Friday, 15 July 2016

આદિજાતિ વિસ્તાર પેટા યોજના

આદિજાતિ વિસ્તાર પેટા યોજના


દેશમાં આદિજાતિ વિસ્તાર પેટા યોજના(TASP) ની વિભાવનાનો પ્રારંભ ૧૯૭૪ માં થયો. તેનો ઉદ્દેશ દેશની અનુસૂચિત જનજાતિની વસતિના પ્રમાણમાં નાણાકીય ફાળવણી ઉપલબ્ધ કરવાનો હતો. આને કારણે આદિવાસીનાં જીવનના લગભગ તમામ પાસાંઓને આવરી લેતી વિવિધ યોજનાઓ મોટી સંખ્યામાં શરૂ થઈ. આદિજાતિ વિસ્તાર પેટા યોજના હેઠળનું ભંડોળ અન્યત્ર વાળી શકાતું નથી, અને તેની ફાળવણી સીધી જે-તે રાજ્યના આદિવાસી વિકાસ વિભાગને હસ્તક જ કરવામાં આવે છે. આ વિભાગોને આદિવાસી પેટા યોજના હેઠળના ભંડોળ સંબંધિત યોજનાઓ ઘડવાની તેમજ અંદાજપત્રીય સત્તાઓ પણ આપવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જનજાતિઓની વસતિ ૧૪.૮ ટકા છે અને ત્યાં પણ તે વસતિના પ્રમાણમાં જ અંદાજપત્રની ફાળવણી અંકિત કરવામાં આવે છે. તાજેતરના સમયગાળામાં અનેક પ્રકારની નવી દરમિયાનગીરીઓ વિકસાવવામાં આવી છે અને તેને કારણે વિકાસ સૂચકાંકોમાં જે નબળી કડીઓ છે તે સુધારવામાં અને દૂર-સદૂરના આદિવાસી વિસ્તારોમાં સારી ગુણવત્તાયુક્ત માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં સહાય મળી છે.

No comments:

Post a Comment

मनोविज्ञान के 40 रोचक तथ्य

मनोविज्ञान के 40 रोचक तथ्य 1. यदि आप चाहते हो कि कोई आपकी बात ध्यान से सुनें तो बात की शुरूआत इस वाक्य से करो: “ मैं आपको यह बताना तो ...