Tuesday, 27 September 2016

અવારનવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

અવારનવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

કાયદાકીય દ્રષ્ટીએ જંગલના પ્રકાર શું છે?
કાયદાકીય દ્રષ્ટીએ જંગલને ત્રણ પ્રકારે વર્ગીકૃત કરાયાં છે.
  • આરક્ષિત જંગલ
  • સંરક્ષિત જંગલ
  • બિન-વર્ગીકૃત જંગલ
આરક્ષિત જંગલ એટલે શું?
આરક્ષિજ જંગલ એ એક એવો જંગલ વિસ્તાર છે, જેને ઇન્ડિયન ફોરેસ્ટ એક્ટ (IFA) ની કલમ-4થી કલમ- 19 અંતર્ગત અધિકારો મુદ્દે સમાધાનની જરૂરી નિયત પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ઇન્ડિયન ફોરેસ્ટ એક્ટ-1927 (IFA)ની કલમ-20 અઁતર્ગત આરક્ષિત જાહેર કરાયેલો વિસ્તાર. તમામ કાયદાકીય વર્ગીકૃત જંગલોમાં આ પ્રકારનો જંગલ વિસ્તાર સૌથી વધુ સંરક્ષિત જંગલ વિસ્તાર છે.
સંરક્ષિત જંગલ એટલે શું?
સંરક્ષિત જંગલ એટલે ઇન્ડિયન ફોરેસ્ટ એક્ટ-1927 (IFA)ની કલમ-29 અઁતર્ગત જાહેર કરાયેલો એવો વિસ્તાર જેમાં IFA હેઠળ અધિકારોના સમાધાનની પ્રક્રિયા બાકી હોય. આ જંગલ વિસ્તાર તમામ કાયદાકીય વર્ગીકૃત જંગલોમાં દ્વીતીય ક્રમનો સંરક્ષિત જંગલ વિસ્તાર છે.
બિન-વર્ગીકૃત જંગલ એટલે શું?
બિન-વર્ગીકૃત જંગલ એટલે એવો જંગલ વિસ્તાર કે જેની જંગલ તરીકે ઇન્ડિયન ફોરેસ્ટ એક્ટ-1927 (IFA) હેઠળ રચના કરવાનો હેતુ રાજ્ય સરકારે જાહેર કર્યો હોય અને IFA અંતર્ગત અધઇકારો સંબંધીત પ્રક્રિયા બાકી હોય. આ તમામ કાયદાકીય વર્ગીકૃત જંગલોમાં આ પ્રકારનો જંગલ વિસ્તાર સૌથી ઓછો સંરક્ષિત જંગલ વિસ્તાર છે.
જંગલોના પ્રકારો એ શું છે?
રાજ્યમાં કૃષિ-આબોહવા આધારિત ઝોન વિવિધ પ્રકારના જંગલો (આશ્રયસ્થાનો-વસાહતો)માં વિકસેલી જીવસૃષ્ટિની વૈવિધ્યતા દર્શાવે છે.
ચેમ્પિયન અને શેઠ ક્લાસીફીકેશન સીસ્ટમ પ્રમાણે 16 પૈકી મોટાભાગના જંગલોના પ્રકાર ભારતમાં જોવા મળે છે, ચાર મુખ્ય પ્રકારના જંગલો ગુજરાતમાં જોવા મળે છે.
ગુજરાતમાં મુખ્યત્વે કયા પ્રકારના જંગલો જોવા મળે છે?
ગુજરાતમાં નીચે પ્રમાણે ચાર પ્રકારની વન્ય જીવસૃષ્ટી જોવા મળે છે.
  • પ્રકાર 3B ઉષ્ણકટિબંધીય ભેજવાળા પાનખર જંગલો
  • પ્રકાર 4B દરિયાકાંઠા અને ભેજવાળી પોચી જમીનનાં જંગલો
  • પ્રકાર 5A ઉષ્ણકટિબંધીય સુકા પાનખર જંગલો
  • પ્રકાર 6B ઉત્તરીય ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો
જંગલોને કેવી રીતે વિવિધ પ્રકારોમાં વર્ગીકૃત કરાયાં છે?
જંગલોને વિવિધ પ્રકાર અને પેટા-પ્રકારો વનસ્પતિસૃષ્ટીની વિસ્તૃત લાક્ષણિકતાઓના આધારે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. .
રાજ્યમાં મુખ્યત્વે કેટલા પેટા-પ્રકારના જંગલો મળી આવે છે?
રાજ્યના જંગલોને મુખ્યત્વે 11 શ્રેણીમાં વિભાજીત કરવામાં આવ્યા છે, જે આ પ્રમાણે છેઃ
  • ભેજવાળા પાનખર જંગલો
  • થોડાક ભેજવાળા સાગના જંગલો
  • સુકા સાગના જંગલો
  • અતિ સુકા સાગના જંગલો
  • અતિ સુકા પાનખર જંગલો
  • અતિ ખરાઉ ઝાડી-ઝાંખરા ધરાવતા જંગલો
  • ઉષ્ણકટિબંધીય સુકા પાનખર જંગલો
  • સુકા મિશ્ર પાનખર અને ઉષ્ણકટિબંધીય જંગલો
  • રણ કાંટાળા ઝાડી-ઝાંખરા ધરાવતા જંગલો
  • ઘાસીયા જંગલો
  • મેન્ગ્રોવ જંગલો
જંગલ વિસ્તાર (આવરણ) શું છે?
ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા (FSI) એ વન આવરણની ચકાસણી હાથ ધરે છે અને બે વર્ષના અંતરાલ બાદ તેમાં ફેરફાર કરે છે. ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા કરાતી આકારણીમાં તમામ જમીનો કે જેમાં વૃક્ષોના આવરણની ગીચતા 10 ટકા અને તેનાધી વધુ હોય અને જમીન વિસ્તાર ઓછોમાં ઓછો 1 હેકટર હોય તેવી જમીનોનો સમાવેશ કરવામાં આવે છે.FSIના વન આવરણમાં માલિકીપણાં, જમીનનો ઉપયોગ અને કાયદાકીય સ્થિતિ પ્રમાણે તમામ પ્રકારની જમીનો સમાવેશ કરાય છે.
વન આવરણની આકારણી કેવી રીતે કરાય છે?
FSI દ્વારા LISS-IIIના સેટેલાઇટ આધારિત રીમોટ સેન્સીંગ ડાટાના ઉપયોગ વડે વન આવરણની આકારણી કરે છે.
જેમાં ઓછામાં ઓછી 1 હેકટર જમીન અને દસ ટકા ગીચતા ધરાવતા વૃક્ષોના આવરણનો સમાવેશ કરાય છે.
જંગલ વિસ્તારમાં આવેલા પરિવર્તનના મુખ્ય કારણો કયાં છે?
જંગલ વિસ્તારોમાં પરિવર્તન આવવા પાછળના મુખ્ય કારણોમાં બિન-જંગલ હેતુમાં જંગલની જમીનને પરિવર્તિત કરવી (નકારાત્મક પરિવર્તન) અને નવા વિસ્તારને જંગલ વિસ્તારમાં પરિવર્તિત કરવો (હકારાત્મક પરિવર્તન)નો સમાવેશ થાય છે.
રાજ્યમાં તાજેતરના વર્ષોમાં જંગલ વિસ્તારમાં આવેલું મુખ્ય પરિવર્તન કયા છે?
છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્યમાં હકારાત્મક પરિવર્તનો આવ્યા છે. વર્ષ 1985થી 2013 દરમિયાન રાજ્યના વન વિસ્તારમામં પરિવર્તન આવ્યું છે. વન વિસ્તાર 1985માં 19318.30 ચોરસ કિમી (9.86%) હતો તે 2013માં વધીને 21664.99 ચોરસ કિમી (11.05%) થયો છે.
વર્કીંગ પ્લાન (કાર્ય પ્રણાલિ યોજના) શું છે?
જંગલનું વ્યવસ્થાપન-સંચાલન વર્કીંગ પ્લાન (કાર્ય પ્રણાલિ યોજના) મુજબ ચાલે છે. વર્કીંગ પ્લાન એક એવો દસ્તાવેજ છે જેમાં વન વિસ્તારના યુનિટોના વ્યવસ્થાપન-સંચાલનની વિગતો-માહિતીઓ હોય છે. વર્કીંગ પ્લાન વર્કીંગ પ્લાન કોડ મુજબ તૈયાર કરાય છે અને તેને ભારત સરકાર દ્વારા મંજૂર કરવામાં આવે છે.
કેમ વર્કીંગ પ્લાન જરૂરી છે?
વર્કીંગ પ્લાન સાતત્યપૂર્ણ રીતે વૈજ્ઞાનિક ઢબે સંચાલન-વ્યવસ્થાપન કરવા માટે જરૂરી છે.
મેન્ગ્રોવસ શું છે?
મેન્ગ્રોવસ એ વૃક્ષો અને છોડના જૂથ છે અને તે ઉષ્ણકટિબંધીય દરિયાઇ આંતરભરતી વિસ્તારમાં જોવા મળે છે.
મેન્ગ્રોવના જંગલો ગુજરાતમાં ક્યાં આવેલાં છે?
મેન્ગ્રોવના જંગલો રાજ્યના 15 જિલ્લાઓ ઉષ્ણકટિબંધીય આંતરભરતી વિસ્તારમાં આવેલાં છે. આ જંગલોમાં મેન્ગ્રોવની 15 પ્રજાતિઓ તેમજ 100થી વધુ મેન્ગ્રોવની સહોયીગ વનસ્પતિઓ આવેલી છે.
મેન્ગ્રોવસ (ચેર)નું મહત્વ શું છે?
દરિયાકિનારાના વિસ્તારોમાં વસતા સમુદાયો માટે મેન્ગ્રોવસ (ચેર)ના વૃક્ષો બિન-ઇમારતી વન પેદાશો જેવી કે ઘાસ, બળતણના લાકડાં, મધ, ગુંદર વિગેરેના મહત્વના સ્ત્રોતો છે. માટે જ આ જીવસૃષ્ટીનું સંરક્ષણ અને રક્ષણ રાજ્યના સાતત્યપૂર્ણ વૃદ્ધિ તેમજ વિકાસ માટે અત્યંત મહત્વનું છે.તે ભરતી-ઓટ તેમજ ભારે સમુદ્રી તોફાનો તથા જોશીલા જળપ્રવાહોથી દરિયા કિનારાનું ધોવાણ થતાં અટકાવે છે. મેન્ગ્રોવસ કુદરતી આફતો જેવી કે દરિયાઇ તોફાન અને સુનામી વખતે પણ તેની અસર સામે રક્ષણ પરું પાડે છે. સમુદ્રી કિનારાના વિસ્તારો અને આંતર ભરતી દરિયાઇ વિસ્તારોમાં મેન્ગ્રોવસ સૌથી મહત્વના કાર્બન સિન્કસ (કાર્બન શોષક) પૈકીના એક છે અને આંતર ભરતી દરિયાઇ વિસ્તારોમાં મેન્ગ્રોવસ (ચેર) જ સૌથી મોટો ઉત્પાદક છે. આમ, સમુદ્રી કિનારાના આર્થિક-સામાજિક સુરક્ષા માટે મેન્ગ્રોવસનો વિકાસ અને મેન્ગ્રોવસ (ચેર)થી આચ્છાદીત હરિયાળું આવરણ ખૂબ જ મહત્વનું છે.
ગુજરાતમાં મેન્ગ્રોવસ (ચેર)ની સ્થિતિ કેવીક છે?
ગુજરાત જ એવું એકમાત્ર રાજ્ય છે જેમાં મેન્ગ્રોવસ આવરણમાં 45 ચોરસ કિમીનો વધારો થયો છે. (FSI, 2013) છેલ્લા એક દાયકામાં. દેશભરમાં કુલ મેન્ગ્રોવસ 4628 ચોરસ કિમી પૈકી પશ્ચિમ બંગાળ બાદ 1103 ચોરસ કિમીના મેન્ગ્રોવસ આવરણ સાથે ગુજરાત બીજા ક્રમે છે. રાજ્યના કચ્છ, જામનગર, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, અમરેલી, જુનાગઢ, ગીર-સોમનાથ, ભાવનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં મેન્ગ્રોવસ જોવા મળે છે.
ગુજરાતમાં છેલ્લા દાયકામાં મેન્ગ્રોવસ આવરણમાં શું પરિવર્તન જોવા મળ્યાં છે?
છેલ્લા દાયકામાં મેન્ગ્રોવસ આવરણમાં આવેલા પરિવર્તન આ પ્રમાણે છેઃ
વર્ષમેન્ગ્રોવ આવરણ (ચોરસ કિ.મી.)
2001911
2003916
2005991
20091046
20111058
20131103
કુદરતી આપત્તિ સામે રક્ષણ મેળવવામાં મેન્ગ્રોવસની શી ભૂમિકા છે?
મેન્ગ્રોવસ (ચેર) ભારે સમુદ્રી તોફાનો તથા જોશીલા જળપ્રવાહોથી દરિયા કિનારાનું ધોવાણ થતાં અટકાવે છે. મેન્ગ્રોવસ કુદરતી આફતો જેવી કે દરિયાઇ તોફાન અને સુનામી વખતે પણ તેની અસર સામે રક્ષણ પરું પાડનાર સંરક્ષણ કવચની ગરજ સારે છે.
દરિયા કિનારે વસતા સમુદાયોના જીવનધોરણ માટે મેન્ગ્રોવસની ભૂમિકા શી છે?
દરિયાકિનારાના વિસ્તારોમાં વસતા સમુદાયો માટે મેન્ગ્રોવસ (ચેર)ના વૃક્ષો બિન-ઇમારતી વન પેદાશો જેવી કે ઘાસ, બળતણના લાકડાં, મધ, ગુંદર વિગેરેના મહત્વના સ્ત્રોતો છે. અને તેથી જ રાજ્યના સાતત્યપૂર્ણ વૃદ્ધિ તેમજ વિકાસ માટે આ જીવસૃષ્ટીનું સંરક્ષણ અને રક્ષણ અત્યંત મહત્વનું છે.
ગુજરાતમાં કયા પ્રકારની મેન્ગ્રોવસ પ્રજાતિ જોવા મળે છે?
ગુજરાતમાં જોવા મળતી મેન્ગ્રોવ પ્રજાતિ આ પ્રમાણે છે
એવિસેનીયા મરીનાસેરીઓપ્સ ટેગલ
એવિસેનીયા ઓફિસીનાલીસએક્સકોઇસારીઆ આગ્લાલોચા
એવિસેનીયા અલ્બાકેન્ડેલીઆ કેન્ડલ
અકેન્ટુસ ઇલીસીફોલીઅસલુમ્નીટઝેરા રેસમોસા
એજીસેરસ કોર્નીકુલેટમર્હીઝોમ્ફોરા મુક્રોનાટા
બ્રુગેરા સીલીન્ડ્રીકાસોનરેસીયા અપટાલા
બ્રુગેરા જીમ્નોર્રહીઝા
ઘાસ વીડી એ શું છે?
સૌરાષ્ટ્ર,કચ્છ અનેમધ્ય ગુજરાતના વિસ્તારોની ઘાસની જમીનનું વ્યવસ્થાપન-સંચાલન ગુજરાત વન વિભાગ દ્વારા કરવામાં આવે છે અને સ્થાનિક ભાષામાં ઘાસના ઉત્પાદનને "વીડી”ના નામે ઓળખવામાં આવે છે.
ગુજરાતમાં ઘાસની મુખ્ય કઇ પ્રજાતિઓ જોવા મળે છે?
ગુજરાતમાં મુખ્ય બે પ્રકારની ઘાસ પ્રજાતિઓ જોવા મળે છે.
રાજ્યમાં ઘાસની વીડીઓ થકી ઘાસનું વાર્ષિક ઉત્પાદન કેટલું થાય છે?
હાલમાં રાજ્યની વીડીઓ થકી ઘાસનું સરેરાશ વાર્ષિક ઉત્પાદન અંદાજે 100 લાખ કિલો છે.
રાજ્યમાં ઘાસના ગોડાઉનની સંગ્રહ ક્ષમતા કેટલી છે?
હાલમાં ગુજરાતમાં ઘાસના ગોડાઉનની ઘાસ સંગ્રહ કરવાની ક્ષમતા અંદાજે 400 લાખ કિલો છે
ઘાસનો સંગ્રહ કરવો શા માટે જરૂરી છે?
ગુજરાતમાં અવારનવાર દુષ્કાળ અને અછતની સ્થિતિ સર્જાતી હોય છે. રાજ્યમાં પશુપાલન-પશુસંવર્ધન આજીવિકાનું મુખ્ય સાધન છે ત્યારે ઘણા સમુદાયોનું જીવનધોરણ પશુપાલન ઉપર જ નભતું હોય છે. રાજ્યમાં પશુપાલન મહત્વનું હોવાથી રાજ્યમાં તીવ્ર અછતની સ્થિતિ સર્જાય તો પશુધનને બચાવવા અત્યંત જરૂરી હોવાથી ઘાસનો સંગ્રહ કરવો આવશ્યક છે.
ઘાસ વિતરણ કરવાની પદ્ધતિ શી છે?
વન વિભાગ દ્વારા ઘાસની આરક્ષિત જમીનમાંથી એકત્રિત કરાયેલા ઘાસના મોટા જથ્થાનો સંગ્રહ કરવામાં આવે છે, જેથી અછતની સ્થિતિમાં તેનો રાજ્ય સરકારના કૃષિ વિભાગના આદેશાનુસાર PRY/102004/grass/1/G તા.31/8/2006 અંતર્ગત ઘાસચારા જરૂરિયાત પૂર્ણ કરી શકાય. અછતની સ્થિતિમાં ગુજરાત સરકારે મંજૂર કરેલા સૌથી નવા દરોના આધારે આ ઘાસનું વિતરણ મહેસૂલ વિભાગ દ્વારા કરવામાં આવે છે.
જોઇન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ શું છે?
જોઇન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ (JFM) એક એવો કાર્યક્રમ છે જેમાં વન વિસ્તારનું વ્યવસ્થાપન-સંચાલન સ્થાનિક સમુદાયોના સહયોગથી વન વિભાગ દ્વારા ‘શેર એન્ડ કેર’ આધારે કરવામાં આવે છે. સ્થાનિક લોકો જંગલના વિકાસ અને સંવર્ધનમાં મદદરૂપ થાય છે જેના બદલામાં તેઓને વાંસ, નાના ઇમારતી લાકડાં અને ઇમારતી લાકડાની કાપણીમાં ભાગ મળે છે તદ્દઉપરાંત બિન ઇમરતી જંગલ પેદાશો (NTFPs)માં પણ ભાગ મળે છે.
રાજ્યમાં JFMની શરૂઆત ક્યારે કરવામાં આવી?
ગુજરાતમાં જોઇન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ (JFM)ની શરૂઆત વર્ષ 1991થી કરવામાં આવી છે.
રાજ્યમાં JFMની વર્તમાન સ્થિતિ શું છે?
JFMમાં વધુને વધુ લોકોને સામેલ કરવાના નિરંતર પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. આ પ્રયાસોના પરિણામે અત્યાર સુધીમાં રાજ્યમાં JFM હેઠળ કુલ 458303 હેકટરના જંગલો આવરી લેવાયા છે તથા કુલ 3414 જોઇન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ કમિટી (JFMCs)ની નોંધણી થઇ ચૂકી છે.
લાકડાનું ઈ-ઓક્શન એટલે શું?
ઈ-ઓક્શન (ઈ-હરાજી) ઓનલાઇન હરાજીની એક પદ્ધતિ છે જેમાં નોંધાયેલા બીડરો (બોલી બોલનારા વેપારીઓ) વેબસાઇટ ઉપર દર્શાવેલા વિવિધ ડેપોમાં રખાયેલા ટીમ્બર (લાકડા)ના જથ્થા માટે તેમની ઓફર (બોલી) ઇલેકટ્રોનિક માધ્યમથી નોંધાવે છે. ગુજરાત સરકારનું આ એક અનોખું પગલું છે. ઇન્ફોરમેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી (ICT) ના ઉપયોગ સમગ્ર હરાજી પ્રક્રિયામાં ક્ષમતા, અસરકારકતા, પારદર્શીતા અને જવાબદેહીતા લાવવા માટે કરવામાં આવે છે.
ઈ-ઓક્શનથી શું ફાયદા થાય છે?
ઇમારતી લાકડાનું ઈ-ઓક્શન તટસ્થ, પારદર્શી અને વધુ અસરકારક હરાજી પદ્ધતિ છે. તેમાં ટીમ્બર ડેપો ઉપર હરાજીકાર કે બીડર્સ (બોલી બોલનાર)ની હાજરીની જરૂરીયાત રહેતી નથી અને કોઇપણ વ્યક્તિ ગમે ત્યાંથી તેમાં ભાગ લઇ શકે છે. તે માનવીય ભૂલોને પણ દુર કરી છે તેમજ પરંપરાગત ખુલ્લી હરાજીમાં થતી ભાવની ઉથલપાથલની શક્યતાઓને પણ ટાળી દે છે. .
ઈ-ઓક્શનમાં કોઇ વ્યક્તિ કેવી રીતે ભાગ લઇ શકે?
વન વિભાગ વતી ઈ-ઓક્શન (n)કોડ સોલ્યુશન દ્વારા કરાય છે. ઈ-ઓક્શન માટે જરૂરી રજીસ્ટ્રેશન ફી અને ડીપોઝીટ જમા કરાવીને કોઇપણ વ્યક્તિ (n)કોડ સોલ્યુશનમાં પોતાનું નામ નોંધાવી શકે છે. જ્યારે (n)કોડ સોલ્યુશન દ્વારા અધિકૃત કરી દેવાય અને તેના તરફથી ડીજીટલ સિગ્નેચર મળી જાય ત્યારે જે તે વ્યક્તિ ઈ-ઓક્શનમાં ભાગ લઇ શકે છે.

No comments:

Post a Comment

मनोविज्ञान के 40 रोचक तथ्य

मनोविज्ञान के 40 रोचक तथ्य 1. यदि आप चाहते हो कि कोई आपकी बात ध्यान से सुनें तो बात की शुरूआत इस वाक्य से करो: “ मैं आपको यह बताना तो ...