Tuesday, 27 September 2016

હેતુઓ

હેતુઓ

સ્‍ટેટ ફોરેસ્‍ટ ડેવલપમેન્‍ટ એજન્‍સી, ગુજરાત રાજ્યની તમામ વન વિકાસ એજન્‍સીના ફેડરેશન તરીકે સ્‍ટેટ ફોરેસ્‍ટ ડેવલપમેન્‍ટ એજન્‍સી, ગુજરાત સ્‍વતંત્ર સંસ્‍થા તરીકે નીચેના મુખ્‍ય ઉદ્દેશો સિધ્‍ધ કરવા કામ કરશે.
Objectives
  • જંગલ વિસ્‍તારમાં તથા અન્‍ય વિસ્‍તારોમાં લોક સહકારથી સેન્‍ટ્રલી સ્‍પોન્‍સર્ડ સ્‍કીમ તથા સેન્‍ટ્રલ સેકટરની યોજનાઓ સહિત તમામ યોજનાઓ અન્‍વયે રીજનરેશન વિકાસ અને વ્‍યવસ્‍થા માટે જરૂરી તમામ કામગીરી તથા તેને લગતી નિતીવિષયક પ્રોગ્રામ તથા પ્રોજેકટને લગતી કામગીરી કરી શકશે.
  • એસ. એફ. ડી. એ. સોંપેલ વનીકરણ અને તેને સંલગ્‍ન્‍ કામગીરી કરી શકશે.
  • એસ. એફ. ડી. એ. ને સંબંધિત એફ.ડી. એ મારફતે વનીકરણ અને તેને સંલગ્‍ન કામગીરી ના પ્રોજેકટ નીચેના હેતુસર બનાવી શકશે તથા અમલ કરાવી શકશે.
    • સહભાગી વન વ્‍યવસ્‍થાના વિસ્‍તારોના વન સંશાધનો સાતત્‍યપ્‍ૂર્ણ કાયમી ઉત્‍પાદન થઇ શકે તે રીતે વિકાસ અને વ્‍યવસ્‍થામાં મદદરૂપ થવું.
    • જંગલ અને વૃક્ષોની ગીચતા સુધારવા માટે.
    • જંગલ વિકાસ અને વ્‍યવસ્‍થામાં વિકેન્‍દ્રીકરણ અને લોકસહકારને પ્રોત્‍સાહન મળે તે માટેની કામગીરી.
    • જંગલના સરહદ વિસ્‍તારના લાંબા ગાળાના લોકસહકારને સૃદ્રઢ બનાવવાની કામગીરી.
    • જમીનની ઉત્‍પાદકતા તથા ફળદ્રુપતા વધે તે માટે વિવિધ વિસ્‍તારોમાં ભૂમિ અને ભેજ સંરક્ષણના કામો કરવા.
    • કુદરતી સ્‍ત્રોતોના વિકાસ અને વ્‍યવસ્‍થાપન સાથે સંકળાયેલ સ્‍થાનિક સ્‍ટાફ તથા સહરદ વિસ્‍તારના લોકોની આવડત / કુશળતામાં વધારો કરવા
    • જંગલ આધારિત માઇક્રો એન્‍ટરપ્રાઇઝ (ઉદ્યોગ) ના વિકાસ માટેની કામગીરી.
    • પ્રગતિની સમીક્ષા અને સ્‍વતંત્ર મોનીટરીંગ (આ:તરિક તથા કેન્‍દ્રીય) ની કામગીરી તથા અવલોકન.
    • બીન જંગલ વિસ્‍તારમાં વૃક્ષ વાવેતર વધે તેવી સંલગ્‍ન કામગીરી.
    • કેન્‍દ્ર સરકાર, રાજ્ય સરકાર તથા અન્‍ય ફંડીગ એજન્‍સીની નાણાંકીય સહાયથી અને પરસ્‍પ્‍ર સહકારથી ઓછી ઉત્‍પાદકતા અને મુશ્‍કેલ વિસ્‍તારોના વિકાસ અને પુનઃસ્‍થાપનની કામગીરી.
    • રાજ્ય સરકાર અથવા કેન્‍દ્ર સરકાર તરફથી જે કંઇ અન્‍ય કામગીરી સોંપવામાં આવે તે
    • જંગલ અને જંગલ સંલગ્‍ન કામગીરી સિવાયની અન્‍ય કામગીરી કે જેનાથી જંગલની આસપાસના લોકોના તથા જંગલ આધારિત લોકોના ઉન્‍નતિ અને વિકાસ થાય.
    • ઉપરોકત તમામ હેતુઓ સિદ્ધ કરવા માટે એસ.એફ.ડી.એ. કામગીરીને અગ્રતાક્રમ આપવા, સુધારો કરવા, ફેરફાર કરવા, મંજુર કરવા, માર્ગદર્શન આપવા, મોનીટરીંગ અને મુલ્‍યાંકન કરવાની ત મામ સત્તાઓનો ઉપયોગ કરશે.
    • સ્‍ટેટ ફોરેસ્‍ટ ડેવલપમેન્‍ટ એજન્‍સી, ગુજરાત દ્વારા નૈસર્ગિક સ્‍થળોની આજુબાજુના વિસ્‍તારોની પુનઃસ્‍થાપનને જરૂરી અગ્રતા આપશે.

No comments:

Post a Comment

मनोविज्ञान के 40 रोचक तथ्य

मनोविज्ञान के 40 रोचक तथ्य 1. यदि आप चाहते हो कि कोई आपकी बात ध्यान से सुनें तो बात की शुरूआत इस वाक्य से करो: “ मैं आपको यह बताना तो ...