કેન્દ્રીય પુરસ્કૃત યોજનાઓ
વિશેષ કેન્દ્રીય સહાય (SCA)
રાજ્યની આદિવાસી પેટા યોજના ઉપરાંત કેન્દ્ર સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલય તરફથી રાજ્ય સરકારોને વિશેષ કેન્દ્રીય સહાય (SCA) પણ ઉપલબ્ધ કરવામાં આવે છે. વિશેષ કેન્દ્રીય સહાયનો હેતુ કૃષિ, બાગાયત, રેશમ ઉદ્યોગ, પશુપાલનનાં ક્ષેત્રોમાં પરિવારલક્ષી આવક ઊભી કરવા અને સહકાર માટેની યોજનાઓ માટે હોય છે.
બંધારણની કલમ ૨૭૫ (૧) હેઠળ અનુદાન
દરેક વર્ષે રાજ્યની મહેસુલી આવકના સંદર્ભે સંસદ કાયદા દ્વારા ઠરાવે તે અનુસાર ભારતના એકત્રિત ભંડોળમાંથી, જેને સહાયની જરૂર હોય તેવાં રાજ્યોને સંસદ નક્કી કરે તે અનુસાર સહાયક ગ્રાન્ટ તરીકે ચૂકવાય છે. જુદાં જુદાં રાજ્યો માટે આ રકમ અલગ-અલગ હોઈ શકે છે.
છત્રરૂપ યોજનાઓ નીચે ગ્રાન્ટ (ગ્રાન્ટસ અંડર અંબ્રેલા સ્કીમ્સ)
છત્રરૂપ યોજનાઓ નીચે ગ્રાન્ટ...
સંરક્ષક-સહ-વિકાસ (CCD) યોજનાઓ
દેશના ૧૭ રાજ્યો અને એક કેન્દ્રશાસિત વિસ્તારમાં પ્રાગ્ કૃષિ ટેકનોલોજીની કક્ષા, સાક્ષરતાનો નીચો દર, ઘટતી જતી અથવા સ્થગિત થઈ ગયેલી આદિવાસી વસતિનો દર વગેરે બાબતોના આધાર પર ૭૫ આદિવાસી સમુદાયોને વિશેષ અસરગ્રસ્ત આદિજાતિ સમુદાયો (PVTGs) તરીકે નક્કી કરવામાં આવેલ છે. આ જૂથોની અસરગ્રસ્તતા (Vulnerability) ધ્યાનમાં લઈને તે સમુદાયોના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય ક્ષેત્રની યોજના શરૂ કરવામાં આવી હતી.
ભારત સરકારે ગૌણ જંગલ પેદાશને (MFP) માટે ન્યૂનત્તમ ટેકારૂપ ભાવો (MSP) નક્કી કરેલ છે
ભારત સરકારે ગૌણ જંગલ પેદાશને (MFP) માટે ન્યૂનત્તમ ટેકારૂપ ભાવો (MSP) નક્કી કરેલ છે...
No comments:
Post a Comment