Friday, 9 September 2016

વર્તમાન પ્રવાહો જુલાઇ ૨૦૧૬

                                       વર્તમાન પ્રવાહો  જુલાઇ ૨૦૧૬

૧-હાઈબ્રીડ સોરઘમના જનક પ્રસિદ્ધ કૃષિ વૈજ્ઞાનિક નીલમરાજુ ગંગા પ્રસાદ રાવનું નિધન.
૨-ઇસ્ટ બંગાલ ક્લબે મિલ્ખા સિંહને ભારત ગૌરવ પુરસ્કારથી સન્માનિત કર્યા.
૩-લોકસભાએ બાળ શ્રમ પર પ્રતિબંધ અને વિનિયમન સુધારા વિધેયક, 2016 પસાર કર્યું. આમાં ચૌદ વર્ષથી નાની વયનાં બાળકો પાસે કામ કરાવવવા પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. જેનું ઉલ્લંઘન કરવા બદલ બે વર્ષ જેલવાસની જોગવાઈ છે. પારિવારિક વ્યવસાયની બાબતમાં આમાં છૂટ આપવામાં આવી છે.
૪-ટીએમ કૃષ્ણા અને બેજવાડા વિલ્સન વર્ષ 2016ના રેમન મેગ્સેસે પુરસ્કાર માટે પસંદગી પામ્યા. કૃષ્ણા કર્ણાટક ક્લાસિકલ સિંગર છે, જયારે વિલ્સન સફાઈ કર્મચારી આંદોલનસાથે જોડાયેલ છે. રેમન મેગ્સેસે પુરસ્કાર ફિલિપાઈન્સનો એક એવોર્ડ છે. આ પુરસ્કાર ફિલિપાઈન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રેમન મેગ્સેસેના નામે આપવામાં આવે છે.
૫-ઇન્ડિયન ગોલ્ફ યુનિયન ટુર્નામેન્ટમાં 6થી 10 વર્ષના વર્ગમાં ચાર વખત વિજેતા રહેલ જાલંધરના રિભંવ શર્મા ભારતના સૌથી નાની વયના ગોલ્ફ ચેમ્પિયન બન્યા.
૬-આર. અશ્વિન ફરીથી ICC ટેસ્ટ ક્રિકેટ બોલિંગ રેન્કિંગમાં પ્રથમ.
૭-ભારતની સૌ પ્રથમ વોટર મેટ્રોનો કોચિમાં શુભારંભ કરવામાં આવ્યો.
૮-ફ્લિપ કાર્ટની ઓનલાઈન ફેશન રીટેલર મિંત્રાએ ઓનલાઈન ફેશન વેબસાઈટ જબોંગનું અધિગ્રહણ કર્યું.
૯-દેશમાં 2015 દરમિયાન કોઈ ઘટના કે બનાવ ન બનતાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને બ્રાઝિલને ઓરી મુક્ત દેશ જાહેર કર્યો.
૧૦-પૂર્વ રાજનાયિક અરૂંધતિ ઘોષનું નિધન થયું. ઘોષ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનાં રાજદૂત તરીકે કાર્ય બજાવી ચૂક્યાં છે. તેમણે સીટીબીટી પર વાર્તામાં ભારતના પક્ષને જોરદાર રીતે રજુ કર્યો હતો.
૧૧-બ્રિકસ નીતિ નિયોજન વાર્તાનું બિહાર રાજ્યની રાજધાની પટનામાં સમાપન થયું.
૧૨-કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાં કૌશલ વિકાસ યોજના `હિમાયત' માટે 1600 કરોડ રૂપિયા મંજૂર કર્યા. હિમાયત એ જમ્મૂ કાશ્મીરના બેરોજગાર યુવકો માટે આરંભ કરાયેલ ટ્રેનીંગ-પ્લેસમેન્ટ કાર્યક્રમ છે.
૧૩-બ્રાઝિલિયન વૈજ્ઞાનિકોએ મનુષ્યોમાં જીકા વાયરસનું સંચાર કરનાર એક અન્ય મચ્છર `કયૂલેકસ કુઈનકવેફસિયેટ્સ'ની શોધ કરી.
૧૪-સીએસઆઈઆર (council of scientific & amp; Industrial Research)ને વિશ્વનાં સરકારી સંસ્થાનોમાં 12મું સ્થાન મળ્યું. વિશ્વનાં મુખ્ય 100 વૈશ્વિક સંસ્થાનોમાં સ્થાન મેળવનાર આ ભારતનું એક માત્ર સંસ્થાન છે
૧૫-સંજીવ પુરી આઈટીસીના મુખ્ય સંચાલન અધિકારીના રૂપમાં નિયુક્ત.
૧૬-સૌર ઊર્જાથી ચાલતા સોલર ઈમ્પલ્સ-2એ વિશ્વનું ચક્કર લગાવીને આબુધાબીમાં સફળતાપૂર્વક લેન્ડીંગ કર્યું.
૧૭-નિશાનેબાજ માનવાદિત્ય રાઠોડે જુનિયર વિશ્વ કપમાં કાંસ્ય પદક જીત્યો.
૧૮-પ્રસિદ્ધ સંગીત ડાયરેક્ટર તેમજ ગાયક બપ્પી લહેરીને પશ્ચિમ બંગાળમાં મહાનાયક સન્માન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.
૧૯-ભારત સંયુક્ત રાષ્ટ ટ્રસ્ટ ફંડમાં ફાળો આપનાર પહેલો દેશ બન્યો. શાંતિ રક્ષકો દ્વારા જાતીય દુર્વ્યવહારનો ભોગ બનેલા પીડિતો માટે બનાવવામાં આવેલા એક ટ્રસ્ટ ફંડમાં ભારતે 1,00,000 અમેરીકી ડોલરનો ફાળો આપ્યો.
૨૦-ટેલિકોમ કંપની વેરીઝોન કમ્યુનિકેશને યાહૂનું 4.83 અરબ ડોલરમાં અધિગ્રહણ કર્યું.
રીયો ડી જાનેરોમાં થનારી ઓલિમ્પિક માટે રમત ગામનું ઉદઘાટન કરવામાં આવ્યું. આમાં 31 બિલ્ડિંગ છે, જેમાં કુલ 3,604 એપાર્ટમેન્ટ છે.
૨૧-મદ્રાસ સંગીત એકેડમીએ વાયોલિન વાદક એ. કન્યાકુમારીને પોતાના પ્રતિષ્ઠિત સંગીતા કલાનિધિ પુરસ્કારથી સન્માનિત કરવાની ઘોષણા કરી. એ. કન્યાકુમારી આ એકેડમીનો પુરસ્કાર મેળવનાર પ્રથમ વાયોલિન વાદક મહિલા છે.
૨૨-ભાજપા નેતા અને સાંસદ મીનાક્ષી લેખી લોકસભાના વિશેષાધિકાર સમિતિના અધ્યક્ષ નિયુક્ત. તેઓ એસ. એસ. અહલુવાલિયાનું સ્થાન લેશે.
૨૩-74 કિલો ફ્રીસ્ટાઈલ પહેલવાન નરસિંહ યાદવ, ભારતની ગોળા ફેંક (શોટ પુટ) ખેલાડી ઇન્દ્રજીત સિંહ રિયોના પ્રથમ ડોપ ટેસ્ટમાં ફેલ થયા.
૨૪-તમિલનાડુમાં દેશના પ્રથમ ગ્રીન રેલ કોરિડોરનો શુભારંભ થયો. આ પર્યાવરણ સંરક્ષણની દિશામાં એક મોટું પગલું છે. આની હેઠળ કુલ 114 કિમી લાંબી રામેશ્વરમ્-માનામદુરાઈ રેલ લાઈન પર ટ્રેઇન્સ બાયો-ટોયલેટથી સુસજ્જ હશે.
૨૫-ઉસેન બોલ્ટે લંડન એનિવર્સરી ગેમ્સમાં 200 મીટરનો સુવર્ણ ચંદ્રક જીત્યો. તેમના નામે 9.88 સેકન્ડમાં 100 મીટર અને 19.19 સેકન્ડમાં 200 મીટર દોડવાનો વિશ્વ રેકોર્ડ છે.
૨૬-વિમાનવાહક જહાજ INS ‘વિરાટનેવિમાંથી સેવા નિવૃત્ત. આ વિશ્વમાં એવું એક માત્ર લડાકુ વિમાન છે જે વિમાન વાહક જહાજનું વર્ટીકલ લેન્ડીંગ કરે છે અને માત્ર 100 મીટરથી ઓછા રનવે પર ટેકઓફ પણ કરે છે.
૨૭-લુઇસ હેમિલ્ટને હંગેરી ગ્રાં. પ્રી.નો ખિતાબ જીત્યો. તેમણે દરેક સીઝનમાં એક રેસ જીતી છે, આવું કરનાર તેઓ એક માત્ર ખેલાડી છે.
૨૮-પોલેન્ડમાં આયોજીત IAAF વિશ્વ અન્ડર-20 ચેમ્પિયનશિપ ભાલા ફેંક સ્પર્ધામાં 86.48 મીટર સાથે ભારતના એથ્લેટ નીરજ ચોપડાએ ભાલા ફેંકમાં સુવર્ણ ચંદ્રક જીત્યો અને વિશ્વ રેકોર્ડ બનાવ્યો. હરિયાણાના 18 વર્ષીય ચોપડા એથ્લેટિકસ (જુનિઅર અને સીનિઅર)માં વિશ્વ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બન્યા.
૨૯-આધુનિક ભારતીય કલાકાર એસ. એચ. રઝાનું નિધન થઇ ગયું. તેમણે ફ્રાન્સિસ ન્યૂટન સૂજા અને કે. એચ. આરા સાથે મળીને 1947માં બોમ્બે પ્રોગ્રેસીવ આર્ટીસ્ટ્સ ગૃપની સ્થાપના કરી હતી.
૩૦-અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ પહેલાં જ નેપાળના વડાપ્રધાન ખડગ પ્રસાદ ઓલીએ રાજીનામું આપ્યું.
૩૧-ભાજપાના લોકસભા સભ્ય ગણેશ સિંહ ભૂમિ અધિગ્રહણ વિધેયક સંયુક્ત સંસદીય સમિતિના અધ્યક્ષ નિયુક્ત. તેઓ એસ. એસ. અહલુવાલિયાનું સ્થાન લેશે.
૩૨-ફોર્ચ્યુન 500ની યાદીમાં વોલમાર્ટ ક્રમે. યાદીમાં ભારતની સાત કંપનીઓનો સમાવેશ. IOC 161મા સ્થાને અને ભારતની કંપનીઓ સૌથી ઉપર.
૩૨-કેન્દ્ર સરકારે ગંગા નદીની સફાઈ માટે દિશાનિર્દેશ તૈયાર કરવા માટે સમિતિની રચના કરી. માધવ ચિતાલે આ સમિતિના અધ્યક્ષ નિયુક્ત.
૩૩-SDSN અને બર્ટલ્સમેન સ્ટિફટંગ દ્વારા પ્રસ્તુત સતત વિકાસ સૂચકાંકમાં ભારત 110મા સ્થાને. યાદીમાં સ્વીડન ટોચ પર.
૩૪-નાસાના અંતરીક્ષ યાન કેપલરે 104 નવા ગ્રહોની શોધ કરી.
૩૫-વિરાટ કોહલી વેસ્ટ ઇન્ડીઝમાં પ્રથમ જ દાવમાં ટેસ્ટ શતક બનાવનાર પ્રથમ ભારતીય કેપ્ટન બન્યા.
૩૬-ડ્રોન વિમાનો દ્વારા વિશ્વના દૂરના વિસ્તારો સુધી ઈન્ટરનેટ પહોંચાડવાની દિશામાં ફેસબુકે સોલર ડ્રોન અકીલાનું પ્રથમ પરીક્ષણ કર્યું.
૩૭-વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશનાં વડાપ્રધાન શેખ હસીનાએ પેટ્રાપોલ એકીકૃત ચેક પોસ્ટ (આઈસીપી)નું ઉદઘાટન કર્યું. ભારત-બાંગ્લાદેશ વચ્ચે થનાર કુલ વેપારનો 50%થી વધુ અહીંથી જ પસાર થાય છે.
૩૮-વિશ્વની સૌથી મોટી પાયરેસી વેબસાઈટ કિકાસ ટોરેન્ટ્સબંધ થઇ. વેબસાઈટના ફાઉન્ડર આરટમ વોલિનની કોપીરાઇટ એક્ટના ઉલ્લંઘન, મની લોન્ડરિંગ હેઠળ યુએસ પોલીસે ધરપકડ કરી.
૩૯-ભારત અને મોઝામ્બિક વચ્ચે હવાઈ સેવા શરુ કરવા માટેની સમજુતીને મંજુરી આપવામાં આવી.
૪૦-અજય ભૂષણ પાંડે યુઆઈડીએઆઈના સીઈઓ નિયુક્ત. યુઆઈડીએઆઈના પ્રથમ સીઈઓ નંદન નીલેકણી હતા.
૪૧-એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થ વ્યવસ્થા હોવા છતાં ગ્લોબલ રીટાયરમેન્ટ સૂચકાંકમાં ભારત સૌથી અંતિમ સ્થાને છે. સ્વીત્ઝર્લેન્ડ પ્રથમ સ્થાને.
૪૨-ભારતીય બેડમિન્ટન ટીમના કોચ અને દ્રોણાચાર્ય પુરસ્કાર વિજેતા પુલેલા ગોપીચંદ ગ્રેટર નોયડામાં વિશ્વ સ્તરીય ગોપીચંદ બેડમિન્ટન એકેડમી સ્થાપિત કરશે. હૈદરાબાદ બાદ ઉત્તર ભારતમાં આ ગોપીચંદની પ્રથમ એકેડમી હશે.
૪૩-તુર્કીમાં તખ્તાપલટના નિષ્ફળ પ્રયત્ન બાદ રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને ત્રણ મહિનાની કટોકટી જાહેર કરી.
૪૪-કેનેડા મનુષ્યો પર જીકા વેક્સિનનો પ્રયોગ કરશે. અત્યાર સુધી આનો પ્રયોગ માત્ર ઉંદરો પર કરવામાં આવ્યો છે.
૪૫-બાબરી મસ્જિદ મુસ્લિમ પક્ષકાર ચચાના નામથી પ્રખ્યાત મોહમ્મદ હાશિમ અંસારીનું નિધન. હાશિમ અંસારી પાછલાં 60 વર્ષોથી બાબરી મસ્જિદ કેસ લડી રહ્યા હતા. વર્ષ 2014માં તેમણે કેસમાંથી પોતાનું નામ પાછુ લેવાની ઘોષણા કરી હતી.
૪૬-IRCTC રેલ યાત્રીઓ માટે પ્રતિ ટિકિટ 10 રૂપિયાથી પણ ઓછાના ન્યુનતમ પ્રીમીયમમાં 10 લાખ રૂપિયાનો વીમો ઉતરાવશે.
૪૭-જમ્મુ-કાશ્મીરનાં ન્યાયિક કેસ હવે દેશના બીજા હિસ્સાઓમાં ટ્રાન્સફર કરી શકાશે. બંધારણની કલમ 32, 136 અને 142માં પ્રાપ્ત શક્તિઓ હેઠળ સુપ્રીમ કોર્ટને આવો આદેશ આપવાનો અધિકાર છે.
૪૮-આર્થિક બાબતોની કેબિનેટ કમિટીએ (સીસીઈએ) કોચિન શિપયાર્ડ લિ.માં (સીએસએલ) 1799 કરોડ રૂપિયાનાં ખર્ચે નવા ડ્રાય ડોકના નિર્માણ માટે મંજુરી આપી.
૪૯-પર્યટન વિભાગે સ્વદેશ દર્શન યોજના હેઠળ હરિયાણા, રાજસ્થાનમાં કૃષ્ણા સર્કીટ માટે 195 કરોડ અને ગુજરાતમાં ગાંધી થીમ માટે 80 કરોડ રૂપિયાની પરિયોજનાઓને મંજુરી આપી. ગાંધી થીમ પર અમદાવાદ (કોચરબ આશ્રમ, સાબરમતી આશ્રમ, દાંડી પુલ), રાજકોટ (આલ્ફ્રેડ હાઈ સ્કુલ, કાબા ગાંધી નોડેલો, રાષ્ટ્રીય શાળા), પોરબંદર (કીર્તિ મંદિર), બારડોલી (સરદાર પટેલ સંગ્રહાલય) અને દાંડી (ગાંધી સ્મૃતિ રેલવે સ્ટેશન, કરાડી ગામ, દાંડી મેમોરિયલ) જેવાં સ્થળોને સામેલ કરવામાં આવેલ છે.
૫૦-રશિયાના વડાપ્રધાન દિમિત્રી મેદવેદેવે સોચ્ચિ શીતકાલીન ઓલિમ્પિક 2014નાં ડોપિંગ રિપોર્ટમાં નામ આવ્યા બાદ ઉપ ખેલમંત્રી યુરી નાગોરનિખને સસ્પેન્ડ કર્યા.
૫૧-નીટને બંધારણીય દરજ્જો આપવા સંબંધી વિધેયક લોકસભામાં પસાર. આથી નીટની મર્યાદામાં ખાનગી કોલેજો પણ આવશે. નીટ અંતર્ગત રાજ્યોની 85% અનામત રહેશે.
૫૨-ઉત્તર કોરિયાએ 500થી 600 કિમીની ક્ષમતાવાળાં ત્રણ બેલેસ્ટિક મિસાઈલ્સનું પ્રક્ષેપણ કર્યું.
૫૩-ડાબરે દક્ષિણ આફ્રિકન કોસ્મેટિક્સ ફર્મ ડિસ્કેરિયા ટ્રેડિંગનું અધિગ્રહણ કર્યું.
૫૪-રોહિત ખંડેલવાલ મિસ્ટર વર્લ્ડ ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય બન્યા.
૫૫-નીતિ આયોગ અને ઈન્ટેલે 10 અટલ ટિકરીંગ લેબોરેટરીઝ (એટીએલ) સ્થાપિત કરવા માટે હસ્તાક્ષર કર્યા. ૫૬-એટીએલની સ્થાપનાનો મુખ્ય હેતુ યુવાનોને ભવિષ્ય માટે ઇનોવેશન કૌશલ્ય પ્રદાન કરવાનો છે.
૫૭-રાજ્યસભાએ બાળશ્રમ પર પ્રતિબંધ અને વિનિયમન સુધારા વિધેયક 2016 પસાર કર્યું. આમાં ચૌદ વર્ષથી નાની વયનાં બાળકો પાસે કામ કરાવવવા પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. જેનું ઉલ્લંઘન કરવા બદલ બે વર્ષ જેલવાસની જોગવાઈ છે. પારિવારિક વ્યવસાયની બાબતમાં આમાં છૂટ આપવામાં આવી છે.
૫૮-ઇન્કમટેક્સ વિભાગે વિવિધ પરિયોજનાઓના અમલીકરણ માટે એલ એન્ડ ટી ઈન્ફોટેક લિ. સાથે એક એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા.
૫૯-દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ બોલર સ્ટીવ એલવર્દીને ઇંગ્લેન્ડ અને વેલ્સમાં આયોજિત થનાર 2019 વિશ્વકપના મેનેજિંગ ડિરેક્ટર નિયુક્ત કરવામાં આવ્યા.
૬૦-માછીમારોની સુરક્ષા અને ઉત્પાદકતા વધારનાર ઉપકરણ માટે ચેન્નઈના 14 વર્ષીય વિદ્યાર્થી અદ્વય રમેશે એશિયાનો ગુગલ કોમ્યુનિટી ઈમ્પેક્ટ એવોર્ડ જીત્યો.
૬૧-કોકા કોલાએ સર્વિતા સેઠીને ભારત તથા દક્ષિણ પશ્ચિમ એશિયાના નાણા ઉપાધ્યક્ષ નિયુક્ત કર્યા.
૬૨-ભારત સાથે ઘનિષ્ઠ સંબંધો બાંધવામાં ઉલ્લેખનીય કાર્ય બદલ ભારતીય મૂળના સિંગાપુરના ભૂતપૂર્વ રાષ્ટ્રાધ્યક્ષ એસ આર નાથન ત્રીજા દક્ષિણ એશિયન પ્રવાસી સંમેલન દરમ્યાન પ્રવાસી ભારતીય પુરસ્કારથી સન્માનિત.
૬૩-માલકોમ ટર્નબુલે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન તરીકે શપથ લીધા.
૬૪-ગુરુપ્રસાદ મોહપાત્રા ઇન્ડિયન એરપોર્ટ ઓથોરીટીના અધ્યક્ષ નિયુક્ત થયા.
૬૫-દેશની પ્રથમ અર્થક્વેક અર્લી વોર્નિંગ સિસ્ટમ હરિયાણા લોક પ્રશાસન, ગુડગાંવમાં વિકસાવવામાં આવી. આ ભૂકંપ આવ્યા પહેલાની 30 સેકન્ડ પહેલાં ચેતવણી આપશે.
૬૬-મોહમ્મદ કેફને છત્તીસગઢની પ્રથમ રણજી ટીમના કેપ્ટન અને મેન્ટર નિયુક્ત કરવામાં આવ્યા.
૬૭-મશહૂર ગાયિકા મુબારક બેગમનું નિધન. સદાબહાર ગીત કભી તન્હાઈઓમાં હમારી યાદ આયેગીને પોતાનો સૂર આપવા માટે જાણીતાં હતાં.
૬૮-સોફ્ટ બેંક દ્વારા ARM હોલ્ડિંગ્સનું 32 બિલિયન ડોલર્સમાં અધિગ્રહણ કરવામાં આવ્યું.
૬૯-સુપ્રીમ કોર્ટે BCCIમાં વહીવટી સુધારાઓની લોઢા સમિતિની ઘણીખરી ભલામણો મંજુર કરી જેમાં મંત્રીઓ, IAS અધિકારીઓ અને 70 વર્ષથી વધુ વયવાળાની પદાધિકારી બનવા પર રોક સામેલ છે. આને આરટીઆઈ આધિન બનાવવા અને ક્રિકેટમાં સટ્ટાખોરીને વ્યાજબી બનાવવાનો નિર્ણય સંસદ પર છોડ્યો.
૭૦-સ્પેસ એક્સે આઈએએસ (આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન) માટે વિશેષ ઉપકરણ મોકલવા માટે એક અનામ ડ્રેગન કાર્ગો કેપ્સ્યુલ પ્રક્ષેપિત કર્યું.
૭૧-યુનેસ્કોએ નાલંદા મહાવિહારના ભગ્નાવશેષને વર્લ્ડ હેરીટેજમાં સામેલ કર્યું. નાલંદા ભાગ્નાવશેષ વર્લ્ડ હેરીટેજમાં સામેલ થનાર બિહારની બીજી અને 33મી વિરાસત છે. આની સ્થાપના 450 ઈ.સ.માં ગુપ્ત વંશના શાસક કુમાર ગુપ્તે કરી હતી. 1193માં આક્રમણકારી બખ્તિયાર ખિલજીએ આને સળગાવી દીધી હતી.
૭૨-MITના વૈજ્ઞાનિકોએ ભારતીય ગામો માટે સસ્તી, સૌર ઊર્જા ચાલિત વોટર ટ્રીટમેન્ટ સિસ્ટમ વિકસાવી.
૭૩-ક્રિકેટર નવજોતસિંહ સિદ્ધુએ રાજ્યસભાની સદસ્યતાએથી રાજીનામું આપ્યું.
૭૪-નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે (NGT) દિલ્હીમાં 10 વર્ષ જૂની ડીઝલ ગાડીઓ પર તરત પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો.
૭૫-ન્યાયમૂર્તિ શાહની અધ્યક્ષતામાં કાળા ધન પર STI3 લાખથી વધુના રોકડ વ્યવહાર પર પ્રતિબંધ લગાડવાની ભલામણ કરી.
૭૬-73મી સિનિયર રાષ્ટ્રીય સ્ક્વોશ ચેમ્પિયનશિપમાં દીપિકા પલ્લીકલ કાર્તિકે મહિલાઓનો, સૌરવ ઘોષાલે પુરુષ એકલનો ખિતાબ જીત્યો.
૭૭-રેલ્વેએ કરાનો સામનો કરવા માટે ત્રિનેત્રનામનું યંત્ર વિકસાવ્યું જે ડ્રાઈવરને ગાઢ ધુમ્મસમાં પણ સરળતાથી ટ્રેક જોવામાં મદદ કરશે.
૭૮-18 જૂલાઈ 2016ના રોજ આંતરરાષ્ટ્રીય નેલ્શન મંડેલા ઉજવાયો.
૭૯-કેન્દ્રીય ખેલ મંત્રી વિજય ગોયલે ભારતની પ્રથમ મલ્ટી-સિટી મેરેથન ગ્રેટ ઇન્ડિયા રનમેરેથનનો ઇન્ડિયા ગેટથી શુભારંભ કર્યો. 21 દિવસ સુધી ચાલનારી આ મેરેથન સમગ્ર દેશમાં લગભગ 1480 કિમીનું અંતર કાપશે. દોડવીરોની ટીમનું નેતૃત્વ દિગ્ગજ મેરેથન દોડવીર અરુણ ભારદ્વાજે કર્યું.
૮૦-યુનેસ્કોએ ચંડીગઢના કેપિટલ કોમ્પલેક્ષ, નાલંદા વિશ્વ વિદ્યાલયનાં પુરાતાત્વિક સ્થળ અને સિક્કિમના કાંચનજંઘા નેશનલ પાર્કને વિશ્વ વિરાસત સ્થળોમાં સામેલ કરવા મંજુરી આપી.
૮૧-ભારતની પ્રથમ ઈ-કોર્ટ હૈદરાબાદ હાઈ કોર્ટમાં શરુ કરવામાં આવી. હૈદરાબાદ હાઈ કોર્ટ, આંધ્રપ્રદેશ તથા તેલંગાણા રાજ્યનું સહભાગી ઉચ્ચ ન્યાયાલય છે.
૮૨-બિહારની સુપર ૩૦ કોચિંગ સંસ્થાના પ્રમુખ આનંદ કુમાર લક્ષ્મીપત સિંઘાનિયા IIM, લખનઉ રાષ્ટ્રીય લીડરશીપ પુરસ્કારથી સન્માનિત.
૮૩-અબ્દુલ વાહિદ તનવીરે કોઇમ્બતુરમાં MRF રેલી જીતી.
૮૪-વેનેઝુએલાએ જરૂરી વસ્તુઓની ખરીદી માટે કોલંબિયા સાથે પોતાની સીમાઓ ખોલી.
૮૫-11મા એશિયા-યુરોપ બેઠક સંમેલનમાં ઉલાનબાટાર ઘોષણાપત્ર બહાર પાડવામાં આવ્યું. આ રાજનૈતિક ચર્ચા, વ્યાપક આર્થિક સહયોગ વધારવા અને સામાજિક-સાંસ્કૃતિક આદાનપ્રદાન માટે પ્રતિબદ્ધ છે.
૮૬-પેમા ખાંડૂ અરુણાચલ પ્રદેશના નવમા મુખ્યમંત્રી બન્યા. પ્રભારી રાજ્યપાલ તથાગત રોયે ખાંડૂને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા. તેઓ અરુણાચલ પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દોરજી ખાંડૂના પુત્ર છે.
૮૭-ભારતના પ્રસિદ્ધ મુક્કેબાજ વિજેન્દરસિંહે નવી દિલ્હીમાં આયોજિત WBO એશિયા પેસિફિક ખિતાબ જીત્યો.
૮૮-કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા માર્ગરેટ અલ્વા દ્વારા પોતાના વૈવિધ્યપૂર્ણ રાજનૈતિક જીવન પર લેખિત પુસ્તક કરેજ એન્ડ કમિટમેન્ટનું વિમોચન કરવામાં આવ્યું.
૮૯-કેરળ રાજ્યના તમામ મંદિરોએ 16 જૂલાઈના રોજ રામાયણ માસ ઉજવવાનું શરુ કર્યું. કેરળમાં કારક્કીદકમ (મલયાલમ કેલેન્ડરનો છેલ્લો માસ) રામાયણ માસ તરીકે ઉજવાય છે. મલયાલમમાં આને રામાયણ માસમ કહે છે.
૯૦-15 જૂલાઈ 2016ના રોજ વિશ્વ યુવા કૌશલ દિવસઉજવાયો.
૯૧-મધ્ય પ્રદેશ કેબિનેટે આનંદ વિભાગ બનાવવા મંજુરી આપી. દેશમાં પ્રથમ વખત આ પ્રકારનો વિભાગ બનશે. મુખ્ય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પ્રથમ આનંદ મંત્રી હશે. આ મુજબ લોકોના જીવનમાં આનંદ લાવવાની રીતો પર કામ કરવામાં આવશે. UNOના 2016ના રિપોર્ટ અનુસાર ભારત ખુશીની બાબતે 118મા નંબર પર છે. સ્વિત્ઝરલેન્ડના લોકો સૌથી વધુ ખુશ છે.
૯૨-અમેરિકન કંપની ટેરાપિને 218 મિલિયન ડોલર્સમાં ટ્રાવેલ પોર્ટલ યાત્રાનું અધિગ્રહણ કર્યું.
૯૩-ટાટા એડવાન્સ સિસ્ટમ્સે હેલિકોપ્ટર નિર્માણ માટે બેલ હેલિકોપ્ટર (અમેરિકા) સાથે મળીને કામ કરવા માટે સમજુતી કરી.
૯૪-ભારતીય નવલકથાકાર અમિતાભ ઘોષ દ્વારા લેખિત ધ ગ્રેટ ડીરેંજમેન્ટ : ક્લાઈમેટ ચેન્જ એન્ડ ધ અનથીન્કેબલનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પુસ્તક સાહિત્ય ક્ષેત્રે જળવાયુ પરિવર્તનને લખવામાં આવતી મુશ્કેલીઓ પર પ્રકાશ પડે છે.
૯૫-હરિકા દ્રોણાવલ્લીએ પ્રથમ ફિડે મહિલા ગ્રાં પ્રી ખિતાબ જીત્યો.
૯૬-વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને યુનિસેફે ભારતને માતૃ તથા નવજાત ટીટનેસ નિવારણ (MNTE) અને યાઝ (YAWS)-મુક્ત ઘોષિત કર્યું. ભારત પ્રથમ એવો દેશ છે જેને YAWS અને MNTE મુક્ત ઘોષિત કરવામાં આવ્યો.
૯૭-તુર્કી સંગીતકાર કુદસી એરુગ્નરને યુનેસ્કો દ્વારા આર્ટીસ્ટ ફોર પીસ (શાંતિ માટેના કલાકાર) નિયુક્ત કર્યા.
કેન્દ્ર સરકારે આવક ઘોષણા યોજના 2016 હેઠળ પેમેન્ટની સમય મર્યાદા 30 સપ્ટેમ્બર 2017 સુધી વધારીને ત્રણ હપ્તામાં ચુકવવાની મંજુરી આપી. પ્રભાવી કર દર 45% જ રહેશે.
૯૮-પેરુએ 11 રાજ્યોમાં જીકા કટોકટી જાહેર કરી. જીકા વાયરસ ફ્લાવિવિર્દે અને જીનસ ફ્લાવીવાયરસ વાયરસ પરિવારનો સભ્ય છે. આ દિવસમાં સક્રિય એડીઝ મચ્છરો દ્વારા ફેલાય છે.
૯૯-પાકિસ્તાનની ટેસ્ટ ટીમના કેપ્ટન મિસબાહ ઉલ હક ટેસ્ટ ક્રિકેટમાં સેન્ચુરી મારનાર સૌથી વયસ્ક (42 સાલ 47 દિવસ) કેપ્ટન બન્યા. તેમણે ઓસ્ટ્રેલિયાના બોબ સિમ્પસનનો રેકોર્ડ તોડ્યો.
૧૦૦-ભારતના હોકીના ઓલિમ્પિક રજત ચંદ્રક વિજેતા જો આંટચનું નિધન.
૧૦૧-દાળની અછતની સમસ્યાનો સામનો કરવા માટે અરવિંદ સુબ્રમણ્યમ સમિતિની રચના કરવામાં આવી.
૧૦૨-કેન્દ્રીય કેબિનેટે એનબીસીસીમાં 15% વિનિવેશને મંજુરી આપી.
૧૦૩-કેન્દ્ર સરકારે યુદ્ધરત દક્ષિણ સુડાનની રાજધાની જુબામાં ફસાયેલ ભારતીય નાગરિકોને કાઢવા માટે ઓપરેશન સંકટ મોચન શરુ કર્યું. આની અધ્યક્ષતા વિદેશ રાજ્યમંત્રી વી. કે. સિંહ કરી રહ્યા છે.
૧૦૪-કેન્દ્રીય કેબિનેટે આગામી ચાર વર્ષો (2016-2020) દરમ્યાન એક કરોડથી વધુ લોકોને કૌશલ તાલીમ આપવા માટે 12 હજાર કરોડ રૂપિયાના ખર્ચ સાથે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના (PMKVY)ને મંજુરી આપી.
૧૦૫-ધ રાઈઝ ઓફ ધ વેસ્ટમાં વિશ્વની સભ્યતાઓની જાણકારી આપનાર ઇતિહાસકાર વિલિયમ એચ મેકનીલનું નિધન.
૧૦૬-અશોક પટનાયક રાષ્ટ્રીય ગુપ્ત ગ્રિડ (નેટગ્રિડ)ના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) નિયુક્ત.
૧૦૭-કન્ઝર્વેટીવ પાર્ટીનાં સાંસદ થેરેસા મે બ્રિટનનાં બીજાં મહિલા વડાપ્રધાન બન્યાં.
૧૦૮-રુદ્રનીલ સેન ગુપ્તા દ્વારા લેખિત બોક્સર વિજેન્દર ગુપ્તાના જીવન પર આધારિત પુસ્તક રિંગસાઈડ વિધ વિજેન્દરનું લોકાર્પણ કરવામાં આવ્યું.
૧૦૯-સ્થાઈ મધ્યસ્થતા ન્યાયાલયે દક્ષિણ ચીન સાગરના સમુદ્રી વિવાદમાં ફિલીપીન્સના પક્ષમાં નિર્ણય આપ્યો.
૧૧૦-કે. વી. આર. મૂર્તિને જ્યુટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિ.ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
૧૧૧-ભારતીય મૂળના વૈજ્ઞાનિક અને પ્રોફેસર ડૉ. કિંશુકને અમેરિકાની યુનિવર્સિટી ઓફ નોર્થ ટેક્સાસ કોલેજ ઓફ ઇન્ફોર્મેશનના ડીન નિયુક્ત કરવામાં આવ્યા.
૧૧૨-એસબીઆઈએ ફિનટેક ઉદ્યમો માટે IIT બોમ્બે સાથે સમજુતી કરી.
૧૧૩-સુપ્રીમ કોર્ટે અરુણાચલ પ્રદેશમાં કોંગ્રેસની સરકારને ફરીથી બહાલ કરવાનો આદેશ આપ્યો.
૧૧૪-કેન્દ્રીય અલ્પ સંખ્યક કાર્ય મંત્રી નજમા હેપતુલ્લાએ કેન્દ્રીય મંત્રી પરિષદમાંથી રાજીનામુ આપ્યું.
૧૧૫-ભારત અને બાંગ્લાદેશે 1320 મેગાવોટના કોલસા સંચાલિત રામપાલ પાવર સ્ટેશનના નિર્માણ માટે સમજુતી પર હસ્તાક્ષર કર્યા. આ બાંગ્લાદેશનો સૌથી મોટો ઊર્જા પ્લાન્ટ હશે. આને મૈત્રી સુપર થર્મલ પાવર પ્રોજેક્ટ પણ કહે છે.
૧૧૬-નેવી અધ્યક્ષ એડમિરલ સુનીલ લામ્બાએ વિશાખાપટ્ટનમમાં INS કર્ણનું ઉદઘાટન કર્યું. INS કર્ણ મરીન કમાન્ડો (માર્કોસ) માટે સમર્પિત બેઝ છે. માર્કોસ નેવીની સ્પેશિયલ ઓપરેશન ફોર્સ છે.
૧૧૯-ડી. રાજકુમાર ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (BPCL) અને ઉત્પલ બોરા ઓઈલ ઇન્ડિયા લિ.ના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર નિયુક્ત.
૧૨૦-સાહિત્યકાર રઘુવીર ચૌધરી 51મા જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત. તેમની પ્રસિદ્ધ રચનાઓમાં અમૃતા, અંતર્વાસ, પૂર્વરંગ, તમાશા અને વૃક્ષ પતનમા (કવિતા સંગ્રહ) પ્રમુખ છે.
૧૨૧-વિમ્બલડન 2016ના વિજેતા : પુરુષ એકલ - એંડી મુર્રે, મહિલા એકલ - સેરેના વિલિયમ્સ, પુરુષ યુગલ - પિયરે હ્યૂગસ હર્બર્ટ અને નિકોલસ માહુત, મહિલા યુગલ - સેરેના વિલિયમ્સ અને વિનસ વિલિયમ્સ, મિશ્રિત યુગલ - હીથર વોટ્સન અને હેનરી કોન્ટીને.
૧૨૨-સુશીલા કાર્કી નેપાળનાં પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ બનશે. કાર્કી ન્યાયપાલિકામાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ શૂન્ય સહિષ્ણુતા માટે જાણીતાં છે.
૧૨૩-11 જૂલાઈ, 2016ના રોજ વિશ્વ જનસંખ્યા દિવસઉજવાયો.
૧૨૪-કેન્દ્ર સરકારે મોતીહારીમાં (બિહાર) કૃષિ અને ડેરી વિકાસ કેન્દ્રની સ્થાપના કરી. ભારત દૂધના ઉત્પાદનમાં દુનિયામાં પ્રથમ છે.
૧૨૫-ભૂતપૂર્વ ભારતીય ફૂટબોલ ખેલાડી અને ભારતના પ્રથમ પ્રોફેશનલ ફૂટબોલ કોચ અમલ દત્તાનું નિધન થઇ ગયું.
૧૨૬-પોર્ટુગલે ફ્રાન્સને હરાવીને પ્રથમ વખત યુરો કપ જીત્યો. ટુર્નામેન્ટમાં સર્વાધિક છ ગોલ કરનાર ફ્રાન્સના ગ્રિજમેનને ગોલ્ડન બુટ એવોર્ડ આપવામાં આવ્યો.
૧૨૭-સંજય ગુપ્તા કોંકણ રેલ્વે કોર્પોરેશન લિ.ના CMD નિયુક્ત.
૧૨૮-વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ જેકબ જૂમા વચ્ચે ઇન્ફોર્મેશન એન્ડ ટેલીકોમ ટેકનોલોજી,પર્યટન, નવોન્મેષ, કલા તથા સંસ્કૃતિમાં સહયોગ જેવી સમજૂતીઓ પર હસ્તાક્ષર.
૧૨૯-કેરળમાં LDF સરકારે જંક ફૂડપર અંકુશ મુકવાના હેતુથી જંક ફૂડ પર 14.5% ‘ફેટ ટેક્સલગાવ્યો.
૧૩૦-ભારતીય મર્ચન્ટ નેવીનાં પ્રથમ મહિલા કેપ્ટન રાધિકા મેનન ‘IMO એવોર્ડજીતનાર વિશ્વનાં પ્રથમ મહિલા બન્યાં. તેમને આ પુરસ્કાર એક ડૂબતી નૌકામાંથી સાત માછીમારોને બચાવવા માટે આપવામાં આવ્યો.
૧૩૧-પાકિસ્તાનના સમાજ સેવક, ઇધી ફાઉન્ડેશનના સંસ્થાપક અબ્દુલ સત્તાર ઇધીનું નિધન થઇ ગયું. ઇધી ફાઉન્ડેશન અનાથ બાળકો અને વૃદ્ધો માટે કેન્દ્રનું સંચાલન કરે છે.
૧૩૨-પુરુષોત્તમ રૂપાલાએ કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી તરીકે પદભાર ગ્રહણ કર્યો.
૧૩૩-ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર નાસિર હુસેને સૌથી ઊંચો કેચ પકડ્યો. સ્પર્ધામાં બેટકેમ ડ્રોનની મદદથી બોલને 160 ફીટની ઊંચાઈએથી પાડવામાં આવ્યો.
૧૩૪-જીનેવા સ્થિત વિશ્વ આર્થિક મંચ (WEF) દ્વારા પ્રસ્તુત ઇન્ડેક્સ અનુસાર ડિજીટલ અર્થવ્યવસ્થા માટેની તૈયારીઓની સુચિમાં ભારત 91મા સ્થાને. સુચિમાં સિંગાપુર ટોચ પર.
૧૩૫-ગુગલે ફ્રાન્સીસી સ્ટાર્ટઅપ મૂડસ્ટોક્સને ખરીદવાની ઘોષણા કરી.
૧૩૬-SBIએ ફેસબુક અને ટ્વિટરના ઉપયોગકર્તાઓ માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ SBI Mingle લોન્ચ કર્યું. આ ગ્રાહકોને બેન્કિંગ સેવાઓની સુવિધા પૂરી પાડશે.
૧૩૭-વૈજ્ઞાનિકોએ ટેરેંટુલાનું (કરોળિયાની પ્રજાતિ) નામ 1982ના સાહિત્યમાં નોબલ પુરસ્કાર વિજેતા ગ્રાબેલ ગ્રેશિયા માર્વિક્સના નામ પર કાનકુઆમો માર્ક્વેજી રાખ્યું.
૧૩૮-એસ્સેલ ગ્રુપની શિક્ષણ શાખા, જી લર્ને દેબશંકર મુખોપાધ્યાયને મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) નિયુક્ત કર્યા.
૧૩૯-ભારતીય જીમ્નાસ્ટ દીપા કરમાકરને આંતરરાષ્ટ્રીય જીમ્નાસ્ટીક્સ ફેડરેશન દ્વારા વર્લ્ડ ક્લાસ જીમ્નાસ્ટતરીકે નોમીનેટ કરવામાં આવ્યાં. તેઓ આ સન્માન પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય જીમ્નાસ્ટ બન્યાં.
૧૪૦-કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નવી દિલ્હીમાં નેશનલ ગ્રીન રાજમાર્ગ મિશન (NRHM) શરુ કર્યું. 1500 કિમી લાંબા રાજમાર્ગો પર વૃક્ષારોપણની શરૂઆત કરવામાં આવી.
૧૪૧-ભારત અને મોરેશિયસ વચ્ચે ગ્રામ્ય વિકાસ અને ગરીબી નિવારણ માટે MOU.
૧૪૨-ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઇન્ડિયાએ (TRAI) રીઅલ ટાઈમ મોબાઈલ ઇન્ટરનેટ સ્પીડ માપવા માટે માયસ્પીડ નામની એપ શરુ કરી.
૧૪૩-નાણાકીય વર્ષની વ્યવહારિકતા પારખવા માટે આચાર્ય સમિતિની રચના કરવામાં આવી.
દવાઓના ઓનલાઈન સ્ટોર વન એમજી ટેકનોલોજીઝે લેબ એગ્રીગેટર મેડનું અધિગ્રહણ કર્યું.
૧૪૪-રાજસ્થાન પાર્ટટાઈમ શ્રમિકો માટે ન્યુનતમ વેતન લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું.
૧૪૫-રેત કલાકાર સુદર્શન પટનાયકે ઓરિસ્સાના પુરીના તટ પર રેતના 100 રથ બનાવીને નવો વિશ્વ વિક્રમ સ્થાપ્યો.
૧૪૬-સુપ્રીમ કોર્ટ ગ્રીન પેનલે ડીઝલ વાહનો પર 20થી 22% ઉપકર લગાવવાની ભલામણ કરી.
૧૪૭-આદિત્ય બિડલા ફેશન એન્ડ રીટેલ કંપનીએ ભારતીય બજારમાં કપડાની વૈશ્વિક બ્રાન્ડ ફોરએવર 21’નું અધિગ્રહણ કર્યું.
૧૪૮-વિશ્વનો સૌથી મોટો રેંટિયો ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, નવી દિલ્હીમાં સ્થાપવામાં આવ્યો. આને અમદાવાદના 42 મિસ્ત્રીઓના એક દળ દ્વારા 55 દિવસોમાં બનાવવામાં આવ્યો છે.
૧૪૯-પેરા-સ્વિમર નિરંજન મુકુંદને IWS વિશ્વ રમતોત્સવમાં આઠ પદક જીત્યા.
૧૫૦-ઓસ્ટ્રેલિયાની પ્રતિષ્ઠિત યુનિવર્સીટી ન્યુ સાઉથ વેલ્સે ભૂતપૂર્વ ભારતીય રાજદૂત અને લેખક અમિત દાસ ગુપ્તાને ભારતમાં ડિરેક્ટર નિયુક્ત કર્યા.
૧૫૧-નાસાનું માનવ રહિત સ્પેસક્રાફ્ટ જુનોપાંચ વર્ષની લાંબી યાત્રા કાપીને ગુરુની કક્ષામાં પહોંચી ગયું. જુનો ટેનિસ કોર્ટના જેવા આકારનું એક અંતરિક્ષ યાન છે. આનો ઉદ્દેશ્ય ગુરુના વિકિરણ બેલ્ટમાં પ્રવેશ ને આ ગ્રહનો અભ્યાસ કરવાનો છે.
૧૫૨-ભારતના પ્રથમ કોમર્સિયલ કોર્ટ તથા ડીસ્પ્યુટ રીઝોલ્યુશન સેન્ટરનું છત્તીસગઢમાં ઉદઘાટન કરવામાં આવ્યું.
૧૫૩-જવાહરલાલ નહેરુ બંદર દરેક કન્ટેનરની રીસીપ્ટનું રેડિઓ ટેગિંગ અને લોજીસ્ટીક ડેટા રાખનાર દેશનું પ્રથમ બંદર બન્યું.
૧૫૪-અન્નુ રાનીએ 56મી નેશનલ સ્ટેટ સિનીયર એથ્લેટિકસ ચેમ્પિયનશીપમાં 59.87 મીટરના અંતરે ભાલો ફેંકીને રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો.
૧૫૫-ઊર્જાની બચત અને ઊર્જા દક્ષતા પર બ્રિકસ કાર્ય સમૂહની પ્રથમ બેઠક વિશાખાપટ્ટનમમાં યોજાઈ.
૧૫૬-ગુવાહાટી, આસામમાં આયોજિત બ્રિકસ યુવા શિખર સંમેલન 2016 સમાપ્ત થઇ ગયું. આ સંમેલનની થીમ હતી‘Youth as bridge for Intra-BRICS Exchanges’.
૧૫૭-લિંડા બર્ની ઓસ્ટ્રેલિયાના સંસદના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ (લોઅર હાઉસ) માટે ચૂંટાનારાં પ્રથમ સ્વદેશી મહિલા બન્યાં.
૧૫૮-ભારતીય ફૂટબોલર ગુરપ્રીત સિંહ સંધૂ યુરોપા લીગમાં રમનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યા.
૧૫૯-મર્સિડીઝના બ્રિટીશ ડ્રાઈવર લુઇસ હેમિલ્ટને ફોર્મ્યુલા વન ઓસ્ટ્રિયા ગ્રાં. પ્રી. રેસ જીતી.
૧૬૦-શોધકર્તાઓએ દાવો કર્યો કે એન્ટાર્કટિકા પર પૃથ્વીના ઓઝોન છેદના વિસ્તારમાં વર્ષ 2000ની તુલનાએ 2015માં લગભગ 4 મિલિયન વર્ગ કિમી, (લગભગ ભારતના ક્ષેત્રફળ જેટલો) ઘટાડો થયો.
૧૬૧-હવાઈમાં દુનિયાનો સૌથી મોટો આંતરરાષ્ટ્રીય સમુદ્રી અભ્યાસ RIMPAC 2016 શરુ થયો. આ અભ્યાસમાં 26 દેશો ભાગ લઇ રહ્યા છે.
૧૬૨-રમતગમત અને યુવા બાબતોના મંત્રાલયે ભારતીય પેરાલમ્પિક સમિતિ (પીસીઆઈ)ને મંજુરી આપી. આ સમિતિ પેરાલમ્પિક રમતો માટે ખેલાડીઓની પસંદગી કરે છે.
૧૬૩-સબમરીન INS તરાસાનું જલાવતરણ કરવામાં આવ્યું. આ અધિકતમ 35 નોટ પર કલાકની ગતિથી ચાલી શકે છે. આની પર 30 MM તોપ લગાવી શકાય છે.
૧૬૪-ભારતનું પ્રથમ એકીકૃત સુરક્ષા સંચાર નેટવર્ક શરુ કરવામાં આવ્યું. આ નેટવર્ક દેશભરમાં ફેલાયેલ 111 પ્રતિષ્ઠાનોને આવરે છે અને ઉચ્ચ ગુણવત્તા વાળી અવાજ, વિડિઓ, ડેટા સેવાઓ પૂરી પાડે છે.
૧૬૫-એચડીએફસી બેંકે દેશની પ્રથમ એસએમઈ બેંક લોંચ કરી. નાના અને મધ્યમ વેપારીઓ (SME)ને હવે લોન લેવા માટે બ્રાન્ચમાં જવાની જરૂર નહિ રહે.
૧૬૬-ભારતે મધ્યમ અંતરની પૃથ્વીથી હવામાં માર કરનારી મિસાઈલ, બરાક-8નું સફળતાપુર્વક પરીક્ષણ કર્યું.
સ્વદેશ નિર્મિત હલકા લડાકુ વિમાન (એલસીએ) તેજસને ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યું. આ હલકું લડાકુ વિમાન છે જે 50000 ફીટની ઊંચાઈ સુધી ઉડાન ભરી શકે છે. આનું વજન 6560 કિગ્રા છે.
કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી સ્મૃતિ ઝુબીન ઈરાનીએ અધ્યાપક શિક્ષા પોર્ટલ પ્રશિક્ષકનો શુભારંભ કર્યો. આને ડીઆઈઈટીને સશક્ત કરવા અને દેશની શિક્ષણ પ્રથામાં શ્રેષ્ઠ અધ્યાપક પ્રદાન કરવાના હેતુથી શરુ કરવામાં આવેલ છે.
રોડ્રીગો દુર્તેતેએ ફિલીપીન્સના 16મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા.
ભારતના સમીર મોને 100 મીટર ડેશ 10.60 સેકન્ડમાં પૂર્ણ કરી 56મી રાષ્ટ્રીય ઇન્ટર સ્ટેટ એથ્લેટિકસ ચેમ્પિયનશિપનો સુવર્ણ ચંદ્રક જીત્યો. આ સાથે જ સમીર દેશના સૌથી ઝડપી દોડનાર એથ્લીટ બન્યા.
1 જૂલાઈના રોજ રાષ્ટ્રીય ડોક્ટર દિવસ ઉજવાયો. આ દિવસ મહાન ચિકિત્સક ડૉ. બિધાન ચંદ્ર રોયના સન્માનમાં ઉજવાય છે.
ભારતીય પોસ્ટે માય સ્ટેમ્પયોજના પ્રારંભ કરી. કોઈ પણ વ્યક્તિ કે કોર્પોરેટ યુનિટ હવે 12 લાખ રૂપિયામાં પોસ્ટ ટિકિટમાં પોતાનો ફોટો કે લોગો છપાવી શકે છે.
વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીની ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં તેઓ 1961થી 1982 વચ્ચે કલા શિક્ષક રહ્યા.
પસિદ્ધ ચિત્રકાર, લેખક, પદ્મ વિભૂષણથી સન્માનિત કે. જી. સુબ્રમણ્યમનું નિધન.
ભારતીય મૂળના રાજેશ અગ્રવાલ લંડનના ડેપ્યુટી મેયર નિયુક્ત.
સુઝુકી મોટર કોર્પોરેશને તોશિહિરો સુઝુકીને સીઈઓ નિયુક્ત કર્યા.


No comments:

Post a Comment

मनोविज्ञान के 40 रोचक तथ्य

मनोविज्ञान के 40 रोचक तथ्य 1. यदि आप चाहते हो कि कोई आपकी बात ध्यान से सुनें तो बात की शुरूआत इस वाक्य से करो: “ मैं आपको यह बताना तो ...