વન્યજીવ
ગુજરાત રાજ્ય ભારતના પશ્ચિમ છેડે આવેલું દરિયા કિનારાનું રાજ્ય છે. આ વિસ્તાર મોટાભાગે શુષ્ક કે અર્ધ શુષ્ક પ્રદેશ છે અને તેનો દરિયા કિનારો 1600 કિમી લાંબો છે. ગુજરાત રાજ્ય લાંબા દરિયા કિનારાની સાથેસાથે ભૌગોલિક વિસ્તાર તેમજ જીવસૃષ્ટીની વૈવિધ્યતા ધરાવે છે. અરવલ્લી, વિધ્યાંજળ, સાતપુડા, સિહાદ્રીની પર્વતમાળા (પશ્ચિમ ઘાટ) પણ જૈવસૃષ્ટિની વૈવિધ્યતામાં ઉમેરો કરે છે. જેમાં વિવિધ પ્રકારના જંગલો, ઘાસીયા જમીન, મેન્ગ્રોવસ, જળાશયો, જળપ્લાવિત વિસ્તાર, સુકા રણો વિગેરેનો તેમાં સમાવેશ થાય છે. આવી જૈવ વિવિધ્યતા ધરાવતા વાતાવરણ-આબોહવાના તંત્ર, ઉત્ક્રાંતિ ઈતિહાસ,ભૂતકાળમા યુરોપમાંથી આવેલી પ્રજાતિઓ, વાર્ષિક સ્થળાંતર કરીને આવતી પ્રજાતિઓનો પ્રવાસમાર્ગ અને ગુજરાતના લોકોના સુદીર્ઘ સંરક્ષણ પ્રયાસને લીધે હાલ ગુજરાતમાં ઘણી સમૃદ્ધ જૈવ વૈવિધ્યતા ધરાવે છે.
ગુજરાત રાજ્યનાં PA નેટવર્કમાં કુલ 28 PA સહિત કુલ 23 અભ્યારણ્ય, 4 રાષ્ટ્રિય ઉદ્યાનો અને 1 સંરક્ષણ માટે આરક્ષિત વિસ્તાર સહિત કુલ 16619.81 ચોરસ કિમી ભૂપ્રદેશનો સમાવેશ થાય છે. જે પૈકી અનુક્રમે (8.37%) અને 480.12 sq.km. (0.24%) છે. ભારતના કુલ ભૌગોલિક વિસ્તારમાં ગુજરાતનો હિસ્સો માત્ર 5.9% છે છતાં દેશના કુલ PA (148532 ચોરસ કિમી) પૈકી 11.37% (17099.93 ચોરસ કિમી) વિસ્તાર ધરાવે છે. PA નેટવર્કના કુલ 17099.93 ચોરસ કિમી પૈકી 4640.58 ચોરસ કિમી 27.45% જમીન જ વિવિધ શ્રેણીના જંગલો ધરાવે છે, જ્યારે મોટાભાગનો હિસ્સો બિન-જંગલ ઇકોસીસ્ટમનો છે જેમાં ક્ષારયુક્ત રણોનો સમાવેશ થાય છે. ક્ષારયુક્ત રણો કુલ PAના 73.71% એટલે કે 124559.92 ચોરસ કિમી વિસ્તારમાં ફેલાયેલાં છે.
Forest Exam mate kae book sari
ReplyDelete