડુગ્ગી લ) ગિટાર *64) અમદાવાદમાં ઝવેરીવાડમાં આવેલ પાર્શ્વનાથ દેરાસર કેજે સર્વ-ધર્મ સમભાવનું પ્રતીક છે તેને અનુલક્ષીને જોડકા જોડો.* વ) સંસ્કૃત શિલાલેખ લખનાર 1) સઈદ અને ઈસફ સલાટ શ) દેરાસરમાં કોતરણી કરનાર 2) વિજયરામ બ્રાહ્મણ સ) પ્રાણ પ્રતિષ્ઠા કરનાર 3) શાંતિસાગર સૂરિ ષ) ગુજરાતીમાં પ્રશસ્તિ લેખ લખનાર 4) પુષ્ટિમાર્ગીય ગોવર્ધનદાસ હ) અંજનશલાકા 5) હરકંવર શેઠાણી ળ) વ – 2 , શ – 1 , સ – 3 , ષ – 4 , હ – 5 ક્ષ) વ – 2 , શ – 4 , સ – 5 , ષ – 3 , હ – 1 જ્ઞ) વ – 1 , શ – 2 , સ – 5 , ષ – 4 , હ – 3 ત્ર) વ – 1 , શ – 2 , સ – 3 , ષ – 4 , હ – 5 *65) ગુજરાતમાં આવેલા વિવિધ મ્યુઝિયમ અને તેના આધારિત તથ્યો જોડો.* ક) કચ્છ મ્યુઝિયમ , ભુજ 1) વિશ્વનું એકમાત્ર કાપડ મ્યુઝિયમ ખ) એગ્રિકલચરલ મ્યુઝિયમ 2) ગુજરાતનું સૌપ્રથમ મ્યુઝિયમ ગ) કેલિકો મ્યઝિયમ 3) આણંદ , વડોદરા ઘ) ગાંધી સ્મારક સંગ્રહાલય 4) ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ચ) ટ્રાયબલ મ્યુઝિયમ 5) સાબરમતી , અમદાવાદ અ) ક – 4 , ખ – 5 , ગ – 3, ઘ – 1 , ચ – 2 બ) ક – 1 , ખ – 2 , ગ – 3, ઘ – 5 , ચ – 4 ક) ક – 2 , ખ – 3 , ગ – 1, ઘ – 5 , ચ – 4 ડ) ક – 3 , ખ – 2 , ગ – 1, ઘ – 5 , ચ – 1 66) ગુજરાતમાં આવેલા વિવિધ મ્યુઝિયમ અંતર્ગત અહીં આપેલી ત્રણ બાબતો પૈકી કઈ બાબત સાચી નથી? ચ) ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ઇતિહાસ, સંસ્કૃતિ, ઉત્પત્તિ અને માનવજીવનને દર્શાવતું મ્યુઝિયમ આવેલ છે છ) લોથલમાં આવેલું મ્યુઝિયમ; હડ્ડપ્પાકાલીન વ્યાપાર , મુદ્રા, મણકા, પરિવહન , નગરજીવન પર પ્રકાશ પાડે છે જ) સરદાર સ્મૃતિ સંગ્રહાલય ભાવનગરમાં, જયારે મરાઠા સંસ્કૃતિ અને શાસન વ્યવસ્થા દર્શાવતું સંગ્રહાલય; લક્ષ્મી વિલાસ પેલેસ,વડોદરામાં આવેલ છે 67) ગુજરાતના વિવિધ મ્યુઝિયમ અને તે કયા શહેરમાં આવેલા છે તેને સંલગ્ન જોડકા જોડો. ઝ) બાર્ટન મ્યુઝિયમ 1) અમદાવાદ ટ) વોટસન મ્યુઝિયમ 2) રાજકોટ ઠ) લેડી વિલ્સન મ્યુઝિયમ 3) સુરત ડ) વીંચસ્ટર મ્યુઝિયમ 4) ભાવનગર ઢ) શ્રેયશ મ્યુઝિયમ 5) ધરમપુર ણ) ઝ – 1 , ટ – 2, ઠ – 3, ડ – 4, ઢ – 5 ત) ઝ – 2 , ટ – 4, ઠ – 5, ડ – 3, ઢ – 1 થ) ઝ – 4 , ટ – 2, ઠ – 5, ડ – 3, ઢ – 1 દ) ઝ – 4 , ટ – 2, ઠ – 3, ડ – 5, ઢ – 1 68) તાંબા, કાંસા , સોના, રૂપા જેવી વિધ-વિધ ધાતુના પાત્રો માટેનું મ્યુઝિયમ ‘ ધાતુપાત્ર સંગ્રહાલય ‘ તેમજ પતંગ બનાવવાની કળાને ઉજાગર કરતું ‘પતંગ મ્યુઝિયમ’ કયા શહેરમાં નિર્માણ પામ્યા છે? a) સુરત b) અમદાવાદ c) ગાંધીનગર d) ભુજ 69) મેડિકલ ક્ષેત્રને લગતા મ્યુઝિયમ ગુજરાતના કયા બે શહેરોમાં આવેલા છે? ધ) વડોદરા , સુરત ન) અમદાવાદ , વડોદરા પ) સુરત , અમદાવાદ 70) ગુજરાતમાં આવેલું બાળકો માટેનું મ્યુઝિયમ ‘ધીરજબેન બાળસંગ્રહાલય’ ક્યાં સ્થિત છે? ફ) સાપુતારા બ) વાંસદા ભ) આહવા મ) કપડ઼વર્ણજ 71) એ જણાવો કે અહીં આપેલા ઉદેશ્યોમાંથી કયો ઉદેશ્ય મ્યુઝિયમનો નથી? ય) સંગ્રહાલય બાળકો માટેના શિક્ષણ, પ્રેરણા અને ઇતિહાસનું પોતીકું સ્થળ છે ર) સંગ્રહાલય દ્વારા આવનારી પેઢીને તાલીમ, કૌશલ્ય અને વ્યવસ્થાપન પ્રદાન કરવા લ) સંગ્રહાલય દ્વારા મનુષ્યના ઐતિહાસિક વિકાસની ઝાંખી થાય છે. તે મનુષ્યને પોતાના પૂર્વજોની વિરાસત, જીવન જીવવાની પદ્ધતિ સાથે જોડે છે વ) સાંસ્કૃતિક વારસાની જાળવણી, ક્રમિક વિકાસ તેમજ જ્ઞાનરૂપી ઝરણાને પેઢી દર પેઢી વહાવવું 72) નીચે આપેલી બાબતો પૈકી કઈ બાબત મ્યુઝિયમના વ્યવસ્થાપન સાથે સંકળાયેલી નથી? શ) સંશોધન અને જાળવણી સ) મરમ્મત અને નિભાવ ષ) લાઈટિંગ અને ગોઠવણી હ) શૈક્ષણિક અને સાંસ્કૃતિક 73) ગુજરાતના રાજકીય ઈતિહાસને દર્શાવતું સંગ્રહાલય ક્યાં આવેલું છે? ક્ષ) સરદાર સેવા સદન ; અમદાવાદ જ્ઞ) ગુજરાત વિધાનસભા ભવન; ગાંધીનગર ત્ર) સત્યાગ્રહ આશ્રમ ; અમદાવાદ ળ) મહાત્મા મંદિર ; ગાંધીનગર 74) કૅલિકો મ્યુઝિયમની પ્રેરણા અને પ્રેરકબળ આપનાર વ્યક્તિઓ શોધો. અ) આનંદકુમાર સ્વામી , ગૌતમ સારાભાઈ ઈ) વિક્રમ સારાભાઈ , લીનાબેન સારાભાઈ ઉ) મૃણાલિની સારાભાઈ, લાલભાઈ દલપતરામ 75) આદિમ જાતિઓની ઉત્પત્તિ, ક્રમિક વિકાસ, ક્રમિક વિકાસ, સાંસ્કૃતિક જીવન, રહન-સહન અને ખાન-પાનની વિધ-વિધ પદ્ધતિઓની ઝાંખી કરાવતું મ્યુઝિયમ ક્યાં આવેલું છે? અ) ગોધરા આ) સાપુતારા અં) છોટા ઉદેપુર ઉ) વાંસદા 76) કઈ બાબત પતંગ મ્યુઝિયમ સાથે બંધ બેસતી નથી? ક) વિશ્વમાં આવેલા બે પતંગ મ્યુઝિયમ પૈકીનું એક અમદાવાદ ખાતે આવેલું છે કા) ભાનુભાઈ શાહનું ત્રીસ-ચાલીશ વર્ષ જુના પતંગોનું કલેક્શન અહીં રાખવામાં આવ્યું છે કી) ઈસ. 1270ની સાલથી બનેલા વિવિધ પ્રકારના રંગ, કાગળ અને કટિંગવાળા પતંગોનો ઈતિહાસ અને પ્રદર્શન અહીં મુકવામાં આવેલ છે કિ) ભારતે પતંગબાજીની કળા ચીનને શીખવેલ 77) ગુજરાતના નીચે દર્શાવેલ રાજ-ઘરાના પૈકી કયા ઘરાના પાસે આજે પણ વિવિધ પ્રકારની ક્લાસિક કાર સંગ્રહિત છે?🚗 કુ) વાંકાનેર કૂ) જેતપુર કે) ગોંડલ કૈ) કોટડા સાંગાણી 78) સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિ, રાજકીય ઈતિહાસ અને માનવીય મનોજગતને સ્પર્શતું મ્યુઝિયમ કયું છે? કો) આયના મહેલ ;ભુજ કૌ) વોટસન મ્યુઝિયમ ; રાજકોટ કં) ખંભાળિયા દરવાજો ; જામનગર કઃ) ભુજૉડી ; કચ્છ 79) કઈ સંસ્કૃતિનીનો સમાવેશ સાપુતારા મ્યુઝિયમમાં કરવામાં આવ્યો નથી? ક) વારલી ખ) કોટવાળીયા ગ) કાથોડી ઘ) બજાણીયા 80) નીચે દર્શાવેલ જાતિ પૈકી કઈ જાતિનો સમાવેશ ‘અસુરક્ષિત આદીમ જાતિ’ માં થતો નથી? ચ) કોટવાળીયા છ) કોલઘા જ) બાવરી ઝ) કાથોડી 81) નીચે આપેલા જીલ્લા પૈકી કયા જિલ્લામાં ‘કાથોડી’ આદીવાસીની વસ્તી આવેલી નથી? ટ) સુરત ઠ) ડાંગ ડ) નર્મદા ઢ) કચ્છ 82) ગુજરાતમાં અસુરક્ષિત આદિમ જાતિઓમાં કુલ કેટલી જાતિઓનો સમાવેશ થાય છે? ત) આઠ થ) નવ દ) દસ ધ) સાત 83) 2011ની વસ્તી ગણતરી અનુસાર, ગુજરાતમાં આદિવાસીની કુલ કેટલી વસ્તી છે? પ) 1 કરોડ 5 લાખ ફ) 89.17 લાખ બ) 80 લાખ 5 હજાર ભ) 50 લાખ 84) ગુજરાતના કુલ કેટલા જિલ્લામાં આદિવાસી વસ્તી આવેલી છે? ર) 15 જિલ્લામાં લ) 14 જિલ્લામાં વ) 10 જિલ્લામાં સ) 7 જિલ્લામાં 85) અહીં આપેલા નૃત્ય પૈકી કયું નૃત્ય ‘ તરણેતરના મેળાની શાન’ કહેવાય છે? હ) મટકી નૃત્ય ળ) આલેણી – હાલેણી નૃત્ય ક્ષ) હુડો નૃત્ય જ્ઞ) રાસ નૃત્ય 86) નીચે આપેલ પહેરવેશ પૈકી કોને ગુજરાતી પહેરવેશ ન ગણી શકાય? ક) કાપડું ખ) શરારા ગ) ઓઢણી ઘ) કેડિયું 87) ગુજરાતમાં જંગલી ગધેડા માટે કયું સ્થળ જાણીતું છે? ચ) વૌઠા છ) જેનાબાદ જ) ઢીમા ઝ) હુડકો 88) ગુજરાતનું રાજ્યપુષ્પ કયું છે? ધ) ગુલાબ ન) ગલગોટો પ) મોગરો ફ) ચંપો 89) ગુજરાતમાં વહાણવટા દ્વારા ચાલતા વ્યાપારનો ઇતિહાસ સૌપ્રથમ કયા પુસ્તકમાંથી મળી આવે છે? બ) ધ પેરિપ્લસ ઓફ ઇરિથ્રિયન સી ભ) ઇન્ડિયાસ નેવલ ટ્રેડિશન્સ મ) ધ સીલ્ક રોડ ય) મુસ્લિમ એડયુકેશન એન્ડ લર્નિંગ ઈન ગુજરાત 90) ગુજરાતમાં ‘હરણી એરપોર્ટ’ કયા શહેરમાં આવેલું છે? ર) અમદાવાદ લ) સુરત વ) વડોદરા સ) કેશોદ 91) અહીં આપેલા જીલ્લા પૈકી કયા જિલ્લામાં ‘ગીર નું જંગલ’ આવેલું નથી? શ) જૂનાગઢ ષ) ગીર સોમનાથ સ) અમરેલી અ) ભાવનગર 92) ગીરના સિંહ બચાવવા માટેનું અભિયાન કોના દ્વારા સૌપ્રથમ વખત ચલાવવામાં આવ્યું હતું? અ) મોહમ્મદ બેગડા બ) સલીમ – અલી ક) મહાબતખાન ડ) લોર્ડ કર્ઝન 93) અહીં આપેલા વૃક્ષમાંથી કયું વૃક્ષ ગીરના જંગલમાં જોવા મળતું નથી? ક) ઉમરો ખ) ખાખરો ગ) દેવધર ઘ) ધાવડો 94) નીચેનામાંથી કયું પંખી શિયાળા દરમિયાન ‘નળ સરોવર’ માં જોવા મળતું નથી? હ) હેરૉન ળ) મુરહેન ક્ષ) સ્પેરો જ્ઞ) પેલીકન *95) અમદાવાદમાં ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ તેમજ મુંબઈમાં ‘ગુજરાતી સભા’ ના સ્થાપક ‘એલેકઝાન્ડર કિન્લોક ફાર્બ્સ’ સાથે કઈ બાબત સંલગ્ન નથી?* અ) તેમણે પોતાની કારકિર્દી દરમિયાન ‘મહીકાંઠા’ , ‘કાઠિયાવાડ’ , ‘સુરત’ , ‘મુંબઈ’ અને ‘ખાનદેશ’ માં જુદા જુદા હોદ્દા પાર કાર્ય કર્યું હતું. બ) તેઓ ‘ગુજરાતી ભાષાના પરદેશી પ્રેમી’ તરીકે સાહિત્ય જગતમાં જાણીતા છે ક) તેઓ દ્વારા 1856 માં પુસ્તક “રાસમાળા: હિન્દુ એનલ્સ ઓફ ધ પ્રોવિન્સ ઓફ ગુજરાત” પ્રસિદ્ધ કરવામાં આવ્યું જેનું ગુજરાતીમાં ભાષાંતર ‘રણછોડલાલ ઉદયરામ દવે’ દ્વારા કરવામાં આવ્યું હતું ડ) તેમણે દલપતરામ સાથે મળી નાટક ‘લક્ષ્મી’ અને ‘ફાર્બસ વિરહ’ રચ્યાં *96) અહીં આપેલા ધાન્ય પૈકી કયું ધાન્ય તાપી, સુરત, ડાંગ જિલ્લાના મુખ્ય ખોરાકમાં સમાવિષ્ઠ થતું નથી?* અ) કોદરો બ) નાગલી ક) વરઈ ડ) બંટી *97) કાંસાની થાળીમાં મીણ દ્વારા ભાંગસરની લાકડીને ઉભી રાખી, તેમાંથી સંગીત ઉત્પન્ન કરી; ‘કુકના રામકથા’ કાવ્યાત્મક રીતે રજુ કરવામાં આવે છે. તે પ્રદેશને ઓળખી બતાવો.* ક) દંડકારણ્ય ગ઼) પાંચાળ પ્રદેશ ચ) નાઘેર પ્રદેશ જ) પાટણવાડો *98) જે બાબત ‘ડાંગી નૃત્ય’ સાથે ન સંકળાયેલી હોય તે ઓળખી બતાવો.* ટ) ભીલ , કાથોડી આદિવાસી દ્વારા ‘ડાંગ દરબાર’ સમયે પ્રસ્તુત કરવાની પરંપરામાંથી આવેલ નૃત્ય ડ) સમૂહભાવના, પ્રકૃતિ સાથેનું જોડાણ ણ) જોમ, સ્ફૂર્તિ, તાલ, લયનું સંમિશ્રણ થ) સ્ત્રી – પુરુષ સમાનતા, કુદરતી લાવણ્ય *99) ગુજરાતનું કાશ્મીર તરીકે કયું સ્થળ ઓળખાય છે?* ધ) નળકાંઠો પ) જુનારાજ બ) મહાલના જંગલો મ) સાપુતારા
1) — અ) રણવાદ્યો 2) — બ) શંખ 3) — બ) ક – 2, ખ – 1 , ગ – 3 , ઘ- 4 4) — અ) પ્રવીણસાગર 5) — ડ) હરકાન્ત શુક્લ 6) — અ) સુરંદો, જોડિયો પાવો 7) — બ) શ્રી ઈન્દ્રશંકર રાવળ 8) — બ) જંતર 9) — ક) ક – 1 , ખ – 2 , ગ – 3 , ઘ – 4 10) — ક) રાવણ હથ્થો 11) — અ) ઢોલ વાગવાના પ્રકાર 12) — ક) નોબત 13) — બ) દુંદુભિ 14) — અ) ઝલ્લરી 15) — ડ) કંજીરા 16) — અ) ભૂંગળ 17) — બ) શંખ , ભેરી 18) — ક) ભુંગળ, નિશાન -ડંકો , જયઢક્ક 19) –અ) સાધુ વીરદાસજી 20) — અ) ક-4, ખ – 5, ગ- 1, ઘ-2, ચ-3 21) — બ) અકબરે દરબારી 22) — અ) તાડપુ 23)– ક) સોમનાથ મંદિરના સ્થાપત્યોમાં 24) — અ) ભૂરિદત્ત જાતકકથા 25) — ક) શરીર સૌષ્ટવનો ખેલ 26) — ખરાઈ ઊંટ 27) — ક) ખડીર બેટ 28) — ડ) ભાગાકારનું ચિહ્ન 29) — બ) ખમીર 30) — અ) ઘ્રન્ગ 31) — ક) ફૂટ- પ્રિન્ટ્સ ઓફ વિશ્વ-કર્મા 32) — અ) ક – 2 , ખ – 1, ગ – 5, ઘ – 3, ચ – 4 33) — ડ) લ – 1, વ – 3 , સ – 2 , શ -4 34) — ક) વ્રજભૂમિ 35) –છ) વૈષ્ણવ સંપ્રદાય 36) — ઠ) મોઈનુદીન ચિસ્તી 37) — ણ) અસાઈત ઠાકર રચિત ગ્રંથ ‘હંસાઉંલી’માં ભવાઈ શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે 38) — પ) ચરકુલા 39) — અ) બ – 2, ભ – 1, મ – 3, ય – 5, ર – 4 40) — સ) માલકૌંસ 41) — ષ -2, હ – 1, ળ – 3, ક્ષ – 4, જ્ઞ – 5 42) — ચ) લોકનૃત્ય નિયમ , કાયદા અને સિદ્ધાંતોથી બદ્ધ ; રાજ્યાશ્રિત હોય છે 43) — ડ) ટિપ્પણી 44) — ત) રાસ 45) — ન) માંડવા નૃત્યમાં ગીતની વિવિધતા સાથે 28 થી 30 પ્રકારના પક્ષીઓની નકલ એટલેકે ‘ચાળો’ કરવામાં આવે છે 46) — મ) ડાંગ દરબાર આ દિવસે ડુંગર પર ભરાય છે 47) — શ) વર્ષઋતુમાં શ્રાવણી પૂનમ થી કાર્તિક આઠમ સુધી ચાલતો ઉત્સવ છે 48) — ષ) ધ સિટિસ ઓફ ગુર્જરાષ્ટ્ર 49) — ક્ષ) મકરંદ મહેતા 50) — ખ) મગનલાલ વખતચંદ 51) — જ) ત્રણ દરવાજા 52) — થ) સત્તરમી – અઢારમી સદી 53) — ધ) ડચ કબ્રસ્તાન 54) — મ) અમદાવાદ 55) — લ) તેનું મુખ્ય મથક પોલેન્ડના ‘કર્કવો’ શહેરમાં છે 56) — હ ) અમદાવાદમાં આવેલ સાયન્સ સીટી, હિમાલયા મોલ અને રીવર ફ્રન્ટ 57) — ઘ) શંખલપુર 58) — છ) આશાવલી 59) — ટ) હાલોલ 60) — દ) વડોદરા 61) — ન) મીટ મી એટ ખાડીયા 62) — બ) ઘટમ 63) — લ) ગિટાર 64) — ળ) વ – 2 , શ – 1 , સ – 3 , ષ – 4 , હ – 5 65) — ક) ક – 2 , ખ – 3 , ગ – 1, ઘ – 5 , ચ – 4 66) — ચ) ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ઇતિહાસ, સંસ્કૃતિ, ઉત્પત્તિ અને માનવજીવનને દર્શાવતું મ્યુઝિયમ આવેલ છે 67) — થ) ઝ – 4 , ટ – 2, ઠ – 5, ડ – 3, ઢ – 1 68) — b) અમદાવાદ 69) — ન) અમદાવાદ , વડોદરા 70) — મ) કપડ઼વર્ણજ 71) — ર) સંગ્રહાલય દ્વારા આવનારી પેઢીને તાલીમ, કૌશલ્ય અને વ્યવસ્થાપન પ્રદાન કરવા 72) — હ) શૈક્ષણિક અને સાંસ્કૃતિક 73) — જ્ઞ) ગુજરાત વિધાનસભા ભવન; ગાંધીનગર 74) — અ) આનંદકુમાર સ્વામી , ગૌતમ સારાભાઈ 75) — આ) સાપુતારા 76) — કિ) ભારતે પતંગબાજીની કળા ચીનને શીખવેલ 77) — કે) ગોંડલ 78) — કૌ) વોટસન મ્યુઝિયમ ; રાજકોટ 79) — ઘ) બજાણીયા 80) — જ) બાવરી 81) — ઢ) કચ્છ 82) — ત) આઠ 83) — ફ) 89.17 લાખ 84) — લ) 14 જિલ્લામાં 85) — ક્ષ) હુડો નૃત્ય 86) — ખ) શરારા 87) — છ) જેનાબાદ 88) — ન) ગલગોટો 89) — બ) ધ પેરિપ્લસ ઓફ ઇરિથ્રિયન સી 90) — વ) વડોદરા 91) — અ) ભાવનગર 92) — ક) મહાબતખાન 93) — ગ) દેવધર 94) — ક્ષ) સ્પેરો 95) — ડ) તેમણે દલપતરામ સાથે મળી નાટક ‘લક્ષ્મી’ અને ‘ફાર્બસ વિરહ’ રચ્યાં 96) — ડ) બંટી 97) — ક) દંડકારણ્ય 98) — ટ) ભીલ , કાથોડી આદિવાસી દ્વારા ‘ડાંગ દરબાર’ સમયે પ્રસ્તુત કરવાની પરંપરામાંથી આવેલ નૃત્ય 99) — પ) જુનારાજ