સંલગ્ન સંગઠનો/સંસ્થાઓ
આદિજાતિ વિકાસ કમિશ્નરની કચેરી

આદિજાતિ વિકાસ કમિશ્નરની કચેરી દ્વારા આદિજાતિ પેટા યોજના હેઠળના વિવિધ કાર્યક્રમોનો અમલ કરવામાં સહાયતા આપવામાં આવે છે. નાયબ આદિજાતિ વિકાસ કમિશ્નર અનુસૂચિત જનજાતિઓમાં રહેલ આદિમજાતિ સમુદાયોના વિકાસની કામગીરી સંભાળે છે. અને આદિજાતિ વિકાસ કમિશ્નરને વિકાસ સંબધિત પ્રવૃતિઓના વહીવટી સંચાલન અને સંકલનમાં સહાય કરે છે.
એકલવ્ય સ્કૂલ સોસાયટી - GSTES

ગૂજરાત રાજ્ય આદિજાતિ વિકાસ નિવાસી શૈક્ષણિક સંસ્થા સોસાયટી (GSTDREIS) અથવા જેને ટૂંકમાં એકલવ્ય આદર્શ નિવાસી શાળા (EMRS) સોસાયટી પણ કહેવાય છે. તે ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગની જ એક સ્વાયત્ત સંસ્થા છે. જેનો પ્રારંભ 3 જાન્યુઆરી, 2000ના રોજ થયો. તેનો ઉદ્દેશ પ્રતિભાશાળી અને ગુણવત્તાયુક્ત અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે ઉત્તમ કક્ષાની શાળાઓ શરૂ કરવાનો નિભાવવાનો, નિયંત્રણ કરવાનો અને તેનું વ્યવસ્થાપન કરવાનો હતો. આ સોસાયટી હાલ નીચેની ત્રણ પ્રકારની શાળાઓનું રાજ્યમાં સંચાલન કરે છે
ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત (ડિ-સેગ)

ગુજરાત સરકાર દ્વારા ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત (ડિ-સેગ) ની સ્થાપના એક સ્વાયત્ત સંસ્થા તરીકે સોસાયટીઝ રજિસ્ટ્રેશન અધિનિયમ 1860 તથી બોમ્બે પબ્લિક ટ્રસ્ટ અધિનિયમ 1950 નીચે કરવામાં આવી હતી. ગુજરાત સરકારના મુખ્ય સચિવ આ સોસાયટીના અધ્યક્ષ છે. ડિ-સેગનું મુખ્ય કર્તવ્ય મુખ્યમંત્રીશ્રીના દસ મુદ્દાના કાર્યક્રમ x(વનબંધુ કલ્યાણ યોજના) નો સફળતાપૂર્વક અમલ એક મિશન સ્વરૂપે થાય તે જોવાનું છે.
Read More | Visit http://dsag.gujarat.gov.in/
ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ – GTDC

ગુજરાત આદિજાતિ વિકાસ નિગમની રચના ઓક્ટોબર, 1972માં થઈ હતી. તેનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતની અનુસૂચિત જનજાતિના સમુદાયના સામાજિક-આર્થિક દરજ્જાના વિકાસ સંબંધિત તમામ કાર્યક્રમો હાથ ધરવાનો છે. આ ઉપરાંત, ગુજરાત આદિજાતિ વિકસા નિગમ (GTDC) એ આદિજાતિ વસતિના વિકાસ માટે ડેરી/પશુપાલન વિકાસ કાર્યક્રમ કૃષિવિકાસ કાર્યક્રમ, નાના પાકના બજાર માટેના તેમજ પાકના સંગ્રહ માટેના કાર્યક્રમ, નાના પાયાપરના ઉપયોગો આવાસોનુ નિર્માણ તેમજ આદિજાતિ વસતિના કલ્યાણ માટેની અન્ય કોઈપણ આર્થીક પ્રાયોજનાઓ આગળ ધપાવવાનુ કાર્ય હાથ ધરવાનું છે.
No comments:
Post a Comment