Saturday, 6 February 2016

ENGLISH GRAMMAR-9-કાળની સામાન્ય માહીતી

કાળની સામાન્ય માહીતી



Tense
સામાન્ય રીતે કાળ ૩ પ્રકારના હોય છે.
૧. ભૂતકાળ ( Past Tense  )
૨. વર્તમાન કાળ ( Present  Tense )
૩. ભવિષ્ય કાળ  ( Future  Tense  )
તેવી જ રીતે કાળ પણ ૪ પ્રકાર હોય છે
૧. સાદો ભૂતકાળ ( Simple Past Tense ) – કોઈ ક્રિયા થઇ / ક્રિયા ન થઇ તેવું દર્શાવવા માટે .
૨. સાદો વર્તમાન ( Simple Present Tense ) – કોઈ ક્રિયા થાય છે /  ક્રિયા થતી નથી તેવું દર્શાવવા માટે.
૩. સાદો ભવિષ્ય કાળ ( Simple Future Tense ) – કોઈ ક્રિયા થશે /  ક્રિયા નહિ થાય તેવું દર્શાવવા માટે.
૪. ચાલુ ભૂતકાળ ( Continuous Past Tense ) – ભૂતકાળ માં ક્રિયા ચાલી રહી હતી /  ભૂતકાળ માં ક્રિયા ચાલી રહી ન હતી તેવું દર્શાવવા માટે.
૫. ચાલુ વર્તમાનકાળ  ( Continuous Present Tense ) – વર્તમાનમાં ક્રિયા ચાલી રહી છે. /  વર્તમાનમાં ક્રિયા ચાલી રહી નથી તેવું દર્શાવવા માટે.
૬. ચાલુ ભવિષ્યકાળ  ( Continuous Future Tense ) – ભવિષ્યમાં ક્રિયા ચાલી રહી હશે /  ભવિષ્યમાં ક્રિયા ચાલી રહી નહિ હોય તેવું દર્શાવવા માટે.
૭. પૂર્ણ ભૂતકાળ ( Perfect Past Tense ) – ભૂતકાળમાં ક્રિયા પૂર્ણ થઇ ગયી / થઇ ગયી ન હતી  તે દર્શાવવા માટે.
૮. પૂર્ણ વર્તમાનકાળ ( Perfect Present Tense ) – વર્તમાનમાં ક્રિયા પૂર્ણ થઇ ગયી છે / થઇ ગયી નથી તે દર્શાવવા માટે.
૯. પૂર્ણ ભવિષ્ય કાળ  ( Perfect Future Tense ) – ભવિષ્યમાં ક્રિયા પૂર્ણ થઇ ગયી હશે / પૂર્ણ થઇ ગયી નહિ હોય તે દર્શાવવા માટે.
૧૦. ચાલુ પૂર્ણ ભૂતકાળ ( Continuous Perfect Past Tense ) – ભૂતકાળમાં અમુક સમયથી ક્રિયા થઇ રહી હતી / થઇ રહી ન હતી તે દર્શાવવા માટે.
૧૧. ચાલુ પૂર્ણ વર્તમાનકાળ ( Continuous Perfect Present Tense ) – વર્તમાન માં અમુક સમય થી ક્રિયા થઇ રહી છે./ અમુક સમય થી ક્રિયા થઇ રહી નથી તેવું દર્શાવવા માટે.

૧૨. ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ  ( Continuous Perfect future Tense ) – ભવિષ્યમાં અમુક સમય થી ક્રિયા થઇ રહી છે./ અમુક સમય થી ક્રિયા થઇ રહી નથી તેવું દર્શાવવા માટે.  
 સહાયકારક ક્રિયાપદો  – Helping Verbs
૧. Can                         :   કાર્યક્ષમતા ( Ability ) દર્શાવવા માટે.
૨. Could                     :   ભૂતકાળમાં કોઈ ક્રિયા કરી શક્યા તે દર્શાવવા માટે.
૩. Could  Have        :   ભૂતકાળમાં કોઈ ક્રિયા કરી શક્યા હોત તે દર્શાવવા માટે.
૪. Should                  :   સલાહ આપવા માટે / નૈતિક ફરજના રૂપે
૫. Should  Have     :   કરવું જોઈતું હતું / કરવું જોઈતું ન હતું તે દર્શાવવા માટે.
૬. Must                :   ફરજીયાત ( Compulsory ) કે order ના રૂપે કાર્ય કરવા માટે. ( કરવું જ જોઈએ / કરવું ન જ જોઈએ )
૭. Must  Have         :   થયું જ હશે / થયું નહિ જ હોય તેવું દર્શાવવા માટે.
૮. May                       :   કદાચ થશે / કદાચ નહિ થાય
૯. Might Have        :    કદાચ થયું હશે / કદાચ નહિ થયું હોય
૧૦. Would                :   થશે જ / નહિ જ થાય
૧૧. Would  Have   :   થયું જ હોત / થયું ન જ હોત
૧૨. Let  / Let  Us   :   Permission  માટે
૧૩. Have / Has To  :  કરવું પડે છે / કરવું પડતું નથી
૧૪. Had  To             :  કરવું પડ્યું / કરવું ન પડ્યું
૧૫. Did  have  To   :  કરવું પડતું હતું / કરવું પડતું ન હતું
૧૬. Will  / Shall  have  To   :  કરવું પડશે / કરવું પડશે નહિ

No comments:

Post a Comment

मनोविज्ञान के 40 रोचक तथ्य

मनोविज्ञान के 40 रोचक तथ्य 1. यदि आप चाहते हो कि कोई आपकी बात ध्यान से सुनें तो बात की शुरूआत इस वाक्य से करो: “ मैं आपको यह बताना तो ...