વર્તમાન પ્રવાહો જુન ૨૦૧૬
1-આર્જેન્ટિના મહિલા ટીમે 7મી વખત ચેમ્પિયન્સ હોકી ખિતાબ જીત્યો.
2-ફ્યુચર શોક નામના પુસ્તકના લેખક એલ્વિન ટોફલરનું નિધન થઇ
ગયું.
3-કેન્દ્રીય મંત્રીમંડળે 7મા પગાર પંચની ભલામણોને મંજુરી આપી. આ નિર્ણય 1 જાન્યુઆરી 2016થી અમલી રહેશે. આથી 23.55% સુધી પગાર વધશે. આ વધારો પાછલા 70 વર્ષોમાં પંચોની ભલામણોમાં સૌથી ઓછો છે.
4-ઇથોપિયા, બોલિવિયા, સ્વીડન અને કઝાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના
હંગામી સભ્ય ચૂંટવામાં આવ્યા.
5-સ્વદેશ નિર્મિત હેવીવેટ ટોરપીડો વરુણાસ્ત્ર નેવિમાં સામેલ.
આનું વજન લગભગ 1.25 ટન છે તથા આ 40 નોટિકલ માઈલ/કલાકની ગતિથી 250 કિલોગ્રામ સુધી વિસ્ફોટક સામગ્રી લઇ જઈ શકે છે.
6-ચિલીએ આર્જેન્ટિનાને હરાવીને બીજી વખત કોપા અમેરિકા ખિતાબ
જીત્યો.
7-પીટર સલમા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ઈમરજન્સી કાર્યક્રમના
પ્રમુખ નિયુક્ત.
8-એન એસ વિશ્વનાથન રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર નિયુક્ત.
9-ભારત વિશ્વ આર્થિક મંચ (WEF)ના માનવ મૂડી સૂચકાંકમાં ભારત 105મા સ્થાને. યાદીમાં ફિનલેન્ડ ટોચ પર.
10-સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ભારતીય સમાજ સેવિકા જુબેદા બાઈને ‘2016 ગ્લોબલ કોમ્પેક્ટ એસડીજી પાયોનીયર્સ’માં સામેલ કરવામાં આવ્યા. તેમણે અયાઝ નામના સામાજિક ઉદ્યમની
સ્થાપના કરી જે ગ્રામ્ય મહિલાઓને ટેક્નિકલ સ્તરે સહાય પૂરી પાડે છે.
11-ગુડની જોહેનસને આઈસલેન્ડની રાષ્ટ્રપતિ ચૂંટણી જીતી.
12-IIFA પુરસ્કાર 2016 : બેસ્ટ ફિલ્મ : બજરંગી ભાઈજાન, બેસ્ટ એક્ટર : રણવીર સિંહ (બાજીરાવ મસ્તાની), બેસ્ટ એક્ટ્રેસ : દીપિકા પાદુકોણ (પીકૂ), બેસ્ટ ડાયરેક્ટર : સંજય લીલા ભણસાલી (બાજીરાવ મસ્તાની), બેસ્ટ સપોર્ટીંગ એક્ટર : અનિલ કપૂર (દિલ ધડકને દો).
13-સ્વીડને વિશ્વના પ્રથમ ઇલેક્ટ્રિક રોડનું ઉદઘાટન કર્યું.
14-અમેરિકન સંસ્થા ક્રોલ ઇન્કના ‘મેરિટ લિસ્ટ’માં ભારત કોર્પોરેટ ચીટીંગમાં
ત્રીજા સ્થાને.
15-પનામા નહેરને વિસ્તાર કાર્ય બાદ પુન:વેપારીક વ્યવહારો માટે
ખોલવામાં આવી. ચીનના વિશાળ જહાજ કાસ્કો શિપિંગ પનામાએ આ નહેરનું ઉદઘાટન કર્યું.
16-સુજોય બોઝને નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ
(એનઆઈઆઈએફ)ના સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
17-નોકિયાએ સંજય મલિકને ભારત યુનિટના પ્રમુખ બનાવ્યા.
18-લિયોનેલ મેસીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી સન્યાસની ઘોષણા
કરી. તેઓ ચાર વખત ફીફા બેલોન્સ ડી’ઓર જીતનાર એકમાત્ર ખેલાડી છે.
તેઓ ત્રણ વખત યુરોપીયન ગોલ્ડન શુઝ જીતનાર એકમાત્ર ખેલાડી છે.
19-ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન લાલચંદ રાજપૂતને અફઘાનિસ્તાનની
રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ નિયુક્ત કરવામાં આવ્યા.
20-અંજુ બોબી જ્યોર્જ અને પુલેલા ગોપીચંદને ‘ખેલો ઇન્ડિયા’ના સભ્ય બનાવવામાં આવ્યા.
21-IIT-કાનપુરના પ્રોફેસર સંજય મિત્તલ તેમના વૈજ્ઞાનિક સંશોધન માટે
વર્ષ 2015ના જી ડી બિડલા પુરસ્કારથી
સન્માનિત
22-ક્વિઝ માસ્ટર તેમજ ભારતમાં એન્ગ્લો ઇન્ડિયન સમુદાયના આઇકન
નીલ ઓ બ્રાયનનું નિધન.
23-બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમરને બ્રેગ્ઝિટ મતદાન બાદ રાજીનામાની
ઘોષણા કરી.
24-બ્રેગ્ઝિટ : બ્રિટને યુરોપીયન સંઘમાંથી પોતાને અલગ કરવા માટે
જનમત સંગ્રહ કરાવ્યો જેમાં 51.89% મતદાતાઓએ ઈયુમાંથી બહાર
નીકળવાના પક્ષમાં મત આપ્યો.
25-23 જૂન 2016ના રોજ આંતરરાષ્ટ્રીય
ઓલિમ્પિક દિવસ (International Olympic Day) ઉજવાયો.
26-23 જૂન 2016ના રોજ સંયુક્ત રાષ્ટ્ર લોક
સેવા દિવસ ઉજવાયો.
27-ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપની (NSG) વિયેનામાં (ઓસ્ટ્રિયા) બેઠક અનિર્ણાયક પૂર્ણ થઇ. આથી NSGમાં ભારતને સામેલ કરવા વિષે કોઈ નિર્ણય ન લઇ શકાયો.
28-કેન્દ્ર સરકારે નવી દિલ્હીમાં CNGથી ટુ વ્હીલર ચલાવવાના દેશના પ્રથમ પાયલોટ કાર્યક્રમનો
શુભારંભ કર્યો.
29-કોલમ્બિયાની સરકાર અને ફાર્ક વિદ્રોહીઓએ ઐતિહાસિક સંઘર્ષ
વિરામ સમજુતી પર હસ્તાક્ષર કર્યા.
30-યુનિવર્સીટી ઓફ કેલીફોર્નીયાના વૈજ્ઞાનિકોએ કિલોકોર નામની
વિશ્વની પ્રથમ 1000 પ્રોસેસર કમ્પ્યુટર ચિપ
વિકસાવી. આ ચીપ પ્રતિ સેકંડ 1.78 ખરબ નિર્દેશોની ગણતરી કરી શકે
છે.
31-પ્રસિદ્ધ ભૂતપૂર્વ ભારતીય બોલર અને ભૂતપૂર્વ કેપ્ટન અનિલ
કુંબલે ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ નિયુક્ત.
32-મર્સર દ્વારા મોંઘા શહેરોની યાદીમાં હોંગકોંગ પ્રથમ સ્થાને.
મુંબઈ ભારતનું સૌથી મોંઘુ શહેર.
33-ટેક મહિન્દ્રાએ બ્રિટનની બીઆઈઓ એજન્સીનું 4.5 કરોડ પાઉન્ડમાં અધિગ્રહણ કર્યું.
34-યુરોપીયન યુનિયને પ્રવાસીઓને સંકટથી બચાવવા માટે બોર્ડર એન્ડ
કોસ્ટ ગાર્ડ ફોર્સ તૈયાર કરવાનો નિર્ણય લીધો.
35-પ્રખ્યાત પાકિસ્તાની કવ્વાલ અમઝદ સાબરીની ગોળી મારીને હત્યા
કરવામાં આવી. ‘ભર દો ઝોલી’ને મૂળ રીતે સાબરી બ્રધર્સે જ ગાયું હતું.
36-અવીક સરકારે આનંદ બાજાર મેગેઝિન (એબીપી) અને ધ ટેલીગ્રાફના
ચીફ એડિટર પદેથી રાજીનામું આપ્યું.
37-અનુપમ પાહુજા ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ પેપલના MD અને ભારતીય કારોબારના મેનેજર નિયુક્ત.
38-નાસાએ સૌર મંડળની બહાર એક નવા ગ્રહ K2-33Bની શોધ કરી. આકારમાં નેપ્ચ્યુન કરતાં થોડા મોટા આ ગ્રહની આયુ
50 લાખથી એક કરોડ વર્ષ વચ્ચેની
હોવાનું અનુમાન છે.
39-સોફ્ટબેંકે કેન મિયોચીને અધ્યક્ષ અને COO પદ માટે પસંદ કર્યા.
40-ગ્રાન્ડ માસ્ટર હરિકા દ્રોણવલીએ બ્લિટ્ઝ ચેસ ટુર્નામેન્ટમાં
સર્વશ્રેષ્ઠ મહિલા ખેલાડીનો પુરસ્કાર મેળવ્યો.
41-ખેલ પરિષદમાં ચાલી રહેલ કથિત ભ્રષ્ટાચાર વિવાદને કારણે
અંજુબોબી જ્યોર્જે કેરળ ખેલ પરિષદના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું.
42-રાષ્ટ્રીય પવન-સૌર હાઈબ્રીડ નીતિ 2016નો મુસદ્દો રજુ કરવામાં આવ્યો. આનું લક્ષ્ય 2022 સુધી 10 ગીગાવોટ પવન-સૌર હાઈબ્રીડ
ક્ષમતા પ્રાપ્ત કરવાનું છે.
43-કેબિનેટે દેશમાં સૌથી મોટા સ્પેક્ટ્રમ નીલામીના પ્રસ્તાવને
મંજુરી આપી.
44-કેન્દ્રીય કેબિનેટે નવી ટેક્સટાઈલ પોલીસીને મંજુરી આપી દીધી
છે. આનું લક્ષ્ય ટેક્સટાઈલ ક્ષેત્રે આગામી 3 વર્ષમાં લગભગ 1 કરોડ રોજગારને વધારવાનો છે.
45-કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારોને જાતિ અને મૂળ નિવાસ
પ્રમાણપત્રોને આધારથી જોડવા કહ્યું. આથી સ્કોલરશીપમાં વિલંબ તથા નોકરીઓ, શૈક્ષણિક સંસ્થાઓમાં દાખલામાં ઘાલમેલને રોકી શકાશે. વિશ્વ
બેંકના ઇન્ડિયા ડેવલપમેન્ટ અપડેટ 2016 રિપોર્ટ અનુસાર ભારતનો વિકાસ
દર વર્ષ 2016-17માં 7.6% રહેશે.
46-દક્ષિણ કોરિયાના વૈજ્ઞાનિકોએ અત્યંત પાતળા અને ફ્લેક્સીબલ
સૌર સેલ બનાવવામાં સફળતા મેળવી. આની જાડાઈ લગભગ એક માઈક્રોમીટર છે, જે મનુષ્યના વાળથી પણ પાતળી છે. આને સેમી કંડકટર ગેલીયમ
આર્સેનાઈડથી બનાવાયેલ છે.
47-ઈસરોએ શ્રીહરિકોટાથી PSLV
C-34થી 20 સેટેલાઈટ પ્રક્ષેપિત કરવાનો રેકોર્ડ બનાવ્યો. આમાં કાર્ટોસેટ
2, ભારતીય વિશ્વવિદ્યાલયોના 2 તથા અમેરિકા, જર્મની, કેનેડા અને ઇન્ડોનેશિયાના 17 નાના વિદેશી સેટેલાઈટ્સ મોકલવામાં આવ્યા. આ પહેલાં ઈસરોએ
વર્ષ 2008માં એક સાથે 10 સેટેલાઈટ્સ પ્રક્ષેપિત કર્યા હતા.
48-21 જૂન 2016ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ
દિવસ ઉજવાયો. આ વર્ષનો વિષય હતો –યુવાઓને જોડો. સોફ્ટ બેંકના
અધ્યક્ષ નિકેશ અરોડાએ રાજીનામું આપ્યું.
49-કેન્દ્ર સરકારે સુરક્ષા અને સિવિલ એવિએશન ક્ષેત્રમાં 100% FDIને મંજુરી આપી. બ્રોડકાસ્ટિંગ ક્ષેત્રમાં વર્તમાન FDIને 49થી વધારીને 100% કરવામાં આવી.
50-ચીનનું સનવે તાયહુલાઈટ 93 પેટાફ્લોપ/સેકન્ડની સ્પીડ સાથે વિશ્વનું સૌથી ઝડપી સુપર
કમ્પ્યુટર ઘોષિત. 51-IISC, બેંગલુરુમાં કાર્યરત SERC
ભારતનું
સૌથી ઝડપી સુપર કમ્પ્યુટર છે જેની સ્પીડ 0.90
પેટાફ્લોપ/સેકન્ડ
છે.
52-20 જૂનના રોજ વિશ્વ શરણાર્થી દિવસ ઉજવાયો.
53-ICCએ શ્રીલંકાના બોલર શમિંદા ઈરંગાને ખોટી બોલિંગ એક્શનને કારણે
સસ્પેન્ડ કર્યો.
54-એસબીઆઈને ક્લસ્ટર બોમ્બ બનાવનારી કંપનીઓમાં રોકાણ માટે ‘હોલ ઓફ શેમ’ એટલે કે બદનામોની યાદીમાં
સામેલ કરવામાં આવી.
55-મંગળ ગ્રહના ખાડાનું નામ નેપાળના ભૂકંપ પ્રભાવિત ગામ
લાંગટાંગના નામે રાખવામાં આવ્યું.
56-કેન્દ્ર સરકારે ખાદ્ય પદાર્થોમાં પોટેશિયમ બ્રોમેટનો ઉપયોગ
અટકાવ્યો.
57-વર્જીનીયા રાજી રોમનાં પ્રથમ મહિલા મેયર બન્યાં.
58-વડાપ્રધાન મોદીએ કર પ્રશાસકો માટે પંચ-સુત્રી ચાર્ટર - RAPID (Revenue, Accountability, Probity, Information,
Digitization)નો સિદ્ધાંત આપ્યો.
59-મર્સિડીઝ ડ્રાઈવર નીકોરોઝ બર્ગે યુરોપીયન ગ્રા. પ્રી. જીતી.
60-બીપીન આર પટેલ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના
અધ્યક્ષ નિયુક્ત.
61-ભારતમાં કોરીયન રોકાણને પ્રોત્સાહન આપવાના હેતુથી કોરિયાપ્લસ
નામની વિશેષ પહેલની શરૂઆત કરવામાં આવી.
62-હિંદુસ્તાન એરોનોટિક્સ લિ. દ્વારા નિર્મિત ભારતના સ્વદેશી
તાલીમ વિમાન HTT-40એ પ્રારંભિક ઉદઘાટન ઉડાન ભરી.
63-નાસાએ એક્સ-57 હાઈબ્રીડ ઇલેક્ટ્રિક રીસર્ચ
વિમાન લોન્ચ કર્યું. આ વિમાનને ‘મેક્સવેલ’ ઉપનામ આપવામાં આવ્યું છે.
64-થાઈલેન્ડના વડાપ્રધાન પ્રાયુતચાનઓચા ભારતની મુલાકાતે આવ્યા.
ભારત અને થાઈલેન્ડે સંસ્કૃતિ અને શિક્ષણ ક્ષેત્રમાં બે સમજુતી પર હસ્તાક્ષર કર્યા.
થાઇલેન્ડના પર્યટકોની સંખ્યા વધારવા માટે ભારત ટૂંક સમયમાં જ બેવડા ઈ-પર્યટક વિઝા
બહાર પાડશે.
65-ઓસ્ટ્રેલિયાએ હીરો હોકી ચેમ્પિયન્સ ટ્રોફી 2016નો ખિતાબ જીત્યો.
66-આંતરરાષ્ટ્રીય યોગ દિવસ – 2016 માટે યોગ ગીત પ્રસ્તુત કરવામાં આવ્યું. આના લેખક – ધીરજ સારસ્વત, ગાયક – ગાથા જાધવ અને સંગીતકાર – સુમંતો રે છે.
67-ઓબામાએ ભારતીય મૂળનાં કમલા શિરીનને મલેશિયાનાં રાજદૂત
નોમીનેટ કર્યા.
68-શહેરી વીજ વિતરણ ક્ષેત્રના ઉપભોકતાઓ સાથે સંપર્ક વધુ સારો
બનાવવા માટે ‘ઊર્જા’ મોબાઈલ એપ્લિકેશનનો શુભારંભ કરવામાં આવ્યો.
69-કેનેડાનાં કવયિત્રી, સાહિત્યકાર અને પર્યાવરણવિદ
માર્ગરેટ એટવુડની વર્ષ 2016ના પેન પિંટર પુરસ્કાર માટે
પસંદગી કરવામાં આવી.
70-સરકારી શાળાઓમાં સ્વયં સેવા માટે કેન્દ્ર સરકારે વિદ્યાંજલિ
મોબાઈલ એપની શરૂઆત કરી. 21 રાજ્યોની 2200 શાળાઓમાં વિદ્યાંજલિને પ્રાયોગિક ધોરણે શરુ કરવામાં આવી.
71-ભારતી એન્ટરપ્રાઈઝીઝના સંસ્થાપક અને અધ્યક્ષ સુનીલ ભારતી
મિત્તલને ઇન્ટરનેશનલ ચેમ્બર ઓફ કોમર્સ (ICC)ના અધ્યક્ષ ચૂંટવામાં આવ્યા.
72-ડીબીએસ બેંક ઇન્ડિયાએ નીરજ મિત્તલને MD અને ઇન્સ્ટીટયુશનલ બેંકિંગ હેડ નિયુક્ત કર્યા.
73-ઉત્તર અમેરિકામાં પ્રથમ વખત ડોલ્ફિન માટે અભયારણ્ય શરુ
કરવામાં આવશે.
74-કેન્દ્ર સરકારે 1000 મેગાવોટ પવન ઊર્જા પરિયોજના
સ્થાપિત કરવા માટે યોજના આરંભ કરી.
75-વરિષ્ઠ આઈએએસ અધિકારી સુપ્રિયા સાહૂ દુરદર્શનનાં મહાનિદેશક
નિયુક્ત.
76-કેન્દ્રીય કેબિનેટે નાગર વિમાનન નીતિને મંજુરી આપી. આ અનુસાર
30 મિનિટ માટે 1200 રૂપિયા અને એક કલાકની યાત્રા માટે અધિકતમ ભાડુ 2500 રૂપિયાથી વધુ નહિ હોય.
77-રશિયા દ્વારા સૌથી શક્તિશાળી પરમાણુ આઈસબ્રેકર - આર્કટિકાનો
શુભારંભ. રશિયાનું પ્રોજેક્ટ 22220 દુનિયાનું સૌથી મોટુ અને
પોતાના પ્રકારનું સૌથી શક્તિશાળી જહાજ છે. આ આર્કટિકમાં કાફલાઓની સુરક્ષા કરવામાં
સક્ષમ છે અને લગભગ 10 ફૂટ મોટું બરફનું થર કાપી શકે
છે.
78-આફ્રિકન દેશ આઈવરી કોસ્ટે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને પોતાના
સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કર્યા.
79-કેન્દ્રીય મંત્રીમંડળે ભારતીય મહિલા બેંક અને એસબીઆઈની પાંચ
સહાયક કંપનીઓ (સ્ટેટ બેંક ઓફ બિકાનેર એન્ડ જયપુર, હૈદરાબાદ, મૈસુર, પટિયાલા, ત્રાવણકોર) સહિત એસબીઆઈના
વિલયને મંજુરી આપી. આથી એસબીઆઈ વિશ્વની ટોપ 50
બેંક્સમાં
સામેલ થઇ જશે.
80-ગ્રેટ બેરીયર રીફમાં મળી આવતા બ્રેંબલ કેયને જળવાયુ
પરિવર્તનથી વિલુપ્ત થનાર પ્રથમ સસ્તન જીવ ઘોષિત કરવામાં આવ્યો.
81-મહેન્દ્ર સિંહ ધોની વન ડે ક્રિકેટમાં વિકેટની પાછળ 350 વિકેટ લેનાર ભારતના પ્રથમ અને વિશ્વના ચોથા વિકેટ કીપર
બન્યા. શ્રીલંકાના કુમાર સંગકારા 404 મેચીસમાં 482 વિકેટ સહિત સૌથી ઉપર છે.
82-ગુણિત ચડ્ડાએ ડ્યુશ બેંકના CEOના પદેથી રાજીનામું આપ્યું.
83-રાનુ લંગથાસા આસામમાં એનસીએચએસીનાં પ્રથમ મહિલા અધ્યક્ષ
નિયુક્ત.
84-ઇઝરાયેલને પ્રથમ વખત છમાંથી કોઈ એક સમિતિના સ્થાઈ સભ્ય તરીકે
ચૂંટવામાં આવ્યું.
85-સંયુક્ત રાષ્ટ્ર મહાસભા ઇઝરાયેલને પોતાની છઠ્ઠી સમિતિ-કાનૂની
સમિતિના અધ્યક્ષ તરીકે ચૂંટ્યું.
86-વૈજ્ઞાનિકોએ ગુરુ જેવા દેખાતા ગ્રહ કેપલર-1647Bની શોધ કરી. આનું અસ્તિત્વ બ્રહ્માંડમાં સૌથી મોટું હોઈ શકે
છે. ગુરુની જેમ આ પણ એક ગેસીય ગ્રહ છે.
87-14 જૂનના રોજ વિશ્વ રક્તદાન દિવસ ઉજવાયો. આ દિવસ વિશ્વ
સ્વાસ્થ્ય સંગઠન દ્વારા વર્ષ 1997થી ઉજવાય છે.
88-ડાયાબિટીસ ક્ષેત્રે યોગદાન માટે ભારતીય બેરિએટ્રીક સર્જન
શશાંક એસ. શાહ અમેરિકાના પ્રતિષ્ઠિત ‘વિવિયન ફોન્સેકા સ્કોલર
એવોર્ડ-2016’થી સન્માનિત.
89-દુનિયાની સૌથી મોટી સોફ્ટવેર કંપની માઈક્રોસોફ્ટે પ્રોફેશનલ
નેટવર્કિંગ વેબસાઈટ લિંક્ડઇનને 26.2 અબજ ડોલર્સમાં ખરીદવાની ઘોષણા
કરી.
90-13 જૂનના બીજો ઇન્ટરનેશનલ આલ્બીનિઝમ ડે ઉજવાયો.
91-લુઇસ હેમિલ્ટને કેનેડા ગ્રા. પ્રિ. 2016 ફોર્મ્યુલા વન ખિતાબ જીત્યો.
92-ભારતીય પુરુષ 4X 400 મી રીલે ટીમે આંતરરાષ્ટ્રીય
સ્પ્રિન્ટ અને રીલે ટીમ કપમાં ત્રણ મિનિટ 02.17
સેકન્ડના
સમયમાં નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો.
93-સત્યપાલ જૈન લો કમિશનના સભ્ય નિયુક્ત.
94-ટાટા પાવરે વેલસ્પન રીન્યુએબલ્સના અધિગ્રહણ માટે સમજુતી કરી.
95-સંયુક્ત રાજ્ય અમેરિકાએ ફિના મહિલા વોટર પોલો વિશ્વ સુપર લીગ
ફાઈનલ જીતી.
96-બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા ‘ટીન ચોઈસ પુરસ્કાર –
2016’ માટે
નોમીનેટ થઇ.
97-પ્રસિદ્ધ નાટકકાર, અભિનેતા અને આસામના મોબાઈલ
થિયેટર અંદોલનના અચ્યુત લહકરનું નિધન.
98-NO To Child Labour-YES To Quality Education વિષય સાથે 12 જૂનના રોજ વિશ્વ બાળ શ્રમ નિષેધ દિવસ ઉજવાયો.
99-ચીને 23મો બેઈદોઉ નેવિગેશન ઉપગ્રહ
લોન્ચ કર્યો. આનાથી ચીનને વૈશ્વિક સ્તરે નેવિગેશન અને પોઝીશિનીંગ નેટવર્ક માટે
સશક્ત સિસ્ટમ પ્રાપ્ત થશે.
100-સાઈના નેહવાલે બીજી વખત ઓસ્ટ્રેલિયન ઓપન સુપર સીરીઝ જીતી.
101-વરિષ્ઠ પત્રકાર ઇન્દ્ર મલ્હોત્રાનું નિધન થઇ ગયું. વર્ષ 1991 માં તેમણે ઇન્દિરા ગાંધીની બાયોગ્રાફી લખી.
102-કેનેડાના પ્રસિદ્ધ આઈસ હોકી ખેલાડી ગોદી હોવેનું નિધન થઇ
ગયું. તેમનું ઉપનામ મિસ્ટર હોકી હતું.
103-ભારત, સંયુક્ત રાજ્ય અમેરિકા અને
જાપાન દ્વારા સંયુક્ત નૌસેના યુદ્ધાભ્યાસ માલબારમાં શરુ થયો.
104-જી કલ્યાણ કૃષ્ણને NFCના (Nuclear Fuel Complex) મુખ્ય કાર્યકારી અધિકારી
તરીકે પદભાર સંભાળ્યો.
105-ઇન્ટરનેશનલ એરોસ્પેસ પ્રદર્શનમાં વિશ્વનું પ્રથમ થ્રી-ડી
પ્રિન્ટેડ વિમાન થોર પ્રદર્શિત કરવામાં આવ્યું.
106-પેડ્રો પાબ્લો કુક્જિન્સકીએ પેરુના રાષ્ટ્રપતિની ચૂંટણી
જીતી. તેઓ પીપીકે નામથી પણ ઓળખાય છે.
107-વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ
આઠ સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા. 108-આમાં સુરક્ષા ક્ષેત્રમાં
સહયોગ, આતંકવાદમાં ઇન્ફોર્મેશન
એક્સચેન્જ, સ્વચ્છ ઊર્જા અને જળવાયુ
પરિવર્તન સામેલ છે.
109-તમિલનાડુના એન આર વિસાખ મુંબઈ મેયર્સ આંતરરાષ્ટ્રીય ઓપન
શતરંજ ટુર્નામેન્ટ જીતનાર પ્રથમ ભારતીય બન્યા.
110-ભારતીય મૂળના અમેરિકન લેખક અખિલ શર્મા પોતાની આત્મકથાત્મક
નવલકથા ‘ફેમીલી લાઈફ’ માટે ‘આંતરરાષ્ટ્રીય ડબલિન સાહિત્ય
પુરસ્કાર’થી સન્માનિત. આ આયર્લેન્ડનો
સર્વોચ્ચ સાહિત્યિક પુરસ્કાર છે.
111-ખગોળ ભૌતિકવેત્તાની એક આંતરરાષ્ટ્રીય ટીમે નવી પ્રકાશીય
આઇન્સ્ટીન રિંગની શોધ કરી, જેને કનારીસ આઇન્સ્ટીન રિંગ
કહેવાય છે.
112-ટાઈમ મેગેઝિનની ‘નેક્સ્ટ જનરેશન લીડર -2016’ યાદીમાં એક માત્ર ભારતીય ઉમેશ સચદેવને સ્થાન મળ્યું. સચદેવ
યુનીફોર સોફ્ટવેર સિસ્ટમ્સના CEO છે. તેમને આ સન્માન એવો ફોન
બનાવવા માટે મળ્યું છે, જે લગભગ બધી ભાષાઓ સમજી શકે
છે.
113-પુરુલિયા જેવાં ગ્રામ્ય ક્ષેત્રો વગેરેમાં ડિજીટલ લૈંગિક
અંતરને ઘટાડવા માટે ગુગલ અને ટાટા ટ્રસ્ટે સંયુક્ત રીતે ‘ઈન્ટરનેટ સાથી’નો કોલકાતામાં શુભારંભ કર્યો.
114-રાજસ્થાન સ્થિત ભારતીય રિઝર્વ બટાલિયનનું નામ મહારાણા
પ્રતાપના નામે રાખવામાં આવશે.
115-શાંતિ, દોસ્તી, સહયોગ અને પરસ્પર સમજુતીને મજબૂત બનાવવામાં વિશેષ ગુણ માટે
સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ બાન કી મૂન રશિયાના ‘ઓર્ડર ઓફ ફ્રેન્ડશિપ’થી સન્માનિત.
116-ડોપિંગ ટેસ્ટમાં નિષ્ફળ થવાને કારણે આંતરરાષ્ટ્રીય ટેનિસ
મહાસઘે (આઈટીએફ) રશિયાની મહિલા ટેનિસ ખેલાડી મારિયા શારાપોવા પર બે વર્ષનો
પ્રતિબંધ લગાવ્યો.
117-8 જૂન, 2016ના રોજ આંતરરાષ્ટ્રીય મહાસાગર
દિવસ ઉજવાયો, જેનો વિષય હતો – સ્વસ્થ મહાસાગર, સ્વસ્થ ગ્રહ.
118-‘ધ માર્શિયન’, ‘ગ્લેડીએટર’ અને ‘બ્લેડ રનર’ ફિલ્મોના નિર્દેશક રિડલે સ્કોટને અમેરિકન સિનેમાથિક એવોર્ડથી
સન્માનિત કરવામાં આવશે.
119-ફોર્બ્સની દુનિયાની 100
સૌથી
શક્તિશાળી મહિલાઓની યાદીમાં ચાર ભારતીય મહિલાઓને સ્થાન મળ્યું. 120-અરુંધતી ભટ્ટાચાર્ય (CMD,
એસબીઆઈ), ચંદા કોચર (MD, આઈસીઆઈસીઆઈ બેંક), મજુમદાર અને ભરતિયા. જર્મનીનાં ચાન્સેલર એન્જેલા મર્કેલ ટોચ
પર.
121-વારવિક મેન્યુફેક્ચરિંગ ગ્રુપ (WMG)ના સંસ્થાપક પ્રોફેસર લોર્ડ કુમાર ભટ્ટાચાર્યને ક્વીન
એલિઝાબેથ દ્વિતીય દ્વારા રેજીયસ પ્રોફેસેરશિપથી નવાજવામાં આવ્યા.
122-ફેસબુકે એડોબના પૂર્વ એક્ઝિક્યુટીવ ઉમંગ બેદીને ઇન્ડિયા
ઓપરેશન્સના મેનેજિંગ ડિરેક્ટર નિયુક્ત કર્યા.
123-હિમાચલ પ્રદેશ ગ્રીન કોન્સેપ્ટ આધારિત સ્ટેટ ડેટા સેન્ટરની
શરૂઆત કરનાર પ્રથમ રાજ્ય બન્યું.
124-લખનઉ જુનીયર પુરુષ હોકી વિશ્વ કપ -2016ની મેજબાની કરશે. પુરુષ જુનીયર હોકી વિશ્વ કપ (Men's Junior Hockey World Cup) રોજર દાનેટ ટ્રોફી (Roger Danet Trophy) તરીકે પણ ઓળખાય છે.
125-કેન્દ્રીય ઊર્જા મંત્રી પીયુષ ગોયલે છત પર સૌર ઊર્જા
વિકસાવવા માટે આયોજિત કાર્યશાળા દરમ્યાન સૂર્યમિત્ર મોબાઈલ એપનું લોકાર્પણ કર્યું.
આને રાષ્ટ્રીય સૌર ઊર્જા સંસ્થા (NISE) એ વિકસાવી છે.
126-શાહિદ રસૂલ એશિયાના કોમનવેલ્ધ શૈક્ષણિક મીડિયા સેન્ટરના
ડિરેક્ટર નિયુક્ત.
127-નાટોએ (નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન) પોલેન્ડમાં
અત્યાર સુધીનો સૌથી મોટો સૈન્ય અભ્યાસ એનાકોન્ડા-16 શરુ કર્યો.
128-ઉત્તરપ્રદેશ સરકારે મથુરા હિંસાની તપાસ માટે મિર્ઝા ઈમ્તિયાઝ
આયોગની રચના કરી.
129-નેપાળી રાષ્ટ્રગાનના સંગીતકાર અંબર ગુરુંગનું અવસાન થઇ ગયું.
130-ફોર્બ્સ મેગેઝિન અનુસાર અમેરિકન ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ
દુનિયાની સૌથી અમીર મહિલા ખેલાડી બની. અત્યાર સુધી આ તાજ મારિયા શારાપોવાને નામે
હતો.
131-17મી એશિયન જુનિઅર ચેમ્પિયનશિપમાં સાત સુવર્ણ ચંદ્રક સહિત કુલ 17 ચંદ્રક જીતીને ભારત ત્રીજા સ્થાને આવ્યું. જાપાન 14 સુવર્ણ ચંદ્રક સાથે પ્રથમ.
131-ગુજરાતનાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આઈટી અને
ઇલેક્ટ્રોનિક્સ સ્ટાર્ટઅપ્સ માટે નવી નીતિની ઘોષણા કરી. આ નીતિ હેઠળ પાંચ વર્ષમાં 2000 સ્ટાર્ટ અપ્સને સબળ નેતૃત્વ અને સુવિધાઓ પ્રદાન કરનાર 50 ઇન્કયુબેટર્સ તૈયાર કરવામાં આવશે. જેની હેઠળ લગભગ 7000 કરોડના રોકાણ અને રોજગારની વિપુલ તકો ઉભી થશે.
132-ફ્રેન્ચ ઓપન વિજેતા : પુરુષ એકલ – નોવાક જોકોવિચ, મહિલા એકલ – ગરબાઇન મુગુરૂજા, મિશ્રિત યુગલ – લીએન્ડર પેસ અને માર્ટીના હિંગિસ.
133-એડોબે કુલમીત બાવાને કંપનીના દક્ષિણ એશિયા ક્ષેત્રના એમડી નિયુક્ત
કર્યા.
134-સોવરિન ગોલ્ડ બોન્ડ યોજનાને ઓનલાઈન પ્લેટફોર્મ માટે રિઝર્વ
બેંકે મંજુરી આપી.
135-ગુવાહાટી દ્વારા ગંગા નદીની ડોલ્ફિનને ‘શહેર જીવ’ ઘોષિત કરવામાં આવી. ગુવાહાટી ‘શહેર જીવ’ વાળુ દેશનું પ્રથમ શહેર બની
ગયું.
136-દિયા મિર્ઝા ‘સ્વચ્છ સાથી’ અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર બની.
137-અશોક ગણપતિને ભારતી એરટેલ લિ.ના ડિરેક્ટર નિયુક્ત કરવામાં
આવ્યા.
138-5 જૂન, 2016ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ
ઉજવાયો. આ વર્ષનો વિષય - વન્ય જીવોના બિનકાયદેસર વેપાર પર શૂન્ય સહનશીલતા. પ્રથમ
પર્યાવરણ દિવસ 1973માં ઉજવાયો હતો. ડેશોના બાર્બરે
2016નો મિસ યુએસએ ખિતાબ જીત્યો.
139-ઓરિસ્સા ટ્રાન્સજેન્ડર લોકોને સામાજિક કલ્યાણ લાભ આપનાર
પ્રથમ રાજ્ય બન્યું. તેમને બીપીએલ કાર્ડ આપવામાં આવશે. ટ્રાન્સજેન્ડર ઉદ્યમીને
પોતાનો કારોબાર વધારવા માટે 5 લાખની લોન પર સબસીડી મળશે.
140-કતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમીર શેખ તમીમ બિન હમદ
અલ થાનીએ બંને દેશો વચ્ચેની 7 ખાસ સમજૂતીઓ પર હસ્તાક્ષર
કર્યા જેમાં સ્કિલ ડેવલપમેન્ટ અને શિક્ષણ, સ્વાસ્થ્ય, પર્યટન અને રમત ગમત ક્ષેત્રોમાં સહયોગ અને રોકાણ સામેલ છે.
141-નીતા અંબાણી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ માટે નોમીનેટ થનાર
પ્રથમ મહિલા બન્યાં. નીતા અંબાણી ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કુલનાં સંસ્થાપક અને
ચેરપર્સન છે. રિલાયન્સ ફાઉન્ડેશનનાં સંસ્થાપક છે.
142-વી નારાયણસામીએ પોંડીચેરીના મુખ્યમંત્રી પદના શપથ લીધા.
143-કેન્દ્રીય રેલ મંત્રી સુરેશ પ્રભુએ વિશ્વ પર્યાવરણ દિવસ પર
દિલ્હી સફદરજંગ સ્ટેશનથી ટાઈગર ટ્રેલ સર્કીટ ટ્રેનનો શુભારંભ કર્યો. આનો હેતુ
દેશના રાષ્ટ્રીય પ્રાણી વાઘ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો છે.
144-પોકેટ હરક્યુલસના નામથી પ્રસિદ્ધ બોડી બિલ્ડર મનોહર આઈચનું
નિધન થઇ ગયું. વર્ષ 1952માં મનોહર આઈચ, સ્વતંત્ર ભારતના પ્રથમ મિસ્ટર યુનિવર્સ બન્યા હતા. એશિયન
ગેમ્સમાં ત્રણ વખત સુવર્ણ ચંદ્રક જીતનાર આઈચનો સિદ્ધાંત, વ્યાયામ કરો અને ખુશ રહો’ હતો.
145-આસામ રાજ્ય વિધાનસભાએ કારોબારમાં સરળતા સંબંધી વેપાર વિધેયક 2016 પસાર કર્યું.
146-વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અફઘાનિસ્તાનના સર્વોચ્ચ નાગરિક
સન્માન ‘અમીર અમાનુલ્લાહ ખાન પુરસ્કાર’થી સન્માનિત કરવામાં આવ્યા. આ પુરસ્કાર મેળવનાર તેઓ પ્રથમ
ભારતીય છે.
147-મહાન મુક્કેબાજ મોહમ્મદ અલીનું અવસાન થયું. તેમનું શરૂઆતનું
નામ કેસિયસ મર્સેલુસ ક્લે જુનિયર હતું. તેમણે 1975માં સુન્ની ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો.
148-ભારતીય વાયુસેના (IAF)
અને
સંયુક્ત આરબ અમીરાત (UAE) વચ્ચે યુદ્ધાભ્યાસ ડેઝર્ટ
ઈગલ-IIનું સમાપન.
149-ભારત વૈશ્વિક બેલેસ્ટિક મિસાઈલ પ્રસાર વ્યવસ્થામાં સામેલ થઇ
ગયું. HCOC એક સ્વૈચ્છિક, કાનૂની રીતે બંધનકર્તા આંતરરાષ્ટ્રીય વિશ્વાસ નિર્માણનું અને
પારદર્શક પગલું છે. આ જનસંહારના શસ્ત્રોનો પુરવઠો પૂરો પાડવામાં સક્ષમ બેલેસ્ટિક
મિસાઈલ્સના પ્રસારને રોકવા માટે છે.
150-રાહુલ જૌહરીએ BCCIના પ્રથમ CEO તરીકે પોતાનો કાર્યભાર સંભાળ્યો.
151-વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના પ્રથમ નેશનલ ડિઝાસ્ટર
મેનેજમેન્ટ પ્લાન (NDMP)ની શરૂઆત કરી. આ યોજનામાં
સંકટનો સામનો કરવાની ક્ષમતા વધારવા અને જાનમાલનું નુકસાન ઓછું કરવા પર ખાસ ધ્યાન
કેન્દ્રિત કરવામાં આવશે.
152-ઊર્જા સુરક્ષા, સ્વચ્છ ઊર્જા અને જળવાયુ
પરિવર્તન પર ભારત તથા અમેરિકા વચ્ચે MOU પર હસ્તાક્ષર થયા.
153-એન. કે. ચારી મૈસુર સ્ટેટ બેંકના અને સી. આર. શશીકુમાર સ્ટેટ
બેંક ઓફ ત્રાવણકોરના MD નિયુકત.
154-કેન્દ્રીય મંત્રીમંડળે પર્યટન ક્ષેત્રમાં સહયોગને મજબુત
બનાવવા માટે ભારત અને કતર વચ્ચે MOUને મંજુરી આપી.
155-ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના પર્સનલ ડોક્ટર ડૉ. કે.
પી. માથુર દ્વારા લેખિત પુસ્તક ‘ધ અનસીન ઇન્દિરા ગાંધી’નું લોકાર્પણ કરવામાં આવ્યું.
156-કેન્દ્રીય મંત્રીમંડળે ભારત સરકારની 100% ઇક્વિટી સાથે એક સાર્વજનિક લિ. કંપની તરીકે ઇન્ડિયન પોસ્ટ
પેમેન્ટ બેંક (IPPB)ની સ્થાપનાને મંજુરી આપી.
157-1 જુન, 2016ના રોજ વિશ્વ દૂધ દિવસ
ઉજવાયો.
158-બોલીવુડમાં ગોલ્ડન ભાઈના નામથી પ્રસિદ્ધ હાસ્ય અભિનેતા રઝાક
ખાનનું નિધન. ફિલ્મ ‘બાદશાહ’થી તેઓ માનિકચંદના પાત્રથી ઘણા પ્રસિદ્ધ થયા. તેમણે મોહરા, હેલો બ્રધર, રાજા હિન્દુસ્તાની, અખિયોંસે ગોલો મારે, ફિર હેરાફેરી જેવી કેટલીક ફિલ્મોમાં
કોમેડી કરી.
159-અશોક લવાસાને નાણા સચિવ નિયુક્ત કરવામાં આવ્યા.
160-એશિયાનો સૌથી મોટો ટેકનોલોજી ટ્રેડ શો કોમ્પ્યુટેક્સ
તાઈપેઈમાં શરુ થયો.
161-કેન્દ્ર સરકારે કેન્દ્રીય સ્વાસ્થ્ય સેવા હેઠળ કાર્યરત
ડોક્ટર્સની સેવા નિવૃત્તિની વય 65 વર્ષ કરવાના પ્રસ્તાવને
સ્વીકૃતિ આપી.
162-સિંચાઈ જળ વ્યવસ્થાને વધુ સારી બનાવવા અને ખેતીને પુરતું
પાણી ઉપલબ્ધ કરાવવા માટે નવી યોજના પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાનો શુભારંભ
કરવામાં આવ્યો. આ યોજનાનો હેતુ સિંચાઈ ક્ષેત્રે રોકાણને તર્કસંગત બનાવવાનો અને
પાણીનો દુરુપયોગ રોકવાનો છે.
163-ઇકો-ફ્રેન્ડલી કાર્યો દ્વારા છેલ્લા બે દાયકાઓમાં ગ્રીન
ઈકોનોમીનો વિસ્તાર કરવા માટે ભારતીય બેંકર રાઘવન સીતારમન ગ્રીન ઈકોનોમી વિઝનરી
એવોર્ડથી સન્માનિત.
164-ચીન પ્રથમ હેક પ્રૂફ ક્વોંટમ કોમ્યુનિકેશન સેટેલાઈટ લોન્ચ
કરશે. આમ ચીન એવો પ્રથમ દેશ બનશે જેના સેટેલાઈટ અંતરિક્ષમાંથી એન્કોડેડ સુચના
મોકલશે જેને હેક નહિ કરી શકાય. ચીનની 2030 સુધી આ સેટેલાઈટ છોડવાની
યોજના છે.
165-સંગીત દ્વારા એશિયન સંસ્કૃતિમાં ઉત્કૃષ્ઠ યોગદાન આપવા બદલ એ
આર રેહમાન જાપાનના ફૂકુઓકા પુરસ્કાર 2016થી સન્માનિત.
166-ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના કેપ્ટન એલિસ્ટર કુક ટેસ્ટ મેચોમાં 10,000 રન બનાવનાર સૌથી નાની વયના ખેલાડી બન્યા.
167-સુનીલ લાંબા નેવીના 21મા પ્રમુખ બન્યા.
168-આફ્રિકન દેશ ચાડના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હિસેન હેબ્રેને વોર
ક્રાઈમ માટે જન્મટીપની સજા ફરમાવવામાં આવી. કોર્ટે હેબ્રેને રેપ, જાતીય સતામણી અને 40,000
હત્યાઓનો
આદેશ આપવા વિરુદ્ધ દોષી ગણાવ્યા.
169-નવ કોચ વાળી ટેલ્ગો ટ્રેનનું ઉત્તરપ્રદેશ સ્થિત
બરેલી-મુરાદાબાદ રૂટ પર ટ્રાયલ રન કરાવવામાં આવ્યું. આ ઓછા વજનવાળી ટ્રેન છે અને
ઊર્જાનો ઓછો વપરાશ કરે છે. તે વધુમાં વધુ 115
કિમી/કલાકની
ઝડપથી દોડી શકે છે.
170-લક્ષદ્વીપ ચોવીસ કલાક વીજ પુરવઠા પર હસ્તાક્ષર કરનાર પ્રથમ
કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યો.
171-ટ્રાંસજેનિક ઉંદરોને વિકસિત કરવા માટે ભારતીય અમેરિકન
વૈજ્ઞાનિક અર્નાબ ડેએ સ્પ્રિંગર થીસિસ પુરસ્કાર પ્રાપ્ત કર્યો.
172-32000 શબ્દોની પાંડુલિપિ ‘કોડેક્સ : ધ લોસ્ટ ટ્રેઝર ઓફ
ધ ઇન્ડસ’ માટે ભારતીય લેખક અદિતી
કૃષ્ણાકુમારે સ્કોલેસ્ટિક એશિયન બુક એવોર્ડ -2016 જીત્યો.
173-ક્રિસ ગેઈલ T20 ક્રિકેટમાં 9000 રન કરનાર વિશ્વના પ્રથમ બેટ્સમેન બન્યા.
174-IPL-9 પુરસ્કાર : ઓરેન્જ કેપ - વિરાટ કોહલી (973 રન, 16 મેચ), પર્પલ કેપ - ભુવનેશ્વર કુમાર (23 વિકેટ, 17 મેચ), સર્વાધિક છગ્ગા - વિરાટ કોહલી (38 છગ્ગા).
175-સનરાઈઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવીને IPL-9નો ખિતાબ જીત્યો.
176-ભારતીય મુક્કેબાજ સોનિયા લાઠેર AIBA મહિલા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો.
No comments:
Post a Comment