Thursday, 18 February 2016

જગપ્રસિધ્ધ શકિતપીઠ, અંબાજીમંદિર, તા.દાંતા, જિ.બનાસકાંઠા

http://banaskanthadp.gujarat.gov.in/banaskantha/jilavishe/jovalayak-sthal/

અંબાજી મંદિર

સ્થળનું નામજગપ્રસિધ્ધ શકિતપીઠ, અંબાજીમંદિર, તા.દાંતા, જિ.બનાસકાંઠા
સ્થળની વિસ્તૃત માહિતીઅંબાજી મંદિર અરવલ્લીની ગિરિમાળાઓને સવિશેષ પવિત્રતા અને
સુંદરતા બક્ષતું આ તીર્થસ્થાન કરોડો લોકોની શ્રધ્ધાનું કેન્દ્ર છે. એકાવન શકિતપીઠો પૈકીનું અંબાજી શકિતપીઠને સરસ્વતીના મુખસ્થાનનું સામીપ્ય પ્રાપ્ત છે. પાલનપુરથી ૬૩ કી.મી.દુર સ્થિત આ તીર્થ સ્થાનનો વિકાસ પ્રવાસીઓને, શ્રધ્ધાળુઓને ત્યાં આવવા આકર્ષે છે. પ્રતિદિન ભકતોથી ઉભરાતા આ મંદિરમાં દર પુનમે માનવભરી આવે છે. તો દર ભાદરવી
પુનમે લાખોની સંખ્યામાં માનવ મહેરામણ છલકાય છે. ભવ્ય મંદિર શકિતધ્વાર, ગબ્બર વગેરેની ભવ્યતા રમણીય છે. ભગવત પુરાણ આધારિત એક કથાનુંસાર પ્રજાપતિ દક્ષે બૃહસ્પતિસક'' નામના યજ્ઞનું આયોજન કર્યુ હતું, દક્ષે બધાજ દેવોને આમંત્રણ આપ્યુ હતું. પરંતુ પોતાના જમાઇ ભગવાન શંકરને નહોતા બોલાવ્યા. પિતાને ત્યાં યજ્ઞ છે એવા સમાચાર સાંભળીને ભગવાન શંકરનો વિરોધ
હોવા છતાં સતી પાર્વતી પિતાને ધેર પહોંચી ગયા અને પિતાના મોઢે પતિની નિંદા સાંભળતા જ તે યજ્ઞકુંડમાં
પડી પોતાનો પ્રાણ ત્યજી દીધો. ભગવાન શિવ પાર્વતીના દેહને ખભે ઉપાડી ત્રણે લોકમાં ધુમવા લાગ્યા.
તેથી ભગવાન વિષ્ણુએ પોતાના ચક્રથી સતીના દેહના ટુકડા કર્યા. આરાસુરમાં માતાજીના હદયનો
ભાગ પડયો હોવાનું મનાય છે. આથી આરાસુરી શકિતપીઠનું શ્રધ્ધાળુઓમાં વધુ મહત્વ છે. અંબાજીમાં કોઇ
મૂર્તિની પૂજા થતી નથી. પરંતુ વીસાયંત્રની પુજા થાય છે. શુધ્ધ સોનામાંથી બનાવેલ આ યંત્રમાં ૫૧ અક્ષરો
હોવાનું પ્રમાણ મળે છે. માતાજીના યંત્રના સ્થાનમાં નજરથી જોવાનું નિષેધ હોઇ પુજારી આંખે પાટા બાંધીને
પુજા કરે છે. આ યંત્ર કલ્પવૃક્ષ સમાન ગણાય છે. અંબાજીમાં વિશ્રામગૃહ હોલીડે હોમ, અંબિકા વિશ્રામગૃહ તેમજ
જુદા જુદા સમાજની ધર્મશાળાઓમાં રહેવાની તથા જમવાની સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત અધ્યતન
હોટલો પણ આવેલી છે.
સ્થળ ૫ર કેવી રીતે ૫હોંચવુંપાલનપુરથી દાંતા થઈને અંબાજી જવાય છે. મહેસાણાથી ખેરાલુ થઈ અંબાજી જઈ શકાય.હિંમતનગરથી ઈડર
થઈને ૫ણ અંબાજી જઈ શકાય છે.
અંતર કી.મી. (જિલ્લા કક્ષાએથી)૬૫ કી.મી.
અગત્યનો દિવસભાદરવી પૂનમે ભવ્ય મેળો ભરાય છે. દર પુનમે અહીંઆ મોટો પ્રમાણ૫માં માનવ મહેરામણ આવે છે.

No comments:

Post a Comment

मनोविज्ञान के 40 रोचक तथ्य

मनोविज्ञान के 40 रोचक तथ्य 1. यदि आप चाहते हो कि कोई आपकी बात ध्यान से सुनें तो बात की शुरूआत इस वाक्य से करो: “ मैं आपको यह बताना तो ...