1-સંસદીય કાર્ય મંત્રી અનંત કુમારે મોબાઈલ એપ ફાર્મા સહી દામ
લોન્ચ કરી.
2-ઐશ્વર્યા આર ધનુષને ભારતમાં સંયુક્ત રાષ્ટ્ર મહિલા સદભાવના
રાજદૂત નિયુક્ત કરવામાં આવી.
3 -રશિયાના સિલ્વર મેડલ વિજેતા બેસિક કુદુખોવનો ડોપ ટેસ્ટ
પોઝીટીવ આવવાને કારણે પહેલવાન યોગેશ્વર દત્ત દ્વારા લંડન ઓલિમ્પિકમાં જીતેલ કાંસ્ય
ચંદ્રક, રજત ચંદ્રકમાં પરિવર્તિત.
4-ભારતની 100 વર્ષીય એથલીટ મન કૌરે
માસ્ટર્સ ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક જીત્યો.
5-પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જામનગરમાં સૌની પરિયોજનાના
પ્રથમ ચરણનું ઉદઘાટન કર્યું જે અંતર્ગત 10
જળાશયોને
ભરવામાં આવશે અને 10 લાખ 22 હજાર એકર ભૂમિને ખેતી માટે પાણી મળશે. આના હેઠળ નર્મદાનું
પાણી સૌરાષ્ટ્રના 115 બંધો સુધી પાઈપલાઈન દ્વારા
પહોંચાડવામાં આવશે.
6-છ કોચને દ્રોણાચાર્ય પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યા જેમાં
દીપાના કોચ બીશ્વેશ્વર નંદી અને ભારતીય ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીના કોચ રાજકુમાર
શર્મા સામેલ છે.
7-લલિતા બાબર, વિશ્વ ચેમ્પિયનશિપમાં ચંદ્રક
જીતનાર એક માત્ર ભારતીય મુક્કેબાજ શિવા થાપા, બિલિયર્ડ્સ અને સ્નૂકર ખેલાડી
સૌરવ કોઠારી, ફૂટબોલ ખેલાડી સુબ્રત પાલ, નિશાનેબાજ ગુરપ્રીત સિંહ, ટેબલ ટેનિસ ખેલાડી સૌમ્યજીત ઘોષ વગેરેને અર્જુન પુરસ્કાર
પ્રદાન.
8-રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ પીવી સિંધૂ, સાક્ષી મલિક, દીપા કરમાકર અને જીતુ રાયને
દેશના સર્વોચ્ચ ખેલ પુરસ્કાર રાજીવ ગાંધી ખેલ રત્નથી સન્માનિત કર્યા.
9-નિકો રોઝ્બર્ગે બેલ્જીયમ ગ્રાં. પ્રી. 2016નો ખિતાબ જીત્યો.
10-સુબ્રતો કપ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરનાર સુબ્રતો
મુખરજી સ્પોર્ટ્સ એજ્યુકેશન સોસાયટીને રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર પ્રદાન
કરવામાં આવ્યો.
11-હોકી ખેલાડી ધ્યાનચંદના જન્મ દિવસ 29 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય ખેલ દિવસ ઉજવાયો.
12-29 ઓગસ્ટ 2016ના રોજ પરમાણુ પરીક્ષણ
વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાયો.
13-ભારત અને મ્યાનમારે રિન્યુએબલ એનર્જી અને પરંપરાગત ઔષધિ
વ્યવસ્થા સહિત ચાર સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા.
14-પશ્ચિમ બંગાળ વિધાનસભાએ રાજ્યનું નામ બદલીને બંગાળી ભાષામાં ¬‘બાંગ્લા’ અને અંગ્રેજીમાં ‘બેંગાલ’ કરવાનો પ્રસ્તાવ પસાર કર્યો.
15-કેન્ર્દ્ર સરકારે 14મો પ્રવાસી ભારતીય દિવસ 7થી 9 જાન્યુઆરી 2017ના રોજ બેંગલુરુમાં યોજવાની ઘોષણા કરી. અટલ બિહારી બાજપાઈ
સરકારે 200૩માં આની શરૂઆત કરી હતી.
16-પર્યાવરણ અને માનવ સુરક્ષા માટે સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ
વિદ્યાલય સંસ્થાનાં વર્લ્ડ રિસ્ક રિપોર્ટ 2016માં ભારતને 77મુ સ્થાન મળ્યું. આઇસલૅન્ડ પ્રથમ સ્થાને.
17-ઈસરોએ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી
સ્ક્રેમજેટ રોકેટ એન્જીનનું સફળ પરીક્ષણ કર્યું. આને સુપરસોનિક કોમબ્યૂશન રેમજેટ
એન્જીનના નામથી પણ ઓળખવામાં આવે છે. વજનમાં હલકું હોવાને કારણે અંતરિક્ષ ખર્ચમાં
લગભગ 90%નો ઘટાડો થશે.
18-સાનિયા મિર્ઝા અને મોનિકા નિકુલેસ્કુની જોડીએ કનેક્ટિકટ ઓપન
ખિતાબ જીત્યો.
19-વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી ત્રણ ઓલિમ્પિક માટે ટાસ્ક
ફોર્સ 2020, 2024 અને 2028ની રચના કરવાની ઘોષણા કરી.
20-રિઝર્વ બેંકે ગ્રામ્ય ક્ષેત્રોમાં મહિલા સ્વયં સહાયતા
સમૂહોને 7% વ્યાજ દર પર લોન આપવાની ઘોષણા
કરી.
21-કેન્દ્રીય મંત્રીમંડળે સરોગસી બિલ 2016ને સ્વીકૃતિ આપી. આનો ઉદ્દેશ્ય સરોગેટ માતાઓના અધિકારોની
રક્ષા કરવાનો છે. દંપત્તિને ઓછામાં ઓછા બે વર્ષ પરિણીત હોવું જરૂરી. વિદેશીઓ, સિંગલ પેરેન્ટ્સ, હોમોસેકસ્યુઅલ કપલ, લિવ-ઇનમાં રહેનારાઓને સરોગેસીની પરવાનગી નહિ.
22-નુટોનોમી કંપની દ્વારા વિશ્વની પ્રથમ ડ્રાઈવર રહિત ટેક્સી
સેવા સિંગાપુરમાં આરંભ.
23-મુંબઈ હાઈ કોર્ટે હાજી અલી દરગાહમાં મહિલાઓના પ્રવેશ પરનો
પ્રતિબંધ હટાવવાનો ચુકાદો આપ્યો.
24-દેશમાં રોકડ લેવડ દેવડ ઓછી કરવા માટે યુનીફાઈડ પેમેન્ટસ
ઇન્ટરફેસે (યુપીઆઈ) એપ પેમેન્ટ બેંક સુવિધા શરુ કરવાની ઘોષણા કરી. આ હેઠળ 21 બેંકોના ગ્રાહક પોતાના સ્માર્ટ ફોન દ્વારા ઓનલાઈન પેમેન્ટ
કરી શકશે.
25-શ્રીલંકન ખેલાડી તિલકરત્ને દિલશાનની વનડે અને ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસની ઘોષણા.
26-હૈદરાબાદમાં દક્ષિણ ભારતની પ્રથમ બાળ અદાલત આરંભ. ગોવા અને
દિલ્હી ઉપરાંત તેલંગાણા ત્રીજું રાજ્ય છે જ્યાં બાળ અદાલત આરંભ કરવામાં આવી. આમાં
જજ અને પોલીસ કર્મી સાદા કપડામાં રહેશે.
27-ક્રિશ્ચિયાનો રોનાલ્ડોએ UEFA બેસ્ટ પ્લેયર એવોર્ડ જીત્યો.
28-ભારતીય નિશાનેબાજો દ્વારા રિયો ઓલિમ્પિકમાં અસફળતા પર
રાષ્ટ્રીય રાઈફલ એસોસિએશન ઓફ ઇન્ડિયા (NRAI) દ્વારા અભિનવ બિંદ્રાની
અધ્યક્ષતામાં પાંચ સદસ્યીય સમિતિ બનાવવામાં આવી.
29-ફોર્બ્સની વિશ્વની સૌથી અધિક કમાણી કરનારી અભિનેત્રીઓની
સૂચિમાં જેનિફર લોરેંસ પ્રથમ સ્થાને.
30-ઝારખંડના ભૂતપૂર્વ ઓલિમ્પિયન સિલવાનુસ ડુંગડુંગને મેજર ધ્યાનચંદ
લાઈફ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડ આપવાની ઘોષણા.
31-દીપિકા પાદુકોણ એરલાઈન્સ કંપની વિસ્તારાની બ્રાન્ડ એમ્બેસેડર
બની.
32-+કોલંબિયાની સરકાર અને ફાર્ક વિદ્રોહીઓએ શાંતિ સમજૂતી પર
હસ્તાક્ષર કર્યા. આ સાથે જ લગભગ પાંચ દાયકાથી ચાલી રહેલ સંઘર્ષનો અંત આવશે.
33-દુલીપ ટ્રોફી ટુર્નામેન્ટની ગુલાબી બોલ સાથે પ્રથમ વખત
શરૂઆત. ભારતમાં પ્રથમ વખત કોઈ પ્રથમ શ્રેણી ટુર્નામેન્ટ ગુલાબી દડાથી રમાઈ રહી છે.
34-કેન્દ્ર સરકારે દિવ્યાંગ લોકો માટે સુગમ્ય પુસ્તકાલય નામની
ઈ-લાયબ્રેરી શરુ કરી. આમાં બે લાખથી વધુ પુસ્તકો ઉપલબ્ધ છે.
35-ભારતીય રેલવેના એન્જિનિયર અશ્વિની ઉપાધ્યાયે કેટરપિલર
ટ્રેનના નવા ટ્રાન્સપોર્ટ કોન્સેપ્ટ પર એમઆઈટી પુરસ્કાર જીત્યો. કેટરપિલર ટ્રેનમાં
પૂરી ટ્રેન વ્યવસ્થા સડક ઉપર જ બનાવી શકાય છે. આ મેટ્રો શહેરોની ટ્રાફિક સમસ્યા
માટે એક કાયમી સમાધાન થઇ શકે છે.
36-સાક્ષી મલિક હરિયાણામાં ‘બેટી બચાવો, બેટી પઢાવો’ની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ.
37-સાનિયા મિર્ઝા ડબ્લ્યુટીએ મહિલા યુગલ રેન્કિંગમાં વિશ્વની
નંબર વન ખેલાડી બની. સાનિયાએ બારબોરા સ્ટ્રાઈકોવા સાથે મળીને સિનસિનાટી ઓપન ટેનિસ
ટુર્નામેન્ટનો ડબલ્સ ખિતાબ જીત્યો.
38-અનિલ અંબાણીના મોટા પુત્ર જય અનમોલ રિલાયન્સ કેપિટલના એડિશનલ
ડિરેક્ટર નિયુક્ત.
39-ગુજરાત વિધાનસભાએ વસ્તુ અને સર્વિસ ટેક્સ સુધારા બિલ પસાર
કર્યું. આને પસાર કરનાર ગુજરાત છઠ્ઠુ રાજ્ય બન્યું.
40-રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ બાંગ્લાદેશના શ્રોતાઓ માટે
આકાશવાણીની મૈત્રી સેવાનો શુભારંભ કર્યો.
41-ન્યુ વર્લ્ડ વેલ્ધ દ્વારા બહાર પાડવામાં આવેલ વિશ્વના 10 સૌથી ધનિક દેશોની યાદીમાં અમેરિકા 48,900 બિલીયન ડોલરની સંપત્તિ સાથે પ્રથમ. ભારત 5,600 બિલીયન ડોલરની સંપત્તિ સાથે સાતમા સ્થાને.
42-23 ઓગસ્ટના રોજ દાસ વેપાર અને તેની નાબુદીની યાદમાં
અંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાયો. આ દિવસનો ઉદ્દેશ્ય હૈતી ક્રાંતિ દરમ્યાન 22 અને 23 ઓગસ્ટ 1971ના રોજ શહીદ થનાર લોકોને શ્રદ્ધાંજલિ આપવાનો છે.
43-બાંગ્લાદેશ સરકારે પાકિસ્તાન વિરુદ્ધ થયેલ મુક્તિ સંગ્રામ, 1971ના ઈતિહાસ સાથે છેડછાડ માટે જન્મટીપ અને ભારે દંડની જોગવાઈની
મંજુરી આપી.
44-ભારતીય અર્થશાસ્ત્રી, લેખક, પર્યાવરણવિદ અને આધુનિક વિવેચક સંજીવ સાન્યાલ દ્વારા લેખિત
પુસ્તક ધ ઓશિયન ઓફ ચર્નનું લોકાપર્ણ.
45-ઓસ્ટ્રેલિયન સ્પીડ સ્ટાર મિચેલ સ્ટાર્ક વન ડે ક્રિકેટમાં 100 વિકેટ લેનાર સૌથી ઝડપી બોલર (52 મેચોમાં 100 વિકેટ) બન્યા.
46-હરિયાણા સરકારે રાષ્ટ્રીય મહિલા હોકી ટીમનાં ભૂતપૂર્વ કેપ્ટન
રાની રામપાલને અર્જુન એવોર્ડ આપવાની ઘોષણા કરી.
47-ગુજરાત 2016માં કબડ્ડી વર્લ્ડ કપની
મેજબાની કરશે અને આ અમદાવાદમાં યોજાશે.
48-અશ્વિન સૌથી વધુ મેન ઓફ ધ સિરીઝ (છ વખત) બનનાર પ્રથમ ભારતીય
ખેલાડી બન્યા. આ પહેલાં ભારત માટે ટેસ્ટમાં આ રેકોર્ડ સંયુક્ત રીતે સચિન તેંદુલકર
અને વીરેન્દ્ર સહેવાગને નામે હતો.
49-સરકાર દ્વારા પ્રથમ વખત ચાર ખેલાડીઓને દેશના સર્વોચ્ચ ખેલ
સન્માન રાજીવ ગાંધી ખેલ પુરસ્કાર આપવાની ઘોષણા. પી. વી. સિંધુ - બેડમિન્ટન, દીપા કરમાકર - જીમ્નાસ્ટિક, જીતૂ રાય - નિશાનેબાજી, સાક્ષી મલિક - કુસ્તી.
50-બે ભારતીય-અમેરિકન મહિલાઓ-અંતરીક્ષ વૈજ્ઞાનિક અંજલિ ત્રિપાઠી
અને ડોક્ટર ટીના આર શાહ વ્હાઈટ હાઉસની ફેલો ચૂંટાઈ.
51-પાકિસ્તાન ક્રિકેટ ટીમ પ્રથમ વખત ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન
ટીમ બની. અત્યાર સુધી ભારતની ટીમ નંબર વન પર હતી.
52-ભારતે વેસ્ટ ઇન્ડીઝને હરાવીને ચાર ટેસ્ટ મેચોની શ્રેણી 2-0થી જીતી.
53-સુનીલ મિત્તલ ફરી એરટેલના ચેરમેન નિયુક્ત.
54-પ્રખ્યાત લેખિકા સુનીતા જૈનને તેમના કાવ્ય સંગ્રહ ક્ષમા માટે
વ્યાસ સન્માન આપવામાં આવ્યું. તેઓ ‘વિશ્વ હિન્દી સન્માન’થી સન્માનિત હિન્દીનાં પ્રથમ કવયિત્રી છે.
55-કમલ હાસનની ફ્રાન્સના શેવલિયર એવોર્ડ (નાઈટ ઓફ ધ ઓર્ડર ઓફ
આર્ટસ એન્ડ લેટર્સ) માટે પસંદગી. ફ્રાન્સનો આ પ્રતિષ્ઠિત પુરસ્કાર કળા, સંસ્કૃતિ અને સાહિત્ય ક્ષેત્રે ઉલ્લેખનીય યોગદાન આપનાર
વ્યક્તિઓને આપવામાં આવે છે.
56-ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના (IOA) અધ્યક્ષ એન. રામચંદ્રન ઓલિમ્પિક ઓર્ડર એવોર્ડથી સન્માનિત.
57-ઊર્જિત પટેલ ભારતીય રિઝર્વ બેંકના 24મા ગવર્નર નિયુક્ત. અત્યાર સુધી ડો. પટેલ આરબીઆઈના ડેપ્યુટી
ગવર્નરના પદે કાર્યરત હતા.
58-ટોક્યોને 2020 ઓલિમ્પિકની મેજબાની સોંપાઈ.
અમેરિકાએ સૌથી વધુ 121 ચંદ્રક (46 સુવર્ણ) જીત્યા. ભારત બે ચંદ્રક જીતીને 67મા સ્થાને રહ્યું.
59-બ્રાઝિલના રિયો ડી જેનેરિયો શહેરમાં મારકાના સ્ટેડિયમમાં 31મા ઓલિમ્પિક રમતોત્સવનું ભવ્ય સમાપન થયું.
60-સ્વીડનને હરાવીને જર્મનીની મહિલા ફૂટબોલ ટીમે રિયો
ઓલિમ્પિકમાં સુવર્ણ ચંદ્રક જીત્યો. બ્રાઝિલની પુરુષ ફૂટબોલ ટીમે રિયો ઓલિમ્પિકમાં
સુવર્ણ ચંદ્રક જીત્યો.
61-ઉસેન બોલ્ટે 4X100 મીટર રિલે દોડમાં સુવર્ણ
ચંદ્રક જીતીને રિયો ઓલિમ્પિકમાં કુલ નવ પદક મેળવવાનો રેકોર્ડ બનાવ્યો.
62-વિશ્વના સૌથી મોટા વિમાન એરલેન્ડર-10એ બ્રિટનમાં ઉડાન ભરી. આનું નીકનેમ ફલાયિંગ બોમ છે. એરલેન્ડ-10, 392 મીટર લાંબુ, 44 મીટર પહોળું અને 26 મીટર ઊંચું છે. આને પાણી પર પણ લેન્ડ કરાવી શકાય છે.
63-ભારતીય બેડમિન્ટન ખેલાડી પી. વી. સિંધુએ રિયો ઓલિમ્પિકમાં
રજત ચંદ્રક જીત્યો. સિંધુ પાછલા 92 વર્ષોમાં રજત ચંદ્રક જીતનાર
પ્રથમ મહિલા ખેલાડી બની. તે ઓલિમ્પિક ચંદ્રક જીતનાર સૌથી નાની વયની એથ્લીટ પણ બની.
64-ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટસ બેંક (IPPB)ની રચના કરવામાં આવી. આ ઉપરાંત IPPB ના બોર્ડની રચના પણ કરવામાં આવશે.
65-પંડિત શિવકુમાર શર્મા સંગીત માર્તંડ ઉસ્તાદ ચાંદ ખાન લાઈફ
ટાઈમ અચિવમેન્ટ પુરસ્કાર માટે પસંદ. એવી માન્યતા છે કે તેઓ એવા પ્રથમ સંગીતજ્ઞ છે
જેમણે સંતુર પર ભારતીય શાસ્ત્રીય સંગીતનું વાદન કર્યું.
66-એસબીઆઈ બોર્ડ ઓફ ડિરેક્ટર્સે પાંચ એસોસિએટ બેંકો (સ્ટેટ બેંક
ઓફ બિકાનેર એન્ડ જયપુર, મૈસુર, ત્રાવણકોર, પટિયાલા, હૈદરાબાદ) તથા ભારતીય મહિલા બેંકના (બીએમબીએલ) એસબીઆઈમાં
વિલયને મંજુરી આપી.
67-નરસિંહ યાદવ પર કોર્ટ ઓફ આર્બિટ્રેશન દ્વારા ચાર વર્ષનો
પ્રતિબંધ.
68-પ્રો. જગદીશ મુખી અંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહના
ઉપરાજ્યપાલ નિયુક્ત.
69-નઝમા હેપતુલ્લા મણિપુરનાં, બનવારીલાલ પુરોહિત આસામના, વી. પી. સિંહ બદનોર પંજાબના રાજ્યપાલ નિયુક્ત.
70-ભારતીય મહિલા પહેલવાન સાક્ષી મલિકે રિયો ઓલિમ્પિકમાં ભારત
વતી પ્રથમ કાંસ્ય પદક જીત્યો. સાક્ષી ઓલિમ્પિકમાં કુશ્તીમાં ચંદ્રક જીતનાર પ્રથમ
ભારતીય મહિલા બની. સાક્ષી મલિકનો જન્મ રોહતક જીલ્લાના મોખરા ગામમાં થયો છે.
71-કેન્દ્ર સરકારે સરકારી સેવાઓ માટે કાર્ડથી પેમેન્ટ કરવામાં
ટ્રાન્ઝેક્શન ફી માફ કરવાની ઘોષણા કરી.
72-યુનીલિવરે સ્વિડનની કંપની બ્લ્યુ એરના અધિગ્રહણની ઘોષણા કરી.
બ્લ્યુ એર એર પ્યોરીફાયર સમાધાન ઉપલબ્ધ કરવનાર પ્રમુખ કંપની છે.
73-ટાટા ઓટોકોમ્પ સિસ્ટમ્સે એન્જીનને ઠંડુ રાખનાર ઉપકરણ સપ્લાય
કરનાર કંપની ટાઈટન એક્સનું અધિગ્રહણ કરવાની ઘોષણા કરી.
74-તમિલનાડુના ઉચ્ચ શિક્ષણ વિભાગમાં સારી સેવાઓ બદલ સીએલઆરઆઈ
વૈજ્ઞાનિક પી. શણમુગમને એ. પી. જે. અબ્દુલ કલામ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.
75-રિયો ઓલિમ્પિક 2016માં બ્રિટિશ ટેનિસ સ્ટાર
એન્ડી મર્રેએ પુરુષ એકલનો સુવર્ણ ચંદ્રક જીત્યો.
76-12 ઓગસ્ટ 2016ના રોજ આંતરરાષ્ટ્રીય યુવા
દિવસ ઉજવાયો.
77-બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા અર્થાત BAPSના અધ્યક્ષ સ્વામી મહારાજનું ગુજરાતના સારંગપુરમાં નિધન થઇ
ગયું. તેઓ BAPSના પાંચમા પ્રમુખ બન્યા.
78-જમૈકાના ઉસેન બોલ્ટે રિયો ઓલિમ્પિકમાં 100 મીટર ફર્રાટા દોડમાં સુવર્ણ ચંદ્રક જીત્યો. તેઓ ઓલિમ્પિક
ગેમ્સમાં સતત ત્રણ વખત સુવર્ણ ચંદ્રક જીતનાર પ્રથમ ખેલાડી બન્યા.
79-દીપિકા પલ્લીકલે ઓસ્ટ્રેલિયન સ્ક્વોશ ઓપનના મહિલા એકલ વર્ગનો
ખિતાબ જીત્યો. તેઓ 2012માં પ્રતિષ્ઠિત અર્જુન
પુરસ્કાર જીતનાર પ્રથમ ભારતીય સ્ક્વોશ ખેલાડી બન્યાં.
80-ટાટા કેમિકલ્સે પોતાનો યુરીયા કારોબાર યારા ફર્ટીલાઈઝર્સને
વેચવાની ઘોષણા કરી.
81-પ્રસિદ્ધ કમ્પ્યુટર વૈજ્ઞાનિક શ્રીરામ રાજામણી માઈક્રોસોફ્ટ
રિસર્ચ ઇન્ડિયા લેબના મેનેજિંગ ડિરેક્ટર નિયુક્ત.
82-આસામ જીએસટીનું અનુમોદન કરનાર પ્રથમ રાજ્ય બન્યું.
83-વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહીદ ચંદ્રશેખર આઝાદના જન્મ સ્થળ
ભાબરાથી રાષ્ટ્ર વ્યાપી કાર્યક્રમ 70 વર્ષ આઝાદી - જરા યાદી કરો
કુરબાની’ની શરૂઆત કરી. વડાપ્રધાન મોદી
ચંદ્રશેખર આઝાદના જન્મ સ્થળ પહોંચનાર દેશના પ્રથમ વડાપ્રધાન બન્યા.
84-માઈકલ ફેલ્પ્સે રિયો ઓલિમ્પિકમાં સ્વિમિંગની 200 મીટરની વ્યક્તિગત સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો. એક
ઇવેન્ટમાં સતત ચાર ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતનાર તેઓ પ્રથમ સ્વિમર બન્યા.
85-રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ ગુજરાત ભૂમિ વિધેયક 2016ને મંજુરી આપી. આ મુજબ જમીન અધિગ્રહણ માટે 80% જમીન માલિકોની સહમતિ આવશ્યક છે. જો સાર્વજનિક હેતુ માટે
જમીનના અધિગ્રહણની જરૂર હશે તો આ જોગવાઈઓનું પાલન નહિ કરવામાં આવે.
86-પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન અને મહાન બેટ્સમેન હનીફ
મોહમ્મદનું નિધન. પાકિસ્તાન ક્રિકેટમાં તેઓ લિટલ માસ્ટરના નામથી પ્રખ્યાત હતા.
87-રાજ્યસભાએ માતૃત્વ લાભ સુધારા વિધેયક 2016 પસાર કર્યું. આમાં કામ કરતી મહિલાઓ માટે મેટરનિટી લીવનો સમય 12 સપ્તાહથી વધારીને 26
સપ્તાહ
કરવાની જોગવાઈ છે.
88-જીતુ (જીતેન્દ્રભાઈ સવજીભાઈ) વાઘાણી ગુજરાતના ભાજપ અધ્યક્ષ
નિયુક્ત.
89-હીરો મોટોકોર્પે પવન મુંજાલને ફરીથી ચેરમેન અને સીઈઓ નિયુક્ત
કર્યા.
90-દિનેશ કુમાર ખરે એસબીઆઈના મેનેજિંગ ડિરેક્ટર નિયુક્ત.
91-કુડનકુલમ પરમાણુ ઊર્જા પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કરાયો. આ
પ્લાન્ટ ભારત પરમાણુ ઊર્જા નિગમ અને રશિયાના એટમોસટ્રોય એક્સ્પોર્ટ કંપની દ્વારા
સંયુક્ત રીતે બનાવાયો છે.
92-અભિજીત ગુપ્તાએ શ્રીલંકાના કોલંબોમાં કોમનવેલ્ધ શતરંજ
ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો. અભિજીત ગુપ્તા 13
વર્ષ 10 દિવસની આયુમાં રાષ્ટ્રીય જુનિયર ચેમ્પિયનશિપનો (અંડર-19) ખિતાબ જીતનાર સૌથી નાની વયના ખેલાડી છે.
93-એચડીએફસી અને મેક્સ ગ્રુપ ઈન્સ્યોરન્સે બિઝનેસ મર્જરની ઘોષણા
કરી. વિલયને પરિણામે બનનારી કંપની એચડીએફસી લાઈફ નામનો ઉપયોગ કરશે. આ ભારતની સૌથી
મોટી લિસ્ટેડ લાઈફ ઈન્સ્યોરન્સ કંપની બનશે.
94-આરબીઆઈ નાણાકીય નીતિ સમીક્ષા : રેપો રેટ 6.5%, રિવર્સ રેપો રેટ 6%, CRR
4%, બેંક
રેટ 7% અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી
રેટ 7% પર અપરિવર્તિત.
95-અમેરિકાના સ્વિમર માઈકલ ફેલ્પ્સે રિયો ઓલિમ્પિકમાં
સ્વિમિંગના 4 X 100 મીટર ફ્રી સ્ટાઈલ રિલેમાં, 200 મીટર બટર ફ્લાયમાં અને 4 x 200 મીટર ફ્રી રિલેમાં સુવર્ણ ચંદ્રક જીત્યા.
96-મણિપુરનાં સામાજિક કાર્યકર્તા આયરન લેડી ઈરોમ શર્મિલાએ 16 વર્ષથી ચાલુ પોતાનું અનશન તોડ્યું. ઈરોમે દુનિયાની સૌથી
લાંબી હંગર સ્ટ્રાઈક બંધ કરી અને ચૂંટણી લડવાનું એલાન કર્યું.
97-ભારતીય રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ડેપ્યુટી ગવર્નર આનંદ સિંહા
આઈડીએફસી બેંકના સ્વતંત્ર ડિરેક્ટર નિયુક્ત.
98-અમેરિકન સ્વિમર કૈટી લેડેકીએ રિયો ઓલિમ્પિકમાં મહિલાઓની 400 મીટર ફ્રી સ્ટાઈલ સ્વિમિંગમાં સુવર્ણ ચંદ્રક જીત્યો.
99-પ્રસિદ્ધ યોગગુરુ ટી. કે વી. ડેસીકાચરનું નિધન થઇ ગયું.
તેમને આધુનિક યોગના જનક પણ કહેવાય છે.
100-થાઈલેન્ડની જનતાએ સૈન્ય સમર્થિત નવા બંધારણને સ્વીકૃતિ આપી.
સેનાએ વર્ષ 2014માં તખ્તાપલટ પછી સત્તા પર
કબજો કરી લીધો હતો.
101-જોડિયા બહેનો તાશી અને નુંગ્શી ઉત્તરાખંડમાં એડવેન્ચર
સ્પોર્ટ્સનાં બ્રાન્ડ એમ્બેસેડર બન્યાં. તાશી અને નુંગ્શી માઉન્ટ એવરેસ્ટ અને સેવન
સમિટ (સાત મહાદ્વીપના સૌથી ઊંચા શિખરો)નું સફળતાપૂર્વક આરોહણ કરનાર પ્રથમ જોડિયા બહેનો
છે.
102-જીમ્નાસ્ટ દીપા કરમાકર વોલ્ટ ફાઈનલ્સમાં ક્વાલીફાઈ થનાર
પ્રથમ ભારતીય બની.
103-ચીને મોબાઈલ દૂરસંચાર સુવિધાઓને સુદઢ બનાવવા માટે પ્રથમ
ઉપગ્રહ તિઆનતોંગ-01 પ્રક્ષેપિત કર્યો.
104-વિજય રૂપાણી ગુજરાતના નવા મુખ્યમંત્રી બન્યા. નીતિન પટેલને
નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા.
105-ગુજરાત હાઈકોર્ટ દ્વારા શિક્ષણ સંસ્થાઓમાં 10 ટકા અનામત પર સ્ટે મુકવામાં આવ્યો.
106-નાણાકીય સંબંધી નિયમોના ઉલ્લંઘનને લઈને બ્રાઝિલના સસ્પેન્ડેડ
રાષ્ટ્રપતિ ડેલ્મા રોસેફ પર મહાભિયોગ ચલાવાશે.
107-2020માં આયોજીત થનાર ટોક્યો ઓલિમ્પિકમાં પાંચ નવી રમત - બેઝબોલ, સોફ્ટબોલ, કરાટે, સ્કેટબોર્ડ અને સર્ફિંગ સામેલ થશે.
108-યુસુફ ચાહેડ ટ્યુનિશીયાના નવા વડાપ્રધાન નિયુક્ત.
109-નેપાળની 13 વર્ષીય સ્વિમર ગૌરિકા સિંહ
રિયો ઓલિમ્પિકમાં સૌથી નાની વયની ખેલાડી. ગૌરિકા સ્વિમિંગમાં 100 મીટરની ‘બેકસ્ટ્રોક પ્રિલિમિનરી’ સ્પર્ધામાં ભાગ લેશે.
111-દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે લેફ્ટનન્ટ ગવર્નર રાષ્ટ્રીય
રાજધાની ક્ષેત્રે વહીવટી પ્રમુખ છે અને લેફ્ટનન્ટ ગવર્નર દિલ્હી સરકારની સલાહ
માનવા માટે બાધ્ય નથી.
112-ચંદ્ર પર યાન મોકલવા માટે પ્રથમ વખત કોઈ ખાનગી કંપની ‘મૂન એક્સપ્રેસ’ને લાયસન્સ મળ્યું. આ કંપનીના
સહ-સંસ્થાપક અને અધ્યક્ષ ભારતીય-અમેરિકન નવીન જૈન છે.
113-સુભાષ ચંદ્રાએ રાજ્યસભા સભ્ય તરીકે પદ અને ગોપનીયતાના શપથ
લીધા. તેઓ ભારતના સૌથી વિશાળ ટીવી ચેનલ ગ્રુપ જી મિડિયા તથા એસ્સેલ ગૃપના અધ્યક્ષ
છે.
114-નીતા અંબાણી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની પ્રથમ ભારતીય
મહિલા સભ્ય બની. સર દોરાબજી ટાટા આઈઓસીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર પ્રથમ
ભારતીય હતા.
115-આરબીઆઈએ કાળા ધનની તપાસ માટે ‘સચેત’ પોર્ટલ શરુ કર્યું.
116-દક્ષિણ એશિયન ક્ષેત્રીય સહયોગ સંગઠન (સાર્ક) ઈમિગ્રેશન
ઓથોરીટીની બેઠક ઇસ્લામાબાદમાં યોજાઈ.
117-નિમેશ કંપાનીએ જે. એમ. ફાઇનાન્સિયલ લિ.ના મેનેજીંગ ડિરેક્ટર
પદેથી રાજીનામું આપ્યું. નિમેશ કંપાનીનું સ્થાન તેમના પુત્ર વિશાલ કંપાની લેશે.
118-કેન્દ્ર સરકાર રમત ગમતને પ્રોત્સાહન આપવા માટે 25૦૦૦ સ્કૂલોમાં ફૂટબોલ રમતની તાલીમ આપશે.
119-પ્રખ્યાત ગાયિકા શુભા મુદગલ રાજીવ ગાંધી રાષ્ટ્રીય સદભાવના
પુરસ્કારથી સન્માનિત. આ પુરસ્કાર કોમી એકતાની સ્થાપના અને હિંસા તથા આતંકવાદ
વિરુદ્ધ ઉલ્લેખનીય યોગદાન માટે રાજીવ ગાંધીની જન્મ જયંતિના દિવસે આપવામાં આવે છે.
120-ગુજરાતને બીજા નબરનો પુરસ્કાર મળ્યો. સર્વશ્રેષ્ઠ ફિલ્મ
સહાયક રાજ્યનો પુરસ્કાર ગુજરાતને મળ્યો.
121-રાષ્ટ્રીય પર્યટન પુરસ્કાર 2014-15 : સર્વશ્રેષ્ઠ રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશનો પુરસ્કાર મધ્ય
પ્રદેશને આપવામાં આવ્યો.
122-ટાટા ઇન્ટરનેશનલ લિ.એ દીપક પ્રેમનારાયણને કંપનીના
નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નિયુક્ત કર્યા.
123-નોબલ કેમિસ્ટ્રી પુરસ્કાર વિજેતા મિસર-અમેરિકાના વૈજ્ઞાનિક
અહમદ જેવેલનું નિધન. તેઓ રાષ્ટ્રપતિ ઓબામાના વિજ્ઞાન સલાહકાર હતા તથા નોબલ
પુરસ્કાર પ્રાપ્ત કરનાર પ્રથમ આરબ વૈજ્ઞાનિક હતા.
124-વસ્તુ અને સેવાકર (GST)
સુધારા
વિધેયક રાજ્યસભામાં પસાર થયું. આને એપ્રિલ 2017થી અમલમાં લવાશે.
125-વરિષ્ઠ IAS અધિકારી ભાસ્કર ખુલબેને
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સચિવ નિયુક્ત કરવામાં આવ્યા.
126-ભારતવંશી શ્રીનિવાસન ન્યૂયોર્કના મુખ્ય ડીજીટલ અધિકારી
બન્યા.
127-ઉત્તર કોરિયાએ પ્રથમ વખત જાપાનના નિયંત્રણવાળા જળ ક્ષેત્રમાં
એક બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું. જેનાથી અમેરિકા તથા દક્ષિણ કોરિયા સાથે
તનાવ વધ્યો.
128-નેપાળમાં કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળના (માઓવાદી સેન્ટર)
અધ્યક્ષ પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ને’ નેપાળના 24મા વડાપ્રધાન ચૂંટવામાં આવ્યા.
129-બિલાસપુરમાં દેશની પ્રથમ હાઈડ્રો એન્જીનીઅરીંગ કોલેજની સ્થાપના
માટે હિમાચલ પ્રદેશ સરકાર તથા એનટીપીસી સાથે સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.
130-ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલનું
રાજીનામું ભાજપ સંસદીય બોર્ડે સ્વીકારી લીધું.
131-પશ્ચિમ બંગાળનું નામ બદલીને બાંગ્લા ભાષામાં ‘બોંગો’ અથવા ‘બાંગ્લા’ અને ઇંગ્લિશમાં ‘બંગાળ’ કરવાના પ્રસ્તાવને રાજ્ય
કેબિનેટની મંજુરી.
132-ગીત ચતુર્વેદી દ્વારા લેખિત હિન્દી નવલકથા સિમસિમનો અંગ્રેજી
અનુવાદ કરવા માટે અનીતા ગોપાલન પેન/હેમ ટ્રાન્સલેશન ફંડ ગ્રાંટ-2016 પુરસ્કારથી સન્માનિત.
133-ભારતીય રેલ ખેલ સંગઠનોમાં સૌથી અધિક યોગદાન કરનાર સંગઠન
બન્યું,
134-બ્રાઝિલના રિયોમાં આયોજિત થનાર 31મી ઓલિમ્પિક ગેમ્સમાં ભારતીય રેલના 35 ખેલાડીઓની પસંદગી.
135-ચૈતન્ય પાદુકોણ દ્વારા લેખિત પુસ્તક ‘આર ડી બર્મનિયા : પંચમેમોયર્સ’નું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પુસ્તક મહાન સંગીતકાર રાહુલ
દેવ બર્મનના જીવન પર પ્રકાશ પાડે છે.
136-ખેલ મંત્રી વિજય ગોયલે ઓલિમ્પિક ખેલાડીઓના ઉત્સાહ વર્ધન માટે
તથા દેશમાં ઓલિમ્પિક ગેમ્સ પ્રત્યે રુચિ પેદા કરવા વોલ ઓફ વિશિશ અભિયાન શરુ
કર્યું.
137-ભારતીય મહિલા ક્રિકેટ ટીમના વાઈસ-કેપ્ટન અને સ્ટાર ઓલરાઉન્ડર
હરમનપ્રીત કૌર ઓસ્ટ્રેલિયન મહિલા બિગ બૈશ ટી-20 લીગ (WBBL) સાથે જોડાનાર પ્રથમ ભારતીય
મહિલા ક્રિકેટર બન્યાં.
138-નીડા નામના તોફાનને કારણે ચીનના ગુઆંગડોંગમાં ભૂસ્ખલન થયું
અને હોંગકોંગમાં મોટી તબાહી સર્જાઈ.
સિમોના હાલેપે મહિલા એકલ
વર્ગમાં રોજર્સ કપ ટેનિસ મહિલા ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો.
139-તમિલનાડુ વિધાનસભાએ મદ્રાસ હાઈકોર્ટનું નામ બદલીને તમિલનાડુ
હાઈકોર્ટ કરવાનો નિર્ણય લીધો.
140-રાનીસિંહ નાયર સીબીડીટી (પ્રત્યક્ષ કર સેન્ટ્રલ બોર્ડ)નાં
અધ્યક્ષ નિયુક્ત. કાળું નાણું ઘોષિત કરવાની સ્કીમ આઈડીએસનો નિયમ બનાવવાનો શ્રેય
તેમને ફાળે જાય છે.
141-ભારત-થાઈલેન્ડ સંયુક્ત સૈન્ય અભ્યાસ મૈત્રી કરાબી, થાઈલેન્ડમાં સમાપ્ત થયો.
142-ચીનની પ્રમુખ ટેક્સી સેવા કંપની દીદી ચુક્સિંગે ચીનમાં
ઉબેરના યુનિટનું 35 અબજ ડોલરમાં અધિગ્રહણ કર્યું.
143-નોવાક જોકોવિચે એટીપી ટોરંટો માસ્ટર્સ ટેનિસ ટુર્નામેન્ટનો
ખિતાબ જીત્યો.
144-લ્યૂક એકિન્સ 25000 ફીટની ઊંચાઈથી પેરાશુટ વગર
સ્કાઈ ડાઈવીંગ કરનાર પ્રથમ વ્યક્તિ બન્યા. તેમણે પ્રસિદ્ધ ફિલ્મ આયરન મેન-3 માટે પણ સ્ટંટ કર્યા છે.
145-રેલ મંત્રી સુરેશ પ્રભુએ અગરતલા - નવી દિલ્હી ‘ત્રિપુરા સુંદરી એક્સપ્રેસ’નું ઉદઘાટન કર્યું.
146-લુઇસ હેમિલ્ટને જર્મન ગ્રાં પ્રી. ખિતાબ જીત્યો. તેમણે દરેક
સીઝનમાં એક રેસ જીતી છે. આમ કરનાર તેઓ એક માત્ર ખેલાડી છે.
147-પટના પાયરેટ્સે જયપુર પિંક પેન્થર્સને હરાવીને બીજી વખત પ્રો
કબડ્ડી ટ્રોફી જીતી. રાજેશ નરવાલને ટુર્નામેન્ટના મોસ્ટ વેલ્યુએબલ ખેલાડી તરીકે
પસંદ કરવામાં આવ્યા.
148-ભારત ઓક્ટોબર 2016માં કબડ્ડી વિશ્વ કપની
મેજબાની કરશે. આમાં 12 ટીમો ભાગ લેશે.
149-યુરિકો કોઈકે જાપાનની રાજધાની ટોક્યોનાં પ્રથમ મહિલા ગવર્નર
નિયુક્ત.
No comments:
Post a Comment